________________
કહ્યું કે પચવામાં એ ભારે છે, પણ પચ્યા તો રસાયન છે, જરાને જેર કરનારા છે. | મુનિને રસાયનમાં રસ નહોતો. ફાલ્ગનીમાં રસ હતો; એ ઝેર આપે તોય લેવામાં આનાકાની કરે તેમ નહોતા. તેઓએ હેમંત-મોદક લીધા, ને આરોગ્યા. ભારે મીઠા લાગ્યા.
એ રાત સારી ગઈ. બીજે દિવસે શરીરમાં સ્કૂર્તિ લાગી. એમણે કહ્યું, ‘વાહ ફાલ્ગની, અપૂર્વ તારા મોદક !'
અને મુનિરાજે બપોરે નિત્યના ક્રમ પ્રમાણે ભોજનમાં દૂધ લીધું. દૂધ લેતાની સાથે કાચનો ઘડો ફૂટે ને પ્રવાહી વહી જાય એમ, મુનિને અતિસાર થઈ ગયો, ઝાડા થવા લાગ્યા !
માણસનાં તપ, ધ્યાન અને તિતિક્ષાની કસોટી જ્યારે દેહ પર કંઈ અવ્યવસ્થા કે ઉપાધિ આવી પડે ત્યારે થાય છે. એ વખતે આખા સંસારને અસાર લેખવતા મહાત્માઓ પણ પોતાના દેહને જગત માત્રના સારરૂપ લેખી એની સારસંભાળમાં અને આળપંપાળમાં પડી જાય છે, દેહ અનિત્ય છે. અશુચિ છે, એ શિખામણ એ ટાણે ભુલાઈ જાય છે. એમ કહેવાય છે, કે દેહની આળપંપાળને લીધે જ વિક્રમ જેવા વિવેકી રાજાએ પણ મોતને જીતવા કાગડાનું માંસ ખાધું હતું !
મુનિરાજ ચાર-છ વાર શૌચ ગયા, એટલી વારમાં તો સાવ થાકી ગયા. એમને ચક્કર આવવા લાગ્યા. આંખે લાલપીળાં દેખાવા લાગ્યાં. રાજવૈદને તરત નોતરું ગયું. બીજા નાનામોટા વૈદો પણ ઔષધો ને વૈતરાં સાથે આવી પહોંચ્યા. મુનિ વેલાકુલની સેવામાં કોણ ઉપસ્થિત ન થાય ?
અરે પ્રથમ રોગનું નિદાન કરો, પછી દવા કરો !' મુનિરાજે કહ્યું.
વૈદ્યરાજે ખૂબ કાળજીથી તપાસવા માંડ્યું - હોઠ, હૈયું ને હાથ, પણ એટલી વાર માં તો ઉપરાઉપરી બે-ચાર વાર શૌચ જવું પડ્યું. મુનિરાજ હાંફી ગયા. એ બોલ્યા, ‘વૈદ્યરાજ ! તમે નિદાન કરી લેશો એ પહેલાં તો મારો આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો હશે, ઝટ કરો !'
‘મુનિજી ! આપ તો આત્માના હિમાયતી છો, તો દેહની આટલી ચિંતા કાં?”
‘વૈદ્યરાજ ! તમને શું ખબર હોય ? કેટલાં કામની જવાબદારી આ દેહને માથે આવી પડેલી છે. દેહ છે તો ધર્મ છે, દેહ જ ધર્મનું સાધન છે. આત્મા તો પંગુ છે.”
‘નવો ભવ, નવો દેહ ને નવી જવાબદારી !' વૈદરાજે જરા હાસ્ય વેર્યું અને પછી પોતાનું કથન સ્પષ્ટ કરતાં કહ્યું, ‘આપને અતિસારનો વ્યાધિ થયો લાગે છે.”
‘તો એનો ઉપચાર શો ?” સુંદરી ફાલ્ગનીએ પૂછયું. ‘વૈશાલીના જનો ભલે વિવેકબૃહસ્પતિ ગણાતા હોય, પણ રોગીની શુશ્રુષાનું એમને લેશ પણ જ્ઞાન નથી.
164 શત્રુ કે અજાતશત્રુ
દરદીને લેશમાત્ર બોલવું ન જોઈએ. આટલાં બધાં માણસોએ એકત્ર થવું ન જોઈએ. અંતેવાસી જનોએ ઉપચારનો ભાર ઉઠાવી લેવો જોઈએ. કૃપયા આ શુશ્રુષાનો ભાર મને સોંપશો, તો આભારી થઈશ. મુનિરાજ માત્ર વૈશાલીનું જ ધન નથી, એ તો આખા જગતની મૂડી છે. એ મૂડી પર અમારો પણ તમારા જેટલો જ હક છે.”
ને ફાગુની એકદમ સાહસ કરી આગળ વધી. એણે મુનિરાજને પોતાના મૃણાલદંડ જેવા બાહુઓમાં લઈને પથારી પર સુવાડવા. આમ કરતાં એનો મોટો કેશપાશ ઢીલો પડી ગયો, ને એમાં ગૂંથેલી વેણીના ફૂલો છૂટાં પડીને ખાખી પથારીને ફૂલની બિછાત બનાવી રહ્યાં ! એક મોટું પુણ્ય મુનિરાજની છાતી પર જઈને પડ્યું!
- “આહ ! ખુલ્લા વક્ષસ્થળ પર કમળનું ફૂલ પૂજનીય દેવપ્રતિમાનું ભાન કરાવે છે.' ફાલ્ગનીએ કહ્યું.
‘ફાલ્ગની ! મુનિરાજને દેવ સમજીને પૂજન કરજે . મુનિજી તો સિદ્ધપુરુષ છે.” ફાલ્ગનીના રોગિષ્ટ પતિએ કહ્યું. - ફાલ્ગનીની થોડી વારની સુશ્રુષામાં પણ મુનિરાજને કંઈક સાંત્વન મળ્યું. તેમને માટે સ્ત્રી-સ્પર્શનો આ પહેલો પ્રસંગ હતો. ને લુચ્ચો સંસાર ગમે તે કહે, પણ સ્ત્રીપુરુષોના સ્પર્શમાં જે તાકાત રહી છે, એનો વહેલામોડાં સ્વીકાર કર્યા વગર કોઈનો છૂટકો નથી. અને એ તાકાત કોઈનો પરાભવ ન કરી શકે એ માટે પૂર્વ પુરુષોએ બ્રહ્મચારી સ્ત્રી-પુરુષોના શીલની આડે એક-બે નહિ, પણ નવ નવ વાડો બાંધી છે. પરદેહનો સ્પર્શ તો શું, પણ એ કજણે સ્પર્શેલા આસન-બિછાનાનો સ્પર્શ પણ વર્જ્ય ગણ્યો છે ! બ્રહ્મચર્ય તો લજામણીના છોડ જેવું છે. જરાક સ્પર્શ થયો કે કરમાયું જ સમજો !
પણ શીલ-સદાચારની એ વાડોને આજે ફાલ્ગનીએ એક ઠોકરે ઉડાવી દીધી. એણે કહ્યું, ‘મને લાગે છે કે મુનિરાજની પિચોટી ખસી ગઈ છે, નહિ તો ત્યાગી પુરુષને થોડું આઘુંપાછું ખાવાથી કંઈ ન થાય, મુનિજી અનુજ્ઞા આપે તો એમની પિચોટી ચોળી દઉં, મારી માએ મને એ શીખવ્યું છે.'
મુનિએ પોતાનું મુખ હલાવીને એ માગણીનો સ્વીકાર કરી લીધો. ફાલ્ગની આગળ વધી. એણે પોતાના રંગીન ઉત્તરીયના છૂટા પાલવને કમર પર ખોસી દીધો, ને પોતાના નાજુક હાથથી મુનિનું પેટ મસળવા માંડ્યું.
| ‘કંઈક આરામ લાગે છે ?’ ફાલ્ગનીએ મોં પરનાં પરસેવાનાં ટીપાં લૂછતાં પ્રશ્ન કર્યો. એક તરફ આટલાં બધાં લોકોની મમતા હતી તોય ફાળુનીની મમતાનું ત્રાજવું નમી જતું હતું. કોઈક સંબંધો પળના હોય છે ને ચિરંજીવી બની રહે છે; ત્યારે વળી જીવનભરના કોઈક સંબંધો મૂલ્યવત્તાના મેદાનમાં પળના થઈને ઊભા રહે છે.
સેવામૂર્તિ 165