________________
ફાલ્ગનીનું પણ એમ જ બન્યું. એક પળમાં એ સેવકોમાં અગ્રેસર બની ગઈ. વૈદરાજ જુવાન-સ્ત્રી પુરુષોના સંબંધની અને એમાંય નવા નવા પાંગરતા આકર્ષણ-છોડોની શક્તિને જાણતા હતા. તેઓએ ચાલતી ગાડીએ ચડી જઈ, પોતાના મહત્ત્વની રક્ષા કરવા માંડી, ‘સેવામૂર્તિ ફાલ્ગની મારા ઔષધની જવાબદારી અને યોગ્ય ખાનપાનની કાળજી લેવાનું સ્વીકારે તો મુનિજીનો ભારે લાગતો રોગ પણ તરતમાં હળવો થવા લાગે. બાકી રોગ આવે છે હાથીના વેગે અને જાય છે કીડીની ગતિએ.’
‘સાચી વાત છે. મુનિજીની સુશ્રુષાનું કાર્ય સર્વથા મને સુપરત કરવામાં આવે તો જ એ જવાબદારી લેવાની મારી મનોભાવના છે. અધું કામ આખા કામને હણે
‘મુનિજી સંમતિ આપે તો અમને એમાં લેશ પણ હરકત નથી.’ મુનિજીના અંગત સેવકોએ મંજૂરી આપી.
- “ઓહ ! મને સારું થતું જણાય છે. શું કર્મસંજોગ છે ! સંસાર તો જલ-કાષ્ઠનો સંયોગ છે. આમ મળ્યાં, કાલે છૂટાં પડ્યાં, પણ એમાંય કોઈ મિલનજોગ અપૂર્વ છે. દેવી ફાલ્ગની અને મહાશય પૂનમ કોઈ ઋણાનુબંધથી મને આવી મળ્યાં છે. મારી દેહ તેઓને સુપરત કરે છે. અલબત્ત, સેવકોએ અન્યની સેવા લેવી એ સર્વથા નિષિદ્ધ છે, પણ આ દેહ જનતા-જનાર્દનની સેવામાં મૂકીને મેં પોતાનું કે પારકું કંઈ રાખ્યું નથી.’ મુનિએ જરાક આસાયેશ લાગતાં કહ્યું.
‘સ્ત્રીનું સાચું ઘરેણું શીલ અને સેવા છે.' ફાલ્ગનીએ કહ્યું,
સેવા’ કરતાં ‘શીલ’ શબ્દ બધા સમુદાય પર વધારે અસર પાડી. અરે, આટલું ભારે સૌંદર્ય અને એની સાથે શીલનો આવો સમન્વય, સંસારમાં એક ચમત્કાર જ છે!
પોતાને મનગમતી વ્યવસ્થાની કોઈ ટીકા ન કરે તે માટે ધર્મની ઢાલ આગળ ધરતાં મુનિએ કહ્યું, ‘શાસ્ત્રમાં સ્ત્રીને દશ ધર્મવાળી કહી છે. સ્ત્રી માતા છે, ભગિની છે, દાસી છે, મિત્ર છે, મંત્રી છે....'
મુનિજીને બોલતાં રોકીને ફાગુનીએ કહ્યું, ‘હમણાં હું આપની સેવાદાસી છું. દાસીની મંજૂરી વિના આપે ધર્મોપદેશનો શ્રમ ન લેવો ઘટે !'
ઉપદેશ દેવાનો ધર્મ મારો છે, ફાલ્ગની ! મારું જે થાય તે, પણ સંસારનું સારું કરવાનો ધર્મ મારો છે. એ અદા કર્યા વગર મારા ચિત્તને શાંતિ ન વળે.’
કેટલાક માણસો એમ માનતા હોય છે કે શીલ, સદાચાર કે મૌનની પ્રવૃત્તિ કરતાં ઉપદેશની અસર વિશેષ થાય છે. અને એથી હંમેશાં એ બોલવામાં જ રાચતા હોય છે. ધન્ય છે મુનિવર્ય, આપની મહાન કલ્યાણભાવનાને ! પણ અમે એટલું
16 D શત્રુ કે અજાતશત્રુ
પ્રાર્થીએ છીએ કે આપ સેવામૂર્તિ દેવી ફાલ્ગનીના આદેશને માન્ય કરશો. આપનો દેહ અમારે મન લાખેણો છે. ધર્મ, રૂઢિ કે લોકાચાર સામે ન જોશો.’
દેવી ફાલ્ગની પોતાની ઉત્કટ સેવાભાવનાના બળે થોડા વખતમાં આશ્રમમાં એક અગ્રગણ્ય વ્યક્તિ બની ગઈ. સૌંદર્યની પાસે એક અવ્યક્ત સત્તા હોય છે. જે મૂંગી મૂંગી બધે પોતાનો અધિકાર ચલાવે છે. ફાલ્ગનીની સત્તાએ બધે પોતાની અસર જમાવી.
અલબત્ત, ઘઉંમાં કાંકરા હોય એમ, કેટલાક લોકો આ વાતાવરણની વિરુદ્ધ હતા, પણ લોકો એમને બિનવ્યવહારુ કહીને હસી કાઢતા.
મુનિજીને બીજા કોઈ કડવી વખ દવાના ઉકાળા આપવા જતા તો મુનિ કહેતા, “દેહ તો વસ્ત્ર છે, જૂનું થયું છે. હવે એને આવી ઝેર જેવી દવાઓથી સાંધવાનો પ્રયત્ન ન કરો. હું તો નવો દેહ અને નવું જીવન ઝંખી રહ્યો છું.”
અને પરિણામે મુનિરાજ દવા ન પીતા.
પણ દેવી ફાલ્ગનીના સ્પર્શમાં અમૃત ભર્યું હતું. એના હાથમાં રહેલા પ્યાલામાંનું કટું ઔષધ પણ જાણે મધુર બની ગયું હોય એમ એ હોંશથી પી જતા. અને એ દવા કંઈક ગુણ પણ કરતી. છતાં પણ આશ્ચર્ય એ હતું કે આ દવાની પ્રક્રિયા દિવસો સુધી ચાલી. અનએ એની થોડીક સારી અસર પણ થઈ, પણ દરદ મૂળથી ન ગયું !
એક દિવસ વૈદરાજે કહ્યું, ‘હવે રોગ નિર્મળ થયો છે. દવાની જરૂર નથી.’ અને બીજે દિવસે દરદ ઉછાળો માર્યો. બિચારા મુનિજી ભારે દરદમાં ફસાઈ ગયા.
કમળાવાળી આંખોવાળા કહેતા કે હવે તો મુનિજીને એક જ દરદ રહ્યું છે અને તે દરદનું નામ છે ફાલ્ગની ! આ દરદ મટે પણ ખરું, ન પણ મટે.
ત્યાં તો એક દિવસ આ ટીકાકારોની જબાનને ચૂપ કરે એવો બનાવ બની ગયો. મુનિજીને ફરી ઝાડા થઈ ગયા. ઝાડા સંખ્યામાં તો વધુ નહોતા, પણ એની દુર્ગધ અસહ્ય હતી. પાસે જવું પણ મુશ્કેલ બની ગયું હતું.
પરિચારો નાક દબાવીને ભાગ્યાં. આખો આશ્રમ ગંધાઈ ઊઠયો. કોઈ મહામારી, મરકી કે એવો કોઈ ભયંકર રોગ આવ્યો એમ સમજી માંદા શ્રીમંતો, જે તંદુરસ્તી મેળવવા ત્યાં આવીને વસ્યા હતા, તે ભાગી છૂટ્યા.
સ્વસ્થ રહ્યા બે જણ. એક ફાલ્ગની અને બીજો પૂનમ.
પૂનમ અલબત્ત ભાગી છૂટ્યો નહોતો, પણ એ દુર્ગધ એ સહન કરી શકતો નહોતો. નાકે ડૂચો દઈને ઊભો હતો.
પણ ફાલ્ગની તો ફાલ્ગની જ હતી. એ સેવામૂર્તિને ન દુર્ગધ સતાવતી, ન ચીતરી ચઢતી. એ તો તરત સેવામાં હાજર થઈ ગઈ. મુનિ તો બેહોશ જેવા પડ્યા
સેવામૂર્તિ 1 167