________________
હતા. ધીરે ધીરે એમણે એમનું આખું શરીર સ્વચ્છ કરી નાખ્યું ને પોતાની પાસે રહેલું ઔષધ પિવડાવ્યું. મુનિ કંઈક ભાનમાં આવ્યા અને સ્વસ્થ થયા.
પછી ફાલ્ગુની દોડીને સુગંધી જળ લઈ આવી. અને મુનિના આખે શરીરે ઘસવા માંડી. એક સ્ત્રી પોતાનાં અંગોને સ્વચ્છ કરે. ચોળે એમાં મુનિને લજ્જા આવવા માંડી, પણ ફાલ્ગુનીએ પોતાનું કામ સતત ચાલુ રાખ્યું.
‘આપત્તિ કાળે આચાર ફેરવી શકાય છે.’ ફાલ્ગુનીએ પોતાના કાર્યના ટેકામાં શાસ્ત્રવાક્ય ટાંક્યું.
મુનિજી આ મમતાળુ સ્ત્રીને એક નજરે નીરખી રહ્યા. અરે, કોઈ પણ રાજાના મહેલમાં પોતાના અનુપમ સૌંદર્યથી સહેલાઈથી સ્થાન મેળવી શકે એવી સ્ત્રી પોતાના જેવા માણસ પાછળ કેવી ઘેલી છે ! નક્કી, ધર્મનું જ આ ફળ છે. ધર્મની શક્તિ અચિંત્ય છે, લોહને સોનું કરે છે. મુનિરાજ મનોમન આ સૌંદર્યવતી નારીના દાસ બની ગયા. અરે, જન્મ પુનર્જન્મ ને પૂર્વજન્મ માનનાર આપણે આ ભવનું સગપણ જોવા જઈએ છીએ અને બધો મેળ મેળવવા મથીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે ઘણી પ્રીતિ તો જન્મોજન્મની હોય છે. પૂર્વભવના અધૂરા પ્રેમયોગ આ ભવમાં પૂરા કરવાના હોય છે, ને આ ભવે ન કરીએ તો પરભવે પૂરા કરવા પડે જ છે. પછી ફાલ્ગુની મુનિના આગ્રહને વશ થઈ સ્વચ્છ થવા ગઈ. પણ ન જાણે કેમ ફાલ્ગુનીને ઠીક ઠીક વાર લાગી. ને મુનિને ફરી ઝાડા થવા લાગ્યા.
પૂનમે ફાલ્ગુનીને હાક મારીને બોલાવી. ફાલ્ગુની દોડતી આવી અને મુનિને ફરી સ્વચ્છ કરવા લાગી. આ વખતે મુનિનો આખો દેહ ખરડાયો હતો. ભારે ચીવટથી એ સાફ કરવા લાગી. ને એ વખતે અજાણતાં એનાં અંગોનો મુનિને રોમાંચકારી સ્પર્શ થવા લાગ્યો.
મુનિ મનોમન દરદને અભિનંદી રહ્યા. અરે, દરદ ન આવ્યું હોત તો સંસારના સાર રૂપ આ સૌંદર્યનું સાંનિધ્ય અને સેવા કેમ સાંપડત ? ધર્મશાસ્ત્રની આજ્ઞા સ્પષ્ટ હતી કે સાધુએ કે શીલવાન પુરુષે સ્ત્રીનું રૂપ કદી ન જોવું. કોઈ વાર અચાનક જોવાઈ જાય તો આંખ મીંચી દેવી ને ઈશ્વરનું નામસ્મરણ કરવું. પણ મુનિ વેલાકુલ માટે આજે એ ઊલટું બન્યું. એ આંખ ફાડીને જાણે ફાલ્ગુનીના રૂપને પી રહ્યા.
એમણે પોતાના અંતરમાં ઊતરીને જોયું તો એમને લાગ્યું કે ત્યાં, અંધારા આભમાં વાદળને પડદો ચીરીને વીજળી પ્રગટ થઈ જાય એમ, ફાલ્ગુની પ્રગટ થઈ ગઈ હતી અને પોતાનું શાસન ચલાવી રહી હતી.
168 ] શત્રુ કે અજાતશત્રુ
24
રૂપપુજા
આકાશના પટલમાં એકાએક ચમકેલી વીજળી જેમ આંખને આંજી દે, એમ ફાલ્ગુનીના રૂપ અને હાવભાવથી મુનિનાં ચિત્ત અને બુદ્ધિ અંજાઈ ગયાં હતાં.
‘અરે ફાલ્ગુની !' મુનિએ ફાલ્ગુનીના સરી જતા ઉત્તરવાસકને સાહી લીધો. મુનિને વારંવાર સ્વચ્છ કરવાના શ્રમમાં ચીવર સરી ગયું હતું ને ફાલ્ગુની એકવસ્ત્રા હતી.
ફાલ્ગુની તરત જ સ્વસ્થ થઈ ગઈ.
પતનના ઇતિહાસ બહુ રોમાંચકારી છે. માણસ એક વાર પતનની ખીણ તરફ મન-ચિત્તથી ધસવા લાગ્યો, પછી હજાર પ્રયત્ને પણ એ પાછો વળતો નથી; કદાચ એ વળવા માગે તોપણ વળી શકતો નથી. સેંકડો શાસ્ત્રીય ને વ્યવહારુ શિખામણો ત્યાં વ્યર્થ થાય છે, ને બચાવવાનો દરેક યત્ન વિડંબનારૂપ બની જાય છે.
શિકારી જેમ પશુને હાથ કરવા માટે હજારો પ્રકારનાં ખાદ્યો, પેયો ને બીજી સગવડો આપે છે તેમ, આવી સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે પુરુષને વશ કરવો હોય, ત્યાં સુધી જરૂર પડે તો એના ચરણમાં આળોટે અને એક વાર પુરુષ પશુ બની ખીલે બંધાઈ ગયો કે પછી સ્ત્રી દૂરની દૂર રહે. આકર્ષણના આ નિયમને એ જાણનારી હોય છે. એ પાસે આવવામાં માનતી નથી; પકડાયેલા પશુને તરફડતું રાખવામાં એ એના આકર્ષણનો વિજય માને છે.
સમર્પિત સ્ત્રીથી પુરુષ તરત ધરાઈ જાય છે. એને ચોરીનાં બોર મીઠાં લાગે છે. અસમર્પિત સ્ત્રીનું આકર્ષણ જીવનભર કામ કરે છે. સમર્પિત થવાનો ડોળ કરીને ફાલ્ગુની દૂર ખસી ગઈ. એક દિવસ ન દેખાય, બે દિવસ ન દેખાય.
બીજી તરફ મુનિની ઝંખના અજબ જોર કરવા લાગી. બેએક દિવસ ફાલ્ગુનીને ન જુએ કે તરત માંદા પડી જાય. જે ભક્તો રૂ અને અત્તર જેવા આ સંબંધને