________________
નિર્ણય કરી લઉં તો મને દુષ્કર નથી. મારા મૂઠીભર સિંહપાદ સૈનિકો આખા રાજમહેલને કબજે રાખી શકે એવા છે.”
યુવરાજ અશોક થોડી વાર શાંત બેસી રહ્યો. એના મનમાં જબરું મંથન જાગ્યું
અશોકચંદ્ર નમ્રતાથી કહ્યું.
“પ્રથમ વાત તો એ કે તમે સિંહાસન હાથ કરો.’ મહામંત્રીએ કહ્યું. | ‘સિંહાસનના સ્વામી પિતાશ્રી હયાત છે ને ?” યુવરાજે પ્રશ્ન કર્યો.
‘જરૂર. અમે તો ક્યારના એમના મોતની રાહ જોઈ રહ્યા છીએ, પણ સંસારનો નિયમ છે કે જેનું મોત વાંછીએ એ લાંબુ જીવે છે. એટલે એ બાબતનો ગંભીરતાથી વિચાર કરવો પડશે.’ સંન્યાસી દેવદત્તે કહ્યું.
‘જો સામ્રાજ્યને બચાવવું હોય તો અગ્નિ સાથે રમત રમવાની છે.' મહામંત્રીએ કહ્યું અને થોડીવારે ધીરા અવાજે ઉમેર્યું, ‘કદાચ પિતાશ્રીને જેલરૂપી મહેલમાં રાખવા પડે.'
અચાનક હિમ પડે અને છોડ ઠીંગરાઈ જાય, એમ બધા થોડી વાર સ્તબ્ધ બની રહ્યા; કોઈ કંઈ ન બોલ્યું.
મંત્રણાગૃહની દીવાલો જાણે સહુને ભીંસતી લાગી. - “મારા યોગસિદ્ધિના ચમત્કારો દર્શાવ્યા ત્યારે જ મેં ભવિષ્યવાણી ભાખી છે. જીવન અલ્પ છે, ને કાર્યસિદ્ધિ મોંઘી છે. મોંઘી ચીજ માટે સોંઘીનો ભોગ આપો. પિતાના આયુષ્યદપના નિર્વાણની રાહ જોશો તો એ પહેલાં તમારો દીપ પણ બુઝાઈ જવાની સંભાવના છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વધર્મ આડે પિતા કોણ, માતા કોણ ? લૌકિક સગાઈ અલૌકિક કાર્યસાધનાની વચ્ચે ન આવવી જોઈએ. નીતિજ્ઞ મહામંત્રી આ બાબતમાં શું કહે છે ?' ભિખુ દેવદત્તે પોતાનું વક્તવ્ય સ્પષ્ટ કરવા સાથે મહામંત્રીનો મત જાણવા માગ્યો.
‘રાજકાજનું સંચાલન મોટે ભાગે આજે તમારા હાથમાં છે. રાજકારણમાં તો જેના હાથમાં તેના બાથમાં. વળી પ્રજાને હું સંભાળી લઈશ.' મહામંત્રીએ કહ્યું ને આગળ ચલાવ્યું, ‘છેલ્લા કેટલાક વખતથી પાણી પહેલાં પાળ બાંધવા માટે મેં આ બભક્ત રાજાના શૃંગારી જીવનની વાતો પ્રજામાં વહેતી મૂકી છે. રાણી ચેલા પર પણ અવિશ્વાસ, એક રબારીની આઠ વર્ષની છોકરી સાથે સમાગમ, ભગવાન મહાવીરના ભક્ત થઈને પણ માંસભોજન તરફનો પ્રેમ વગેરે વાતો લોકોમાં પ્રચલિત કરી છે. વૈશાલીની વારવનિતા, જનપદકલ્યાણી, નગરવધુ આમ્રપાલી સાથેના ગુપ્ત પ્યારની અને એનાથી થયેલ પુત્રને મગધનો ભાવિ રાજા બનાવવાની વાતો પણ ચાલતી કરી છે. આ પ્રચાર છે. પ્રજા તો પાણીના વાસણ જેવી છે. જેવો રંગ નાખો એવો રંગ પકડી લે. પ્રજા છૂટથી દ્વિરંગી ચારિત્ર્યની ચર્ચા કરતી થઈ છે.'
| ‘અને સેના તથા સામંતો મારા હાથમાં છે. ચકલું પણ આ ઘટના સામે ચૂં કે ચાં નહિ કરે.” યુવરાજ અશોકચંદ્ર પોતાના તરફથી ખાતરી આપતાં કહ્યું, ‘મન સાથે
38 શત્રુ કે અજાતશત્રુ
થોડી વારે એણે કહ્યું, ‘મહારાજને અવશ્ય કેદ કરી લઈએ, પણ હમણાં હું રાજગાદી પર ન બેસું તો ?'
‘રાજા વગર હુકમ કોણ કાઢશે ? રાજા વગર કોણ કોનો હુકમ માનશે? પ્રજાના લોહીમાં રાજભક્તિ વહેતી હોય છે. એ તમને રાજા તરીકે સિંહાસન પર જોશે, એટલે વગર કહ્યું તમારી ભક્તિ કરવા લાગશે.' મહામંત્રી વચ્ચે કારે કહ્યું.
રાજા અશોકચંદ્ર થોડી વારે દૃઢતાપૂર્વક કહ્યું, “બહુ સારુ. તમારો નિર્ણય વધાવી લઉં છું. હવે કાર્યક્રમ કેવી રીતે પાર પાડવો તેની રૂપરેખા દોરીએ.”
ફરી બધા ઊંડા વિચારમાં પડી ગયા. થોડી વાર કોઈ કંઈ ન બોલ્યું. પરિસ્થિતિની ભીષણતા સહુને ડારી રહી હતી. રાજા બિંબિસારનું જીવન સોનાની થાળી જેવું હતું. અલબત્ત, એમાં થોડીક લોઢાની મેખ હતી, પણ કોનાં જીવન સર્વથા નિષ્કલંક ભાળ્યાં, ને એમાંય ખાસ કરીને રાજકારણી પુરુષોનાં? રાજા બિંબિસાર શ્રેણિક આખરે સિંહપુરુષ હતો. એની એક હાકલે પ્રજા જાગી જાય તેમ હતી.
‘શસ્ત્ર જેવી કોઈ વસ્તુ પાસે ન હોય ત્યારે મહારાજા બિંબિસારને કેદ કરવા જોઈએ.’ ભિખુ દેવદત્તે કહ્યું, ‘બૂઢા રાજામાં જુવાનને શરમાવે એવું દૈવત છે. એના હાથમાં તલવાર હશે તો ભયંકર રક્તપાત થયા વગર નહીં રહે.”
| ‘ભગવાન મહાવીરના દર્શને જતાં અથવા ધર્મચર્ચાની પરિષદોમાં એ નિઃશસ્ત્ર હોય છે, ત્યાંથી એમને પકડી લઈએ. વળી ધર્મપરિદામાં એમના હૃદયમાં વિરાગ રમતો હોય છે.” યુવરાજે કહ્યું.
‘જોજો, ધર્મમાં દખલ કરતા ના. ધર્મના નામે તો પ્રજા તરત મરવા-મારવા તૈયાર થઈ જશે. આપણે આ કાર્ય પૂરી સાવધાનીથી કરીએ. આ કાર્ય કર્યા પછી હું પોતે શ્રમણોનો અનુયાયી બનવાનો છું.' મહામંત્રીએ કહ્યું.
‘રાજાજી હમણાં નવી રાણી દુર્ગધાના મહેલે વધુ રહે છે. આપણે એને સાધીએ. એ રાજાને ખૂબ પ્યાર દેખાડે, છોકરવાદ કરે, હઠ લે, રાજાજી ઘોડા થાય, રાણી પોતે એના પર બેસે, અને બસ...' ભિખુ દેવદત્તે માર્ગ બતાવ્યો.
નિર્ણય લેવાઈ ગયો ને એ રાતે નવાં રાણી દુર્ગધાનો આવાસ કાવતરાબાજોથી ભરાઈ ગયો. સિંહપાદ સૈનિકો દરવાજે દરવાજે વેશ બદલીને બેઠા. સમય થયો અને મગધરાજ શ્રેણિક નવાં રાણીને મહેલે પધાર્યા..
રાજ કેદીની ગઈકાલ 39