________________
‘તમારું નિવેદન પછી, મંત્રીરાજ ! હું મારા પિતાને આ ઘડીએ જ ગાદીએ બેસાડવા માગું છું.”
‘રાજન ! એ બની શકે એમ નથી.' મહામંત્રીએ જરાક દઢતાથી કહ્યું.
‘કાં ? મને અટકાવનાર તમે કોણ ?' રાજાએ કહ્યું. એની વાણીમાં તેજીલા મિજાજનો ટંકાર હતો.
‘હું કોણ છું એ આર્યા ભુજંગી તમને કહેશે.' મહામંત્રીએ કહ્યું, “આવેશમાં ગૃહકલેશ ન થવા દો.’
‘આર્યા ભુજંગી ! તમારે જે કહેવું હોય તે જલદી કહો. હું વધુ થોભી શકું તેમ નથી.' રાજા અશોકે કહ્યું.
‘મારે કંઈ કહેવું નથી. એટલું જાણી લે કે જેવો તું રાજા બિંબિસારનો પુત્ર છે, એવો જ વસકાર પણ એનો જ પુત્ર છે. ઉપરાંત એ મગધનો મહામંત્રી પણ છે !’
‘શું કહો છો તમે આ !'
ઈશ્વરને સામે રાખીને કહું છું,' સંન્યાસિનીએ કહ્યું.
રહ્યા.
‘કઈ રાણીના પુત્ર છે, વસ્યકાર ?'
બધા આશ્ચર્યમાં ડૂબી ગયા ને પ્રશ્નના જવાબ માટે આર્યા ભુજંગી સામે તાકી
56 ] શત્રુ કે અજાતશત્રુ
8
રંગીન પડદા પાછળ
આર્યભુજંગી બધાની ઉત્સુકતાનો જવાબ આપવાને બદલે મૌન ઊભાં રહ્યાં. રાજા અશોકે જરા ક્રોધ અને થોડી કુતૂહલભરી નજરે આર્યા ભુજંગીને નખથી શિખા સુધી નિહાળી લીધાં. ખૂબ પાકીને પચકાઈ ગયેલ આમફળ જેવી એ દેહયષ્ટિ લાગતી હતી; છતાં કોઈ કાળે આ સુંદરીનું રૂપ-યૌવન અસાધારણ હશે, એ વાતની પ્રથમ દર્શને ખાતરી થઈ જતી હતી.
આર્યાના હોઠ હજીય ધનુષ્યની પણછ જેવા ખેંચાયેલા હતા અને કોઈના રક્તમાં રંગાયેલા હોય એટલા લાલ હતા. હજીય જો એ ઇચ્છે તો સાજ-સિંગારથી કોઈ નવયેવનાને પણ પાછી પાડી શકે એવી એ હતી.
રાજા અશોકે થોડીવારે આર્યા ભુજંગી પરથી નજર ફેરવીને મહામંત્રી વસકાર પર નાખી.
વસ્યકાર પોતાના પિતા બિંબિસાર શ્રેણિકના વિશ્વાસુ મંત્રી હતા; અને મહામંત્રી અભયકુમારે દીક્ષા લઈને મંત્રીપદ તજ્યું ત્યારથી તો એ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓએ રાજનીતિનો બહુ ઊંડો અભ્યાસ કર્યો હતો, અને પોતાની પ્રતિભા ને મેધાથી રાજકાજમાં કંઈક કરી બતાવવાની ઇચ્છા એમને પહેલેથી રહ્યા કરતી હતી. પણ ન જાણે કેમ, રાજા બિંબિસારે એમને બહુ આગળ આવવા દીધા નહોતા.
મહામંત્રી વસકાર અસાધારણ શક્તિશાળી માણસ હતા, પણ જેમ સૂરજના અજવાળામાં ગમે તેવો મોટો દીપક પણ ઝાંખો લાગે એવું એમનું થયું હતું. ત્યાગમૂર્તિ, તેજમૂર્તિ ને મહાન મુત્સદ્દી અભયકુમારની સામે એ ઝાંખા લાગતા. અભયકુમારે દીક્ષા લીધી અને એમનો માર્ગ સરળ થયો. પાછળના સમયમાં મગધરાજ બિંબિસાર અને મહામંત્રી વસ્યકાર વચ્ચે કંઈક મતભેદ જેવું પણ સંભળાતું હતું.
એ મતભેદ વૈશાલીની રાજનીતિ મગધમાં પ્રચાર પામે તે બાબતમાં હતો.