________________
રાજ રાણીઓને રૂપ પાળતાં આવડે, સંતાન પાળતાં ન આવડે ! વિલાસઘેલા રાજાઓને રમાડતાં તમને સારું આવડે, સંતાનને રમાડતાં ન ફાવે, કાં ?”
શાબાશ પિતાજી !! અશોકથી એકાએક બોલાઈ ગયું. એ આગળ બોલ્યો, “મા હું માનતો હતો કે પ્રેમ તો માતાનો, પિતા તો ઠીક, પણ અહીં તો જુદું જોઉં છું.”
‘ખુલ્લા દિલે કહું છું, કબૂલ કરું છું, કે પ્રેમ તો તારા પિતાનો, અશોક! તારા પિતા તને તેડીને ગાતા ગાતા નાચવા લાગ્યા. કંઈ કંઈ બાલચેષ્ઠી કરવા લાગ્યા, પણ તું એમ કંઈ માને ? મેં તારા પિતાને નિષ્ફળ જતાં જોઈ કહ્યું, ‘મૂકો ને હેઠો. રડતો રડતો થાકશે ત્યારે આપમેળે છાનો રહી જશે. હઠીલો હનુમાન છે.”
| ‘પણ તારા પિતા કોનું નામ ? એમણે તને ફેરવી ફેરવીને જોવા માંડ્યો, પંપાળવા માંડ્યો. અંગે અંગે ચુંબન ચોડવા માંડ્યાં. એમણે તારા પગ જોયા, માથું સુંવ્યું, હાથ જોયા ને તરત બૂમ પાડી :
“અરે ! કુમાર છાનો કઈ રીતે રહે ? આ એની આંગળી તો જુઓ, પાકીને પરુથી ભરાઈ ગઈ છે !'
- “અમે બધાં દોડી ગયાં. ને આંગળી જોવા લાગ્યાં. મિગાર બોલી, ‘હું જ હૈયાફૂટી છું, નહિ તો મને આ વાતનો તરત ખ્યાલ આવવો જોઈતો હતો. કુમારને અમે જ્યારે લેવા ગયાં ત્યારે ત્યાં ઉકરડામાં પડેલાં દાણા ને જીવાતે કૂકડાં ચૂગતાં હતાં. એક કૂકડું કુમારની આંગળીને ચાંચમાં લેતું હતું ને મૂકતું હતું. એ ચાંચ લાગી હશે, ઘાનું ધ્યાન ન રહેવાથી પાકીને પરુ થયું હશે.' | ‘તરત રાજવંઘને તેડાવવામાં આવ્યા. એમણે આવીને ઘા સાફ કર્યો, કંઈક ઔષધ લગાડ્યું ને પાટો બાંધ્યો. તરત તું છાનો રહી ગયો.”
| ‘મારા પિતાની સૂઝ જબરી ! નહિ તો હું તો રોતો રોતો અડધો થઈ જાત!” રાજા અશોકે કહ્યું. એ જાણે ભૂતકાળને વર્તમાનકાળ રૂપે નીરખી રહ્યો હોય એમ ભાવાવેશમાં આવી ગયો હતો, ‘મા ! તારા કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા પર મા કરતાં બાપનો વધુ પ્યાર હતો. મા ! જો હું રાજા ન હોત, આટલા મોટા દેશની જવાબદારી મારે માથે ન હોત અને ગણતંત્ર વૈશાલી મારું વિરોધી ન હોત તો તો મારા પિતાને પરમેશ્વરની જેમ જ પૂજત !'
કંઈ કહેતી નથી. મારો ધર્મ તો અરીસાધર્મ છે. જેવો માણસ છે એવો બતાવું છું. વત્સ ! એટલેથી તારું રૂદન-પુરાણ પૂરું થતું નથી. એ વખતે તો તું શાંત થઈ ગયો. પણ રોજ રાતે તું રડવા લાગ્યો. મને ઊંઘમાં ખલેલ બહુ ન ગમે, પણ તારા પિતા તો તરત જાગે, તને લે. તારી આંગળીમાં હજી થોડું થોડું પરુ થયા કરે. એના લપકારા થાય, એ કારણે તું રડે !”
54 | શત્રુ કે અજાતશત્રુ
| ‘તારા પિતા તારી આંગળીની આગળ-પાછળ પંપાળે, પણ તને ખાસ કંઈ આરામ લાગે નહિ, આખરે તારા પિતાએ મોંમાં આંગળી લઈને ચૂસી. મેં આનાકાની કરી, પણ એ તો ચૂસવા લાગ્યા-કંઈ પણ સંકોચ વગર, કંઈ પણ ધૃણા વગર !!*
“ઓહ માં ! આ તું શું કહે છે ?” અશોક વચ્ચે વ્યગ્ર થઈને બોલી ઊઠ્યો, ઓહ, મારા માટે મારા પિતા જેવું પ્રેમાળ આ સંસારમાં બીજું કોણ હશે ?”
‘વત્સ ! માતૃપ્રેમનાં જે ઘણાં ગુણગાન કરવામાં આવે છે, એ માટે બીજા પિતાઓની વાત તો નથી કરતી, પણ તારા પિતાના પુત્ર-પ્રેમ પાસે તો બીજા ફિક્કા લાગે છે. આવું એક દિવસ નહિ, અનેક દિવસ ચાલ્યું, તું રડવા લાગે કે તારી આંગળી એ મોંમાં લે ! તારી આંગળી પરુથી ગંધ મારે. પણ તારા પિતા લેશ પણ સંકોચ ન કરે; બલ્ક કહે,
‘રાણી માણસનું થંક એ મોટી ઔષધિ છે. જીભ દાઝી જાય તો આપણે મલમ લગાડતાં નથી, ઘૂંક જ એને રૂઝ લાવી દે છે. કુમારની આંગળી જુ ઓ ને, કેવી સરસ થતી જાય છે ! વત્સ ! જે દહાડે તારી આંગળી સારી થઈ ગઈ તે દિવસે તો એમણે મોટો ઉત્સવ કર્યો.'
મા ! હું હમણાં ને હમણાં જાઉં છું, પરમેશ્વર જેવા મારા પિતાને મુક્ત કરીને એમના ચરણમાં પડીને માફી માગું છું. એ મને માફી આપશે ને ?” રાજા અશોક ગળગળો થઈ ગયો.
ક્ષમાધર્મના તો એ પૂજારી છે. ગમે તેવા જન્મજાત વેરીને માફી આપવી એ એમનો ધર્મ બન્યો છે. પોતાના કોઈ કૃત્યથી તારે પિતાને કેદ કરી જગફજેતી વહોરવી પડી, એ કારણે તેઓ પોતે જ દુઃખી છે.' રાણી ચેલાએ કહ્યું.
‘હમણાં જ ચાલ્યો, મા ! મારા પિતાને લાવીને ફરી ગાદીએ બેસાડીશ. અને હું એમનાં ચરણ સેવીશ.’ અશોક પૂરું જમ્યા વગર ઊઠ્યો.
ત્યાં દ્વારમાંથી કોઈએ પ્રવેશ કરતાં કહ્યું, ‘નીતિશાસ્ત્ર કહે છે કે રાજાએ સહસા કર્મ ન કરવું. આઠ પ્રહર, ચોવીસ પ્રહર કે અડતાલીસ પ્રહર એનો વિચાર કરવો.”
કોણ, મહામંત્રી વસ્યકાર ? શું છે ? હમણાં ને હમણાં હું કારાગારમાં જવા માગું છું.” રાજા અશોક હજુ ભાવાવેશમાં હતો. એણે બીજું કંઈ ન સાંભળ્યું.
‘હમણાં ને હમણાં નિવેદન કરવા ચાહું છું.’ મહામંત્રી વાસ્યકાર આગળ આવ્યા. એમની પાછળ એક તેજસ્વી સ્ત્રી હતી. એ વૃદ્ધા હતી, સંન્યાસીની હતી, પણ એનું રૂપ-લાવણ્ય અનેરો ઇતિહાસ કહેતું હતું.
- થુંક એ પણ ઔષધી છે .
માતાને વખાણું કે પિતાને વંદુ ?T 55