________________
રાજાઓના રથ આશ્રમમાં લાંગરવા લાગ્યા. શ્રીમંતોની પાલખીઓની આવેજાથી રસ્તો ધમધમી રહ્યો. વૈશાલીના શ્રેષ્ઠ નગરજનોના પ્રવાહો હવે બે બાજુ વહી રહ્યા, એક વૈશાલીની મહાગણિકા આમ્રપાલીના આવાસ તરફ; બીજો ગંડકી તટના મહાત્મા વેલાકુલના આશ્રમ ભણી.
સૌંદર્ય અને ભક્તિની ગંગા-યમુના ત્યાં ભરપૂર વહી રહી. સંથાગારમાં બંનેની ચર્ચાઓ થવા લાગી. ધીરે ધીરે મહાત્મા વેલાકુલ એટલે વૈશાલીનું સમર્થ પ્રતિનિધિત્વએવી માન્યતા પ્રચલિત થઈ ગઈ અને મુનિ વૈશાલીથી નહિ, પણ વૈશાલી મુનિ વેલાકુલથી વિખ્યાત બની રહી. અને સર્વત્ર લોકસેવક વેલાકુલની વાહ વાહ થઈ રહી.
એમણે પણ સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણ-પ્રજાકલ્યાણ પર વિશેષ લક્ષ આપવા માંડ્યું. એમનો આશ્રમ જાણે લોકકલ્યાણની યજ્ઞશાળા બની રહ્યો.
યોગીઓને પણ અગમ્ય એવો સેવાનો માર્ગ સ્વીકારીને પરમાર્થે પ્રાણ આપનાર મહામુનિ અલ્પ સમયમાં જ લોકહૃદયમાં ઊંચા આસને બિરાજી રહ્યા.
હતો, વળી કોઈને રાજાની કરચોરીની ભીતિ કોરી ખાતી. સૌને લોભ એવો વળગ્યો રહેતો કે સહેજે કરચોરી થઈ જતી, એટલે જેમ કરચોરી છોડાતી નહિ, એમ ભીતિ પણ છૂટતી નહિ. અને એથી કમજોર બનેલું હૈયું પીપળાની ટોચ પર રહેલા પાનની જેમ થરથર ધ્રૂજ્યા કરતું. ન માલુમ ક્યારે શું મુસીબત આવી પડે. આવા હૈયાને અહીં કંઈક આશ્વાસન મળતું.
કોઈને રૂપનું દુઃખ, કોઈને સત્તાનું શુળ ને કોઈને ધનની વેદના - એમ ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા લોકો અહીં આવતા. એમને અર્દીનું વાતાવરણ ખૂબ શાંતિ પમાડતું. તેઓને હંમેશાં એક વાતનું આશ્વાસન રહેતું કે જો પોતે પાપના આચરનાર છે, તો એ પાપથી છોડાવનાર પણ કોઈક છે ખરા !
એકદા પ્રાર્થના ચાલતી હતી ને એકાએક નદીમાં ઘોડાપૂર આવ્યું. જોતજોતામાં બે કાંઠા તો છલકાઈ ગયા, પણ હવે કાંઠા ભેદીને પૂર આગળ વધવા માંડયું. સૌને થયું. હમણાં તણાઈ ગયા સમજો ! લોકો ગભરાઈ ગયા અને ઊઠી ઊઠીને ચારેકોર નાસભાગ કરવા લાગ્યા.
આ વખતે મુનિ ભટ્ટે કહ્યું, ‘કોઈ પોતાનું સ્થાન ન છોડે, કોઈ પોતાની પ્રાર્થના ન તજે , જળ પણ જીવ છે. હું જળને આજ્ઞા કરું છું કે પોતાની મર્યાદામાં રહે. દરેક જીવ મર્યાદામાં રહ્યો જ શોભે છે.’
જળના તરંગો તો રાક્ષસી રીતે ઊછળતા હતા. પણ મહામુનિની આજ્ઞા થતાં એ કંઈક શાંત થયાં. પૂરનો ભયંકર ઘોષ શમતો લાગ્યો. ઊછળતાં-કૂદતાં જળ થોડી વારમાં ધરતી પર શાંતિથી વહી રહ્યાં. ને છેવટે બે કાંઠામાં જઈને સમાઈ ગયાં. બે કાંઠા વચ્ચેનું તાણ જબરું હતું. પણ હવે એ કુળવધૂની જેમ કાંઠાની મર્યાદા લોપતાં નહોતાં. પળવારમાં તો જાણે એમ જ લાગ્યું કે પૂર આવ્યું જ નહોતું.
લોકોએ મુનિ ભદ્રનો જયજયકાર વર્તાવ્યો.
તેઓએ મુનિ સામે જોયું તો તેમનાં નેત્રો હજીય જનતરંગો પર સ્થિર થઈ રહ્યાં હતાં. જાણે પૂરની શેષ શક્તિને નાથવા ત્રાટક કરતાં ન હોય !
લોકોએ ફરી જયજયકાર ઉચ્ચાર્યો : જય હો મહામુનિ વેલાકુલનો !' ‘જય હો પાણીને મર્યાદામાં મૂકનાર મહામુનિનો !'
ત્યારથી મહામુનિ ભદ્ર વેલાકુલને નામે વિખ્યાત થઈ ગયા અને ગણ્યાગાંઠયા દિવસોમાં એમની પર્ણકૂટી આશ્રમમાં પલટાઈ ગઈ. મહામુનિ ભદ્ર હવે મહામુનિ વેલા કુલને નામે એક ચમત્કારી મહાત્મા લેખાવા લાગ્યા. અને ચમત્કારને નમસ્કાર કરવા ટેવાયેલા લોકોને એમને આંગણે જાણે મેળો જામવા લાગ્યો.
154 | શત્રુ કે અજાતશત્રુ
મહામુનિ વેલાકુલ 1 155