________________
ભેદ ફાલ્ગનીને ઘડીના છઠ્ઠા ભાગમાં મળી ગયો. વર્ષાની એક રાતે અને યોગીની યોગ-શયાએ ભાવિ ઇતિહાસમાં ભૂકંપ જગાવ્યો.
મુનિજીએ એકાંતમાં ફાલ્ગનીના રક્તકમળ જેવાં ચરણ પકડી લેતાં કહ્યું. ‘દેવી, હવે હું તારો દાસ છું. કોઈ પ્રકારની કરતાં પહેલાં એટલું યાદ રાખજે કે યોગીનું પતન એના ઉત્થાન જેટલું જ મધુર હોય છે.”
‘એમ કે ?” ફાલ્ગનીએ પોતાનાં માછલી જેવાં ચંચળ નયન નચાવતાં ઉત્સુક ભાવે કહ્યું. એ જાણતી હતી કે હવે માછલું જાળમાં બરાબર સપડાયું હતું.
| ‘હા, સુંદરી ! વિશ્વામિત્ર જેવા ઋષિના મેનકા સાથેના સંપર્કનું પરિણામ તપસ્વીની શકુંતલા. અને તપસ્વિની શકુંતલાના સમર્પણનું પરિણામ એ સર્વદમનચક્રવર્તી ભરત !”
‘પણ ઇતિહાસનો મારો અભ્યાસ જુદી રીતનો છે. એવા બધા સમર્પણને અંતે શકુંતલાને શું મળ્યું ?' ફાલ્ગનીએ વચ્ચે પ્રશ્ન કર્યો.
‘સુંદરી ! હું કંઈ દુષ્યન્ત નથી. હું તો તારો દાસ છું. તારે કોઈ ભય કે શંકા સેવવાની જરૂર નથી. તું જે કહીશ તે કરીશ. શક્તિને કોણ નમ્યું નથી?” મુનિ પોતાને અનુકૂલ એવાં જૂનાં દૃષ્ટાંતો આપી રહ્યા.
“પુરુષના ચિત્તનો ભરોસો નહિ. એને તો રીઝતાંય વાર નહીં અને ખીજતાંય વાર નહીં. જો તમારી વૃત્તિ સાચી હોય તો મને અત્યારે જ વચન આપો કે મેં જે યોગ્યયોગ્યપણાનો આ ઘડીએ વિચાર ન કર્યો, એમ તમે પણ હું કહું તે ઘડીએ કર્તવ્યમાં યોગ્યયોગ્યપણાની તરાજૂ નહિ પકડો, અને મારી વાતનો સ્વીકાર જરાય શંકા-કુશંકામાં ઊતર્યા વિના કરી લેશો.' ફાલ્ગનીએ મુનિને બરાબર સકંજામાં લેવા માંડ્યા.
‘અવશ્ય, ઇષ્ટદેવના શપથથી કહું છું.'
‘લોકો તમને નુગરા કહે છે. જેને માથે ગુરુ ન હોય એની વાણી વિશ્વાસ કરવા લાયક નહિ.” ફાલ્ગનીએ મુનિને બધી રીતે બાંધવા માંડ્યા, ‘તમારા ઇષ્ટદેવ કોણે, તે તો હું જાણતી નથી, ફક્ત તમારી ઇષ્ટ દેવીનું નામ જાણું છું.”
‘કોમ છે મારી ઇષ્ટદેવી ? નામ આપ.” ‘તમે જ વિચારી લો, “મારી દેવી તો તું જ છે. તું જ મને ઇષ્ટ છે.’ મુનિએ લાગણીભીના સ્વરે કહ્યું,
‘તમને હું ઇષ્ટ નથી. આ ફાલ્ગની ઇષ્ટ નથી. માત્ર ફાળુનીનો આ દેહ ઇષ્ટ છે. મુનિ ! તારી ઉપાસના આત્માની નથી, દેહની છે.” ફાલ્ગની મુનિને તુંકારે બોલાવી રહી. એને જાણે એ અધિકાર વગર માગ્યે મળી ગયો હતો.
176 શત્રુ કે અજાતશત્રુ
ફાલ્ગની, આત્માને ઓળખવો કે પારખવો મુશ્કેલ છે. એ તો મોટી સાધનાની અપેક્ષા રાખે છે. પણ હંમેશાં સ્કૂલમાંથી સૂક્ષ્મમાં જવાય છે. સંસાર જેને કદાચ પોપ કહેવાની હિંમત કરે એને હું પુણ્ય કહું છું. હાશ, મારા અંતરમાં ઊછળી રહેલો કામનાનો સાગર તારા વડે પાર થયો. તારી નજરમાં ભલે હું મારા ઇષ્ટદેવનું નામ લેવાનો લાયક ન રહ્યો હોઉં, પણ દરેકના અંતરમાં દેવ વસે છે.”
‘તમારા અંતરના દેવને એક દેવી-ચંડિકા ભરખી ગઈ, કાં ?” ફાલ્ગની જાણે મુનિને ઉશ્કેરી રહી.
ના, એ દેવીએ દેવ તરફ જવાનો માર્ગ સુલભ કર્યો. હું યોગી છું, ફોલ્સની ! દૃષ્ટિનો રાગ ભયંકર છે. પોતાની પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે એક નેહભરી નજરને માટે એ ઝૂર્યા કરે છે. એ કર્મ-ધર્મ બધું વીસરી પ્રિયના સ્મરણમાં મગ્ન બને છે. મારો દૃષ્ટિરાગ આજે પૂરો થયો. ફાલ્ગની અને હું એક થઈ ગયાં. યોગીને યોગ મળ્યો. તારા વિના મારો યોગ ખોવાઈ ગયો હતો, હાશ, હવે ચિત્તમાં શાંતિ વ્યાપી છે. પાપીમાં પાપી ગણાતો મારો દૃષ્ટિરાગ આજે નાશ પામ્યો છે. એક અને એક મળીને આપણે અગિયાર થયાં છીએ. આજ્ઞા કર દેવી ! તારું પ્રિય એવું કયું કાર્ય હું સાદું ?’ મુનિ પૂરેપૂરા પરવશ બની ગયો.
મારા રાજા પાસે ચાલો.’ કોણ તારા રાજા ?” મુનિએ કહ્યું. ‘મગધપતિ અજાતશત્રુ.”
ઓહ, પેલો પિતૃહત્યારો અજાતશત્રુ !” પારકાના દોષ ન જુઓ, મુનિ, તમને કોઈ ગુરુહત્યારા કહે તો ?”
‘આપણી વચ્ચે હવે વિવાદ ન શોભે. સંવાદ શોભે રે પ્રિય સખી ! તારા રાજા પાસે તો શું, તું કહે તો તારી સાથે રૌરવ નરકમાં પણ ચાલ્યો આવું !
‘મને વચન આપો છો ?' અરે ઘેલી, કેટકેટલી વાર વચન આપું ?'
એમ નહિ, તમે મારા રાજા પાસે આવો, અને તમારા તપસ્તેજથી આકર્ષાઈને એ માગણી કરે કે તમે મગધના ધર્મગુરુ બનો, તો બનશો ?” ફાલ્ગનીએ મુનિને આકરી તાવણીમાં મૂકી દીધા.
‘વૈશાલી અને મગધ વચ્ચે તો વેર છે. એકનો ગુરુ એ બીજાનો ગુરુ કેમ બની શકે ?” ‘જે ન બની શકે તે બનાવવું એનું નામ જ વચનપાલન. યોગીને વળી આ દેશ
યોગીનો યોગ 177