________________
વિશેષ બળ છે, અને હું મારા તમામ સાધુઓને સલાહ આપું છું કે ગોશાલક શું બોલે છે, તે ન જોવું, એની સાથે વાદ-વિવાદમાં ન ઊતરવું. તેમજ તેના સંપ્રદાય વિશે કંઈ હીણું પણ ન કહેવું. તમે સત્ય હો, પછી અસત્યની ચિંતા કેવી !'
પ્રભુ ! એ ગમે તેમ બોલે તોય ?' શિષ્યોએ ભદ્રિકતાથી પૂછ્યું : “હા. બાળક રમતમાં તમને તમાચો મારે, તમારી મૂછ ખેંચે, તો તમે શું કરો ?” ‘ગોશાલક બાળક છે ?'
‘એ અજ્ઞાની છે અને અજ્ઞાનીમાત્ર બાળક છે. જેમ બાળકની ભૂલ આપણે ક્રોધથી નહિ પણ પ્રેમથી સુધારીએ, એમ ગોશાલકની બાબતમાં સમજવું.' પ્રભુ મહાવીરે કહ્યું.
‘ગમે તેમ તોય એ એક વારનો આપનો શિષ્ય ખરોને ?” સભામાંથી એક જણાએ કહ્યું.
મારો શિષ્ય હતો, એની ક્યાં ના છે ?' મહાવીરે નિખાલસતાથી કહ્યું. આ શબ્દોમાં મુમુક્ષુ જીવો તરફની એમની સહૃદયતા ગુંજતી હતી.
એ જ વખતે એકાએક સભામંડપની બહાર કોલાહલ સંભળાયો. સાગરનાં મોજાં ધસ્યાં આવતાં હોય, એવો એ જનરવ હતો. થોડી વારમાં ‘અરિહંત ગોશાલકની જય'ના અવાજો આવ્યા. ને એ સાથે ભભૂકતી જવાલા જેમ ઘરમાં પ્રવેશ કરે એમ આર્ય ગોશાલકે પરિષદામાં પ્રવેશ કર્યો.
આ આવ્યો તમારો ચેલો !” આટલી ટીકા કરતી પરિષદા ખડી થઈ ગઈ.
‘કોનો ચેલો છું ?’ ગોશાલકે સર્પના જેવો હુંકાર કર્યો. એ શબ્દોએ જાણે સભાને દઝાડી.
કોઈએ સામો પ્રતિવાદ ન કર્યો, પણ ગોશાલકની પાછળ નમીને ઊભેલી એક વ્યક્તિએ કહ્યું. “મહાવીર કહે છે, ભરસભામાં કહે છે – મંખલીપુત્ર ગોશાલક મારો ધર્મસંબંધી શિષ્ય છે ! આજ એ વાતનો નિર્ણય થવો ઘટે !'
‘રે મહાવીર ! એક અહંતનું આવું અપમાન ? અરે સભાજનો ! હું મહાવીરનો ચેલો હતો એવી જે કિંવદન્તી છે એ જૂની છે. આજે તો મારો આઠમો ભવ ચાલે છે : ને આ ભવે હું મોક્ષે જઈશ. મેં જે રહસ્ય શોધી કાઢયું છે, અને જે અનુસરશે, એ પણ મોક્ષે જશે.' ‘તમારા સાત ભવ ક્યા ?’ સભામાંથી પ્રશ્ન આવ્યો.
મારા સાત ભવ સાંભળવા છે ? સાંભળો. કુમાર અવસ્થામાં મારા કાન પણ વીંધ્યા નહોતા ત્યારે મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને બ્રહ્મચર્ય ધારણ કર્યું. એ મારો
પહેલો ભવ.’
વાહ, વાહ, આપનું નામ એ વખતે ?” | ‘ઉદાયી. હવે મારો બીજો ભવ રાજગૃહ નગરીની બહાર મંડિકુક્ષી ચત્ય વિશે વીત્યો. એ વખતે મારું નામ ઐણેયક હતું. બાવીસ વર્ષ જેટલી અવધિમાં એ ભવ પૂરો થયો.”
વાહ, ધન્ય આર્ય ગુરુ ગોશાલક ! વાહ અરિહંત.” એક અવાજ આવ્યો. અરિહંત શબ્દ સભામાં સભાજનો વચ્ચે પરસ્પર વિવાદ જગાડ્યો.
| ‘અરે, અરિહંત તો એક જ છે !' સામેથી પ્રતિવાદ થવા માંડ્યો અને વાતાવરણમાં ગરમીનો પારો વધવા લાગ્યો.
ગોશાલકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “મારો ત્રીજો ભવ ઉંદડપુરનગરની બહાર, ચંદ્રાવરણ ચૈત્ય વિશે વીત્યો; મલ્લરામ એ વખતનું મારું નામ !'
વાહ રે મલ્લરામજી !' સભામાંથી અવાજ આવ્યો. સભા અને આગંતુક લોકો એકમેકમાં એટલા ભેળસેળ થઈ ગયા હતા કે અવાજ કોણ કરે છે ને ક્યાંથી આવે છે, તેની કલ્પના પણ થઈ શકતી નહોતી. આ અવાજો ગરમીનો પારો વધુ ને વધુ ઊંચે ચઢાવતા હતા.
ગોશાલકે પોતાનો ચાલુ અવાજ વિશેષ તીવ્ર કરતાં કહ્યું, ‘મલ્લરામનો મારો ભવે ૨૧ વર્ષનો હતો. અને એનાથી એક વર્ષ ઓછો મારો ભવ મંડિરનો હતો. ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈત્યમાં હું વસતો હતો. પાંચમો મારો ભવ વારાણસી નગરીની બહાર મહાકાળવન વિશે હતો. રોહ, મારું નામ !'
‘ગંગાકાંઠે રહ્યા તોય ન સુધર્યા ?’ સભામાંથી અવાજ આવ્યો. ‘ગંગાકાંઠે તો દેડકાંય રહે છે !બીજો અવાજ આવ્યો.
| ‘અરે મૂર્ખ લોકો ! મહાન અહંતનું આવું અપમાન !' સામો અવાજ આવ્યો. એ ગોશાલકનો હતો, પણ એ સાવ ફેરવાઈ ગયો હતો. વાતાવરણ વિષભર્યું બની ગયું !
ગોશાલકે અવાજને વિશેષ તીવ્ર બનાવ્યો, આકાશમાં જાણે મેઘ બાખડ્યા !
‘ભારદ્વાજ નામ, અલાભિકા નગરી ને પ્રાપ્તકાલ ચૈત્ય એ મારો છઠ્ઠો ભવ અને સાતમો ભવ વૈશાલી નગરીની બહાર કુડિપાયન ચૈત્ય. ગૌતમપુત્ર અર્જુન મારું નામ. માત્ર ૧૭ વર્ષનો આ ભવ. અને છેલ્લો ભવ-શ્રાવસ્તી નગરીમાં હાલાહલા પ્રજાપતિના ત્યાં મંખલિપુત્ર અહંત ગોશાલકના નામથી.’
પ્રભુ મહાવીર આ વખતે ધીરેથી બોલ્યા. ‘સત્યનો એક ભવ, અસત્યના હજાર ભવ. ચોર જેમ છુપાવા માટે ખૂણાખાંચરા ખોળે, નવા નવા વેશ પરિધાન કરે, નવાં
194 | શત્રુ કે અજાતશત્રુ
તેજોવેશ્યા 1 195