________________
વાહ, વાહ ! ભૂતની ચોટલી ખરી હાથમાં રાખી છે તમે તો !'
‘ગણતંત્રમાં આવાં ભૂતો ઘણાં હોય છે, ને એનો ડર મોટો હોય છે. અમારે વિરોધ પક્ષ તરફ સતત નજર રાખવી પડે છે. તમારે પણ એમાં અમને મદદ કરવી પડશે.’
જરાક ન્યાયપ્રિય છું; બાકી તો મારી ચામડીના જોડાની જરૂર પડે તો તે કાઢી દેવામાં લેશ પણ સંકોચ નહિ અનુભવું. ગણતંત્રનો વિજય એ જ હવેથી મારો જીવનમંત્ર છે !' વર્ષકારે કહ્યું.
વર્ષકાર આવા મોટા આદર્શ પાછળ પોતાને નુકસાન કરી ન બેસે એ માટે પ્રજાજનોએ કહ્યું : “ઘણાં લોકો મોટાં મોટાં સૂત્રોથી ભરમાઈ જાય છે. ખરી રીતે ગણતંત્રનો વિજય એ અમારા જૂથના વિજયને આભારી છે. અમે જીત્યા તો ગણતંત્ર જીત્યું; અમે ડૂળ્યા તો એ ડૂળ્યું.'
‘આ વાત ન સમજું એવો હું મૂર્ખ નથી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં મન, વચન ને કાયાથી કંઈ પણ સેવા થઈ શકે એમ હોય તો એ કરવાની મારી મનોભાવના છે.”
‘બોલો ગણતંત્રની જય !' પ્રજાજનો હર્ષાવેશમાં આવી ગયા. તેઓને જે વાત કહેવાની હતી તે કહેવાઈ ગઈ હતી અને જે વચન લેવાનું હતું તે લેવાઈ ગયું હતું.
‘પણ આપણે એક વાત ભૂલી ગયા : અમારા લોકસેવક મુનિ વેલાકુલને ક્યારે મળવું છે ?' પ્રજાજનોએ કહ્યું.
‘સંથાગારના નિર્ણય પછી.' ‘તમે એ નિર્ણયથી આટલા કાં ડરો ?'
‘અમારે ત્યાં એકને જ સમજાવવાનો હોય છે; અહીં અનેકને કાબૂમાં લેવાના હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મુંડે મુંડે મતિર્ભિન્ના – મગજ મગજની વાત ન્યારી !”
‘એકમાંથી અનેક અને અનેકમાંથી એક મંત્રીરાજ ! તમે ટાઢા છાંયે બેસો. વાદવિવાદ ઘણા થશે. વીજળીઓ ચમકશે, ગર્જનાના ઢોલ પિટાશે, તમને ઘડીભર એમ પણ લાગશે કે વાતનો દોર હાથથી ગયો, પણ એ વખતે મદારી જાદુની લાકડી ફેરવે અને બધું શાન્ત થઈ જાય, એમ અમે મતલાકડી વચ્ચે નાખીશું, મત લેવરાવીશું. માણસનું જૂથ તો અમારું જ મોટું હશે, એટલે આખરે વિજય આપણો જ થશે.”
વાહ વાહ ! તમારા મહત્ત્વાકાંક્ષી જૂથનો મને આજીવન નમ્ર સેવક માની લેજો.’ વર્ષકારે ઉપસંહાર કર્યો.
પ્રજાજનોના આ જૂથે આખરી વિદાય લીધી.
નાન-સંધ્યા પતાવી વર્ષકાર અતિથિગૃહની અગાસીમાં આવ્યા ત્યારે વૈશાલીના ઊંચા મિનારાઓ પાછળ સૂરજ આથમતો હતો અને હર્યો, પ્રસાદો ને ભવનોના તેજવેરતા સુવર્ણકળશો આકાશને ચુંબતા હતા.
258 1 શત્રુ કે અજાતશત્રુ
વૈશાલીના સૈનિકો ઘોડા પર ચઢી હવાનો આસ્વાદ લેવા દૂર દૂર ચાલ્યા જતા હતા. એમના મસ્તક પર રહેલી સુવર્ણપિછની કલગીઓ ખૂબ શોભા દેતી. હમણાં હમણાં સ્ત્રી-સેનાનો ઠરાવ પસાર થયો હતો, ને સ્ત્રી-સૈનિકાઓ પણ હવે ચારે તરફ ગણવેશમાં ફરતી દેખાતી હતી. આ વેશમાંય એ ખૂબ મોહક લાગતી. અત્યારે સ્ત્રીસૈનિકાઓ ઘોડે ચઢી બહાર નીકળી હતી. સૌંદર્ય ગમે તેવી અવસ્થામાં સૌંદર્ય જ રહે છે – ઘાટ જુદો, બાકી હેમનું હેમ.
વૈશાલીમાં પ્રાચીન નિયમ એવો હતો કે વીસથી પચીસ વર્ષના રાજ કુમારે કે ક્ષત્રિય સાધનાની અવસ્થામાં સ્ત્રીનું મુખ પણ ન જોવું. પણ વૈશાલીના નવજુવાનોએ જેમ જનપદપ્રિયાનો કાયદો કરાવ્યો, પોતાના વીરત્વને અપમાનજનક લાગતા ભૂતકાળના દેવોને ઉખાડી ફેંકાવ્યા, એમ કાયદાથી આ નિયમના પણ ચૂરેચૂરા કરી નાખ્યા હતા. એ કહેતા : આવા નિયમો તો જુવાનોની પામરતાનાં પ્રદર્શન છે !
અને આ નિયમ દૂર થયા પછી ઘણા સૈનિકોને સ્ત્રીસૈનિકો વિના બહાર નીકળવું ન ગમતું. જ્યારે નર સૈનિક અને નારી સૈનિક સાથે નીકળતાં ત્યારે એમનો ઉત્સાહ અપૂર્વ રહેતો. લોકો કહેતાં કે આટલી તાજગી કોઈના મોં પર પહેલાં કદી નથી દેખાઈ ! આ સહચારમાં જીવન જાગે છે, સ્કૂર્તિ આવે છે, કામ કરવાનો ઉછરંગ રહે છે.
ભગવાન મહાવીર અને લોકગુરુ બુદ્ધના પ્રભાવથી અહીં ધૂત અને શિકાર બંધ જેવાં થયાં હતાં, પણ કેટલાક મનોવિજ્ઞાનશાસ્ત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે આ રીતે મનને અંકુશમાં મૂકવાથી એની સ્વાભાવિક શક્તિઓ કુંઠિત બની જાય છે. વિકૃતિનાં મૂળ નિયમનમાં રહેલાં છે. કેટલાક ઉત્કાન્તિવાદીઓએ તો એ પણ જાહેર કર્યું કે પશુની પશુતા પણ બંધનને આભારી છે, એને મુક્ત કરો અને એ પશુ મટી જશે. કોઈ પણ જાતનું નિયમન ન જોઈએ, નિયમન એ તો એ બંધન છે, અને બંધન તો પશુને ઘટે.
- સંથાગારમાં આ ઠરાવ આવ્યો ત્યારે ભારે ઊહાપોહ થયો. ધૃત અને શિકાર સામે ભારે સૂગ પ્રગટ થઈ. આખરે એવો નિર્ણય થયો કે, સંસ્કારિતાની દૃષ્ટિએ છૂટ આપવી યોગ્ય લાગે તો આપવી; અને તે માટે યોગ્ય કરવા-કરાવવા માટે એક સલાહકાર મંડળી નીમી.
આ મંડળીએ ઊંચા માણસો સંસ્કારી રીતે હાર-જીત રમી શકે તેવી રમતો શોધી આપી. એ માટે રાજની જરૂરી મંજૂરી લઈ લે ને રમે. એ હાર-જીતના દ્રવ્યમાંથી થોડો હિસ્સો રાજને પણ મળે. સારાંશમાં, ઊંચા સંસ્કારી વર્ગોમાં આ ધૂત રયાયું. પ્રજા જો ધૂત ખેલે તો દંડને પાત્ર બને. એટલે ધૂત ઊંચા પ્રકારની રમત બની ગઈ. અને માત્ર હલકા ને ગરીબ પ્રજાજનો દ્વારા રમાતું ધૂત દંડનીય ઠર્યું.
જૂથબંધી 1259