________________
પડે, અને યુદ્ધ તરફ આકર્ષણ થાય ! આ નરસિંહો કરતાં તો જંગલના સિંહા સારા, કે જેઓ પેટ કાજે હિંસા કરે છે. આ નરસિંહોએ તો જગતમાં નિરર્થક હિંસા ઓદરી
હતી ?
“ઓહ ! ગણતંત્રની પ્રજાનો બૌદ્ધિક ને માનસિક વિકાસ અજબ છે ! પણ આમાં તો પુરુષ સાથે સ્ત્રીઓની પણ પ્રતિમાઓ છે, એ સતીઓના સન્માનમાં શું વાંધો છે ?
મંત્રીરાજ ! અમારાં કેટલાંક તર્કશુદ્ધ પુરુષો અને સ્ત્રીઓ માને છે, કે આ સતીઓએ માત્ર એક પુરુષ પાછળ જ ભોગ આપ્યો; જે સહન કર્યું તે એક વ્યક્તિ માટે જ કર્યું. તેઓએ દેશનો ખ્યાલ રાખ્યો હોત તો સતી થવાને બદલે જીવિત રહીને વધુ સેવા કરી શકત. આવી સ્ત્રીઓને આજની નવયુવતીઓ પૂજે તો જ તે દહાડે એ માત્ર એક વ્યક્તિને જ ભજે અને વ્યક્તિવાદનું અનિષ્ટ પ્રવેશ કરી જાય, અને સમષ્ટિ માટે સહન કરવાની વાત વીસરાઈ જાય. અહીં તો સમષ્ટિની પૂજા છે.' નગરજનોએ ઉત્તર વાળ્યો.
‘બહુ, ‘વધુ’ એ તમારા ઉપાસ્ય દેવ છે. પણ અહીં તો અને સ્ત્રી-પુરુષોનાં યુગલો આવે છે ને જાય છે.' મહામંત્રી વાસકારે ચારે તરફ નજર નાખતાં કહ્યું.
‘એ કંઈ પૂજા માટે નથી આવતાં, પ્રેમ માટે આવે છે. અહીંનાં ઉદ્યાનોમાં એ હરશે, ફરશે, ગીત ગુંજ શે, ઝૂલે ઝૂલશે ને રસામૃતનું પાન કરશે. પ્રેમ અમારો પ્રભુ
પ્રતિમાઓ છે. આપણા ભૂતકાળનો એ ઇતિહાસ છે. પણ એ ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે મનમાં શ્રેષના અંકુર જાગે છે. અમુક રાજાએ વૈશાલીના વીરને હણેલા. અમુક રાજાએ અમુક વીરની હત્યા કરી. એટલે એની પત્ની સતી થઈ. આવું આવું વાંચી આંખમાં કરકરી ને મનમાં વેર જાગી જાય છે. માટે આ સ્તુપ મિટાવવો એ ચિત્તને નિર્દેશ ને સ્વચ્છ બનાવવા બરાબર છે.”
- ‘ખરેખર ! સાચો માણસ વર્તમાનમાં જીવે છે. ભૂતકાળ નિરર્થક છે. પછી શું થયું ? જુવાનોનું કહેવું પણ ન સાંભળવામાં આવ્યું ?' વસ્યકારે આગળ પૂછ્યું.
‘જુવાનોથી લડાયક લોકોને નારાજ ન કરી શકાય. આ લોકો તો સામા થઈ જાય. ને જુવાનોને હાથ ચલાવવા ન ગમે. એટલે ‘તુષ્યતુ દુર્જન’ ન્યાયે એ માનસ્તંભ ટકી રહ્યો, કહેનારાઓએ તો ત્યાં સુધી કહ્યું કે આવી જુ નવાણી ભાવના જાળવી રાખવા કરતાં તો વૈશાલી નાશ પામે એ સારું. બહારની દુનિયામાં આપણે કેવા જુનવાણી દેખાઈએ છીએ ! છતાં સ્તૂપ રહ્યો એ હકીકત છે.”
મહામંત્રીએ હવે જલદી કરવા માંડી. સમય ઘણો થઈ ગયો હતો. અને હજી ગણનાયકને મળવાનું શેષ હતું. ત્યાં તો દિશાઓને ભરી દેતો જયજયકાર સંભળાયો,
વસ્યકારની તીણ દૃષ્ટિએ જોયું તો સામેથી એક મુનિ ચાલ્યા આવતા હતા. એમના મોં પર તેજ હતું, મુખમાં સરસ્વતી હતી, ચાલમાં સાધુનું નહિ-સિંહનું શહુર ભર્યું હતું.
‘આ કોણ છે ?”
આ દેશના મહાન લોકસેવક સાધુ.” ‘નામ ?”
‘મહાન મુનિ વેલાકુલ. પણ “મુનિ’ શબ્દથી છેતરાશો નહિ. તેઓએ દેશને પોતાનો પ્રભુ માન્યો છે ને નવજુવાનોને પોતાના ભક્ત માન્યા છે. એ માને છે કે દેશ છે તો ધર્મ છે. અહીંના રાજકારણમાં તેઓ અગ્ર ભાગ લે છે. સંથાગારમાં એમના નિર્ણયને સહુ ઝીલે છે.”
તો હું એ મહામુનિને વંદન કરી લઉં.” મહામંત્રી આગળ વધી મુનિના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરી રહ્યા.
મુનિએ આશીર્વાદ આપીને કહ્યું, ‘મગધના છો ને ? મગધ તો યુદ્ધમાં માને છે ! પ્રેમમાં એને શ્રદ્ધા નથી.”, | ‘મહારાજ ! મગધ હજી ઘણું પછાત છે. એ હજી અહીંના જેવા પ્રેમવ્યાપારથી અજાણ છે.”
‘જેમ જેમ તમારી વાતો સાંભળું છું, તેમ તેમ મુગ્ધ થતો જાઉં છું. તમે સહુ જે સંસ્કૃતિમાં જીવો છો, એ સંસ્કૃતિનું સ્વપ્ન પણ અમારી પાસે નથી. હું એ જાણવા માગું છું કે તો પછી આ માનસ્તંભ અહીંથી ખસેડી કેમ લેતા નથી? નિરર્થક ભૂમિ રોકે છે.'
| ‘વાત સાચી છે. સંથાગારમાં પ્રસ્તાવ પણ આવ્યો હતો, પણ વૈશાલીનો લડાયક ક્ષત્રિય વર્ગ એમાં શ્રદ્ધા ધરાવે છે. એ કહે છે કે જ્યાં સુધી આ માનસ્તૂપ છે, ત્યાં સુધી આપણું માન છે. એ છે તો વૈશાલીને ઊની આંચ નહિ આવે. માટે આ માનસ્તંભ સાથે કંઈ અટકચાળાં ન કરશો. આ તલવારના ખેલાડીઓનાં મગજ તેજ હોય છે. એટલે એમને કોઈ છંછેડતું નથી. ને તેથી આ અળખામણો સ્તૂપ હજુ ઊભો છે. છતાં જૂનાં પૂજન-અર્ચન તો ઓછાં થઈ ગયાં છે.”
બોલવામાં કુશળ અને બીજાંને બોલતાં કરવાની ચતુરાઈમાં પારંગત મહામંત્રીએ વાત આગળ ચલાવી : ‘એનો પ્રતિવાદ કોઈ જુવાનોએ કેમ ન કર્યો?' ‘જુવાનોએ તો કહ્યું કે આ સ્તંભમાં આપણા પરાક્રમી પુરુષો અને સતીઓની
132 શત્રુ કે અજાતશત્રુ
માનસ્તુપ B 133