________________
42
દીવા નીચેનું અંધારું
ભગવાન બુદ્ધ એ વખતે વૈશાલીમાં હતા. આમ્રપાલી ભિખુસંઘમાં પહોંચી ગઈ અને એ ઉપસંપદા યાચી રહી.
ભગવાન બુદ્ધ આ વખતે ક્ષત્રિયોના બે પક્ષોને સંબોધી રહ્યા હતા. એ ક્ષત્રિયો ખેતી કરનારા અને યુદ્ધ લડનારા હતા. બન્ને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક વખતથી જબરો વિખવાદ ચાલતો હતો. આ વિખવાદ નદીના પાણી વિશેનો હતો. બે કાંઠે બે પક્ષનાં ખેતરો હતાં, ને કોણ વધુ પાણી પોતાના ખેતરોમાં વાળે છે, એનો ઝઘડો જામ્યો હતો.
આ લડાયક પક્ષોને પોતાની વગમાં લેવા રાજકીય નેતાઓ પ્રયત્ન કરતા. જે વખતે જે પક્ષ બળવાન હોય એના પક્ષમાં ચુકાદો આવતો. આ કારણે બન્ને પક્ષ અસંતોષી રહેતા. જેને પાણીનો વિશેષ હક્ક મળતો એની સામે બીજો પક્ષ કહેતો કે આ બધાં લાગવગશાહીનાં કરતૂત છે ! અને જ્યારે બીજો પક્ષ લાભમાં આવતો ત્યારે વળી પ્રથમનો પક્ષ એને ભાંડતો. પરિણામે બંને પક્ષ અંદરથી રાજકીય શાસનને પક્ષપાતી લેખતા, અને એને તિરસ્કારતા ! જેના તડમાં લાડુ એના તડમાં સહુ – એ ન્યાય ચાલતો.
થોડાંક વર્ષ પહેલાંની વાત છે. લોકગુરુ બુદ્ધ એક વાર ત્યાંથી પસાર થયા, ત્યારે મામલો બિચકેલો હતો. બંને પક્ષો સામસામા ધનુષ-બાણ લઈ યુદ્ધ માટે સજજ રહેતા દ્ધતા.
અહિંસાની પ્રયોગભૂમિમાં આ પ્રકારનું આચરણ શોભાસ્પદ નથી, એમ નેતાઓ કહેતા. શાંતિથી સમાધાન શોધવું જોઈએ અને ત્યાગભાવથી પ્રેમભાવની ભૂમિકા તૈયાર કરવી જોઈએ, એવો ઉપદેશ આપતા. પણ એ ઉપદેશ કમળ પર પડેલા જળની જેમ સરી જતો. બધે લોકો એમ માનતા કે આપણને જે અન્યાય થાય છે
એ વધુ પડતા અહિંસક બન્યાનું પરિણામ છે ! થોડોક ચમકારો બતાવવો જોઈએ. એટલે આજે બંને હિંસક સાધનો લઈને સામસામાં આવી ગયા હતા. આ વખતે લોકગુરુ અચાનક ત્યાં આવ્યા. દુનિયામાં ચાર આંખની શરમ ભારે છે.
તીરંદાજી કરતા આ બધા ક્ષત્રિયો થંભી ગયા. આ વખતે લોકગુરુએ તેમને ઠપકો ન આપ્યો, બલે કહ્યું :
‘તમારી યુદ્ધપ્રવૃત્તિથી ખોટા શરમાશો નહિ. હું તમારી પ્રવૃત્તિને સાવ વખોડી કાઢતો નથી. અંતરમાં શ્વેષ રાખવો ને મનને સદા લડાઈમાં રાચતું રાખવું એના કરતાં લડી લેવું સારું છે. દ્વેષ કે અસંતોષનો ધુમાડો ગૂંચળાં વળ્યા કરે અને માણસનાં મન, આંખ અને ઇન્દ્રિયોને કંઈ સૂઝવી ન દે, એના કરતાં એક વાર ભડકો થઈ જાય એ સારું.’
બધા ક્ષત્રિયો આ સાંભળી પાસે આવ્યા ને નમ્રભાવે બોલ્યા, ‘પાણીનો પ્રશ્ન અમારો પ્રાણપ્રશ્ન બન્યો છે.'
‘શું વરસાદ નથી આવતો ?'
‘આવે છે, પણ અમારામાં વિખવાદ જાગ્યા પછી વરસાદ પણ અનિયમિત થઈ ગયો છે.’
‘અને વરસાદ પૂરતો નથી તો નદી પણ કેટલું પાણી આપે ?’ લોકગુરુએ કહ્યું. ‘વાત સાચી છે.”
‘એટલે લોહી કરતાં પાણી મોઘું બન્યું છે, કાં ?' લોકગુરુએ સ્થિતિનું તારણ કાઢતા હોય તેમ કહ્યું.
ના, મહાગુરુ !' ક્ષત્રિયો મહાગુરુની વાત કળી ગયા.
“ કેમ ના ? એ માટે તમે લોહી વહાવવા ખડા થયા છો ને ! આ દેશમાં પાણી કરતાં લોહી સસ્તાં થયાં છે ! સધવા કરતાં વિધવાઓ સુલભ બની છે ! સનાથ કરતાં અનાથ બાળકો સારાં બન્યાં છે !'
‘ના, મહાગુરુ ! અમે એવું ઇચ્છતા નથી.’
‘હું કબૂલ કરું છું, તમે એવું ઇચ્છતા નથી, પણ તમે આચરો છો એવું કે જેથી ન ઇરછેલું બની જાય છે.*
મહાગુરુનાં આ વચનોથી ક્ષત્રિયો શરમાઈ ગયા અને એ વખતે એકબીજાને સમજૂતી કરી લીધી.
દિવસો વીતી ગયા. મોલ પાક્યો. કોઈ ખેતરમાં ઓછો પાક ઊતર્યો, કોઈ ખેતરમાં વધુ પાક ઊતર્યો એટલે વળી ઝઘડો જાગ્યો. ઓછો પાકવાળાએ ફરી વાર પાણી આંતર્યું.
દીવા નીચેનું અંધારું 311