________________
મુનિ તો જિંદગીમાં આવી અભુતતા આજે પહેલી જ વાર જોતા હતા. અહીં બધું અનોખું હતું. એમને બોલવા કરતાં મૌન વધુ ગમ્યું. મગધપ્રિયાએ મૌન તોડતાં
‘સ્તુપ તોડવાના કાર્યથી તમે નાહક શંકામાં પડી ગયા છો. મહામંત્રી કોઈક વાર કોઈની પરીક્ષા આવી વિચિત્ર રીતે પણ લે છે. સ્તુપ કાઢવાથી મગધનો કોઈ મહાવિજય થવાનો નથી ને વૈશાલીનું સત્યાનાશ વળી જવાનું નથી. છતાં જો તમારી નામરજી હોય તો...' મગધપ્રિયા એટલે અટકી.
‘મારી નામરજી હોય તો...?” મુનિએ પ્રશ્ન કર્યો.
તો આ કાર્યની જવાબદારીમાંથી તેઓ તમને મુક્ત કરશે. પણ સાથે...' મગધરિયા વળી અટકી.
શું સાથે સાથે...?” મુનિએ પ્રશ્ન કર્યો.
‘મારો અને તમારો ચિરવિયોગ થશે. હું મગધની રાજગણિકા નથી રહી – જોકે રાજગણિકા પણ રાજઆજ્ઞાથી બંધાયેલી છે – હું તો હવે રાજકુમારી બની છું; ને મારો સ્વામી મગધનો મિત્ર ને સેવક હોવો જોઈએ. ઓછામાં ઓછું એકાદ કાર્ય તો મગધને ઉપકારક એણે કરવું જોઈએ. ઓહ...” ને કોઈ ભયંકર વેદનામાં મગધપ્રિયા ડૂબી ગઈ હોય તેમ, એનો ચહેરો શોકાકુલ બની ગયો.
મુનિ કંઈ જવાબ આપવા જતા હતા, ત્યાં એ બોલી : મુનિ ! એક સ્ત્રીના શીલનો તો તમારે વિચાર કરવો જોઈએ ને !
‘સ્ત્રીનું શીલ ? આમાં એ ક્યાં વચ્ચે આવ્યું ?”
* કેમ વચ્ચે ન આવ્યું ? મારે તમારો ત્યાગ કરવો પડે; તમારે મને છોડી દેવી પડે; ને મારે ફરી મગધપતિ કહે એ પુરુષને દેહનાં મધુ અર્પણ કરવાં પડે.” મગંધપ્રિયા આંખોમાં આંસુ ટપકાવતી બોલી.
દેહનાં મધુ બીજાને ? એ ન બને.’ મુનિ ચીસ પાડી રહ્યા.
‘બને જ. અશક્ય વાત આ લોકો જાણતા નથી. મારે તો ગણિકામાંથી સતી ને હવે સતીમાંથી ફરી પાછું ગણિકા બનવાનું !' મગધપ્રિયાના શબ્દો વેધક હતા.
બસ ફાલ્ગની, હવે આગળ ન બોલીશ' મુનિ સામે આવીને ઊભા રહ્યા. એમણે મગધપ્રિયાના મોં પર હાથ દાબી એને આગળ બોલતી અટકાવી.
મને છેલ્લી વાર અંતરની વરાળ કાઢી લેવા દો.’ મગધપ્રિયાએ પોતાના હાથથી મુનિનો હાથ મોં પરથી ખસેડીને પોતાના હાથમાં દાબી રાખ્યો. એ સ્પર્શમાં વીજળી હતી; ને સ્ત્રીસંપર્કના રસિયા માટે વશીકરણ હતું. ફાલ્ગની ! ચાલો વૈશાલી ! સ્તૂપ તોડવાથી કંઈ વૈશાલીનું સત્યાનાશ નથી
238 | શત્રુ કે અજાતશત્રુ
વળી જવાનું; ભલે મગધના મહારથીઓની એક ધૂન પૂરી થાય.’ મુનિ દૃઢ નિશ્ચયથી બોલ્યા..
ચાલો વહાલા ! આજ તમે એક સ્ત્રીનો ઉદ્ધાર કર્યો ! નહિ તો ન જાણે કોણ હાથી આ પુષ્પને છૂંદી નાખવા ધસી આવત.' મગધપ્રિયા ગદ્ગદ્ બનીને બોલી.
‘નિશ્ચિત રહે ફાલ્ગની ! ગમે તે ભોગે પણ તને નહિ તજું . મગધના મહારથીઓ કહેશે તો આકાશના તારા તોડીને ધરતી પર લાવી દઈશ.’
‘ના વહાલા ! મગધના મહારથીઓ એવા મુર્ખ નથી. આ તો પરીક્ષા માત્ર છે, અને તે પણ સામાન્ય.’
“કબૂલ છે, ફાલ્ગની ! તારા માટે હું શું ન કરું ?” ને મુનિએ પોતાનો હાથ ફાલ્ગનીના ખભા પર મૂક્યો.
બન્ને ભૂગૃહના છેડે પહોંચ્યા, ત્યારે દ્વાર આપોઆપ ખૂલી ગયું; ત્યાં દ્વાર પર ફરી જૂનો પૂનમ ખડો હતો.
‘ફરી મને સેવામાં મોકલ્યો છે,’ એ બોલ્યો. ‘પૂનમ ! પ્રવાસને યોગ્ય તૈયારી કરો.’ ફાલ્ગની બોલી. ‘બધું તૈયાર છે.” ‘કાલે સવારે પ્રસ્થાન કરીશું.” મુનિ બોલ્યા.
અને એટલું કહી મગધપ્રિયા ને મુનિ એક રથમાં બેસી ગયાં. પૂનમ એમને જતાં જોઈ રહ્યો.
મંત્રણોખંડ 239