________________
દરેક વાતે જુવાન રાજી થયો, પણ ત્યાં એના સરખો કિશોર એકેય ન મળે ! વિડુડભે પૂછ્યું, શું તમારે ત્યાં બાળકો જ નથી.’
જવાબ મળ્યો, ‘છે, પણ યાત્રાએ ગયાં છે.’
‘વિડુડલ્મ મોસાળમાં રોકાયો. પણ સરખેસરખા મિત્રો વગર એને કંઈ ન ગમ્યું. થોડે દિવસે એણે વિદાય લીધી, અને જતાં જતાં કહ્યું, ‘હવે હું શ્રાવસ્તિ જઈશ.’
આજે સંથાગારમાં તમારું સ્વાગત છે. એ પછી જજો.’
‘વિડુડભ રોકાયો. સંથાગારમાં શાક્યોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. આ સ્વાગત પામી, દાદાની અને મામા-મામીની પ્રેમભાવભરી વિદાય લઈ એ નીકળ્યો. એની સાથે દાદાના દેશનાં ખૂબ મીઠાં સ્મરણો હતાં. રસ્તે એ મનોમન મોસાળનાં વખાણ કરતો ચાલ્યો.
| ‘આ વખતે એક પરિચારકે ઘોડો પાછો વાળતાં કહ્યું, ‘આપણી એક મંજૂષા રહી ગઈ છે, એ લઈને આવી પહોંચું છું.’ પરિચારક પાછો વળ્યો, ને કપિલવસ્તુ પહોંચ્યો.
‘વિડુડભ તો પ્રવાસે આગળ ધપાવતો હતો, ને દરેક ડગલે એના મોંમાં મોસાળની પ્રશસ્તિ હતી, કેવા દાદા ! કેવા મામા ! કેવી મામી ! અરે, આવું મોસાળ તો કોને મળે ?'
‘થોડી વારે પરિચાર કે પાછો આવ્યો. એ ખાલી હાથે હતો.” | ‘વિડુડભે પૂછયું : “કાં ? મંજૂષા ન મળી ?' ‘મંજૂષા તો મળી, પણ લેવાનું મન ન રહ્યું.” ‘એવું શું બન્યું ?” ‘સો મણ દૂધના ઘડામાં ઝેરનાં ટીપાં પડ્યાં !'
અરે, મોસાળ તો અમૃતનું ધામ છે, ત્યાં ઝેર ક્યાંથી ?” | ‘યુવરાજ ! મારી વાત સાંભળો. હું જ્યારે આપણા ઉતારે પહોંચ્યો ત્યારે એક દાસી પાટલા ઉપાડતી હતી. બીજી દાસીએ એને ટપારતાં કહ્યું, ‘અલી ! દાસીપુત્રનો આ એંઠો પાટલો આઘો મૂકજે !'
પેલી દાસીએ પૂછયું : “કોણ દાસીપુત્ર ?*
અરે, પેલો વિડુડલ્મ ' બીજી દાસીએ જવાબ વાળ્યો.
‘કેવી રીતે દાસીપુત્ર ? તું તે કંઈ ઘેલી થઈ છે કે શું ? જો ને, એને કેટલું બધું માન આપતા હતા !' ‘બધું બનાવટી ! તને ટૂંકામાં કથા કહું. આપણે દાસ-દાસી રાજ મહેલોનાં
316 | શત્રુ કે અજાતશત્રુ
જેટલાં રહસ્ય જાણીએ, એટલાં રહસ્ય ખુદ રાજા-રાણી પણ જાણતાં નથી. શાક્યો પોતાને મહાન કુળના માને છે. એક વાર કોશલના રાજાએ શાક્ય કન્યાની માગણી કરી. એની ઇચ્છા લોહીની સગાઈ સાંધવાની હતી, પણ શાક્યોના ગળે એ વાત ઊતરે ખરી ? બીજી તરફ કોસલરાજના બળથી સહુ ડરે. આ માટે તેને સમજાવી દેવા એક કાવતરું કરવામાં આવ્યું. મહાનામ શાક્યની દાસીપુત્રી સંભીને સાચી શાકુંવરી ઠરાવી પરણાવી દીધી. કહે બહેન, વિડુડભ હવે દાસીપુત્ર ખરો કે નહિ ?”
પેલી દાસી કહે, ‘ખરો દાસીપુત્ર ! હવે હું પાટલા જરૂ૨ પાણીથી ધોઈ નાખીશ.’ | ‘વિડુડભ આ સાંભળી ચીસ પાડી બોલ્યો : “આહ ! મારું આ અપમાન ! ધુતારાઓ બુદ્ધના અહિંસાપ્રેમની વાતો કરે છે, વિશ્વમંત્રીનાં બણગાં ફૂંકે છે ને મન આટલાં સાંકડાં ?”
‘વિડુડભ આવેશમાં આવી ગયો. ઘોડા પરથી છલાંગ મારીને નીચે ઊતરી ગયો. જાણે એને ભયંકર ભોરિંગ રૂસ્યો.'
શું એણે શાક્યોના નિકંદનની પ્રતિજ્ઞા ત્યાં ને ત્યાં લીધી ?' મહાગુરુ વચ્ચે બોલ્યા. સંસારના ધર્માધર્મના નકશા એમની મુખમુદ્રા પર જાણે સાકાર બન્યા હતા.
પ્રભુ ! આપે કેવી રીતે જાણ્યું ?'
‘અતિ મોહનું બીજું પાસું અતિ દ્વેષ છે.' મહાગુરુ બોલ્યા, ‘સંસારી લોકો પ્રજ્ઞાથી કામ લઈ શકતા નથી.’
કૌશલ્યા બોલી : “સાચી વાત છે પ્રભુ ! ત્યાં એક નદીને કાંઠે જ ઈ, અંજલિમાં જળ લઈ, સૂરજદેવની સાખે પ્રતિજ્ઞા લેતાં વિડુડલ્મ બોલ્યો : ‘હું બેઠો હતો એ પાટલો શાક્યોએ પાણીથી ધોવડાવ્યો ! અરે, મિત્રો ને પરિચાર કો ! આજે અહીં પ્રતિજ્ઞા કરું, છું કે જો હું રાજા થઈશ, તો એ પાટલા શાક્યોના ઊકળતા ઊના લોહીથી ધોવડાવીશ.'
‘અને મહારાજ ! એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે વિડુડભને તરતમાં જ સરસ તક મળી ગઈ. કોસલના વૃદ્ધ રાજા અને સેનાપતિ વચ્ચે વિખવાદ થયો. વિડુડભે એ તકનો લાભ લીધો. સેનાપતિને પથમાં લઈ પિતાને પાટનગરમાંથી હાંકી કાઢ્યો, ને પછી સેનાપતિને જેલમાં નાખી પોતે ગાદીએ આવ્યો. એણે ખુલ્લંખુલ્લું કહ્યું કે મોટા માણસોએ નીતિ મૂકી તો મને વળી નીતિ કેવી ને અનીતિ કેવી ? મારે તો શાક્યોનાં લોહી પીવાં છે ! એ લોહી પીવામાં મને જે સહાયક થાય એ નીતિ, બાકી બધી અનીતિ ! સંસારમાં તો અસત્યનો જય અને સત્યનો ક્ષય થાય છે.'
ક્રોધનાં તીર તીક્ષ્ણ હોય છે. પછી શું થયું ?' એણે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. વૈશાલી યુદ્ધમાં અટવાય એની રાહ
દીવા નીચેનું અંધારું 317