________________
ખુમારીમાં કેદી રાજાને કહ્યું, ને જવાબ માગતો હોય એમ એ ડોળા ઘુમાવી રહ્યો.
જે રાજ કરવાને નાલાયક હોય એને ગમે તે વ્યક્તિ કે ટોળું હંમેશાં પડકાર કરે જ. એ પડકાર તો રાજકારણને જાગ્રત અને તંદુરસ્ત રાખવાનું એક ઉત્તમ સાધન છે.”
‘તમારી વાત જુઠ્ઠી છે. સાચું કહું તો કેટલાક ભામટાઓનું સિંહાસનના ભાવિ માલિકને ભિખારી બનાવવાનું ને રસ્તાના ભિખારીને રાજા બનાવવાનું આ કાવતરું છે. રાજા તો દેવનો અંશ છે. રાજા જન્મે છે, રાજા કંઈ બનતો નથી.” દેવદત્ત આવેશમાં હતો..
‘દોષ તો બધામાં રહેલા છે. ગણતંત્ર તો સિંહાસનના ભાવિ માલિકને ભિખારી બનાવે ત્યારે ખરું, પણ રાજ તંત્રે તો સિંહાસનના વર્તમાન માલિકને ભિખારીથીય નપાવટ કેદી બનાવી દીધો છે !' કેદીએ ટોણો માર્યો.
‘હરગિજ નહીં. રાજતંત્ર હકનો સ્વીકાર કરનાર તંત્ર છે. બાપદાદાએ પરાક્રમથી મેળવેલી જમીન, એ મેળવનારની ઇચ્છા મુજબ એના વારસોને મળે છે. લીલાં માથાં વાઢીને પ્રજાનું રક્ષણ કરનાર વીરોને ઇનામમાં મળેલી જાગીર ઘરમાં બેસીને મોજ ઉડાવનારના વંશજોને કંઈ બક્ષિસ થતી નથી, યાદ રાખો, સહુને રાજસુખની લાલચ આપશો તો એક વખત એવો આવશે કે ગણતંત્રમાં કોઈ લડવા આગળ નહિ આવે. પેલું સુભાષિત તો જાણો છો ને ? કદી પણ ગણ એટલે કે ટોળાને મોખરે ન જ ઈએ. હેરાન થવાનું આવે તો આગળ થનાર હેરાન થાય. અને મોજ ઉડાવવાની આવે તો બધા ભાગીદાર થાય.” દેવદત્ત ઉશ્કેરાઈને બોલ્યો.
‘દેવદત્ત ! ભાઈ ! તારી વાતનો જીવતો જવાબ તારી સામે છે. મારી સાથે તમે શું કર્યું ? શું રાજ્ય મારા બાહુબળનો પ્રતાપ નથી ? આ સમૃદ્ધિ મારી રાજસંચાલન-શક્તિને આભારી નથી ? ગણતંત્ર હોત તો કદાચ તમે મારી સમૃદ્ધિ લૂંટી લેત, મારું સિંહાસન ઝૂંટવી લેત, મને રસ્તાનો ભિખારી બનાવત, પણ આમ એક તુચ્છ કેદીના જીવનની બક્ષિસ ન આપી શકત ! એમાં મારો ન્યાય થાત. મને દિલની સફાઈ કરવાનો સમય મળત. ગણતંત્ર કાયદાની કલમથી કામ લે, તમે સ્વેચ્છાની તલવારથી કામ લો. ટોળાબંધી અહીં પણ છે જ ને ! નહિ તો સિંહને આટલાં શિયાળિયાં.....” રાજ કેદી જરાક આવેશમાં આવીને બોલ્યો.
‘ફરી અમને ગાળ ?”
‘ગાળ નહીં, ભાઈ ! ગાળ તો હવે મારી જાત સિવાય બીજા કોઈને આપવાની ઇચ્છા નથી. છતાં મારા શબ્દો ગાળ જેવા લાગે તો માફી માગું છું તારી.’ રાજ કેદીએ સાધુને શોભતી નમ્રતાથી કહ્યું.
22 | શત્રુ કે અજાતશત્રુ
‘વાહ ! શું સમય આવ્યો છે ! માફીની વાત કરો છો ? પણ માત્ર વચનની માફીથી શું થાય ? મુખમાં રામ ને બગલમાં છૂરી એનું નામ રાજ કારણી પૂરી!”
‘દેવદત્ત ! એક દહાડો મારા દિલમાં આવી વસેલી ક્ષમાની તને પરીક્ષા થશે. મારા ભગવાનનું વચન છે, કે સંસારમાં તારા કોઈ શત્રુ નથી. તારા કર્મ જ તારા શત્રુ ને મિત્ર છે; માણસ તો નિમિત્ત છે. મારાં પાપ મોટાં હતાં. એક રાજા પ્રકૃતિએ યોગી હોવો ઘટે, મેં જોગી તરીકે મારી પ્રખ્યાતિ કરી. આહ, હવે મને એકલો રહેવા દે, ભાઈ ! કાલે પણ તું જ આવીશ ને મારી મુલાકાતે?'
“કાં ?” ‘સારો માણસ આપને સજા કરે, એય સદ્ભાગ્યની નિશાની છે.” ‘હું સારો ? રોજ તો મને ભાંડતા હતા !'
એની જ સજા ભોગવું છું. માણસે માણસની વૃત્તિઓની નિંદા કરવી જોઈએ . પણ માણસને તો ચાહવો જોઈએ. વૃત્તિઓ ભૂંડી છે, માણસ નહિ.”
આકાશમાંથી સંધ્યા હવે ઓસરતી જતી હતી. રંગ બધા શ્યામ પડતા જતા હતા, એકલદોકલ રેઢિયાળ પંખી હવે માળા તરફ પૂરઝડપે ધસતું હતું. ને માર્ગમાં બેઠેલાં નિશાચર પંખીઓ એનો શિકાર કરવા યોગ્ય તકની રાહમાં હતાં.
કારાગારમાં દીવાઓ નહોતા. માત્ર રાજ કેદીના ખંડમાં એક નાનો દીવો પેટાવવામાં આવ્યો હતો, જેથી દૂર ઊભેલો પહેરેગીર રાજાના અસ્તિત્વની ખાતરી કરતો રહે.
આ વખતે દૂર પગદંડી પર ઝાંઝરનો ઝણકાર સંભળાયો. પહેરેગીરો સાવધ થઈ ગયા.
દેવદત્ત એ તરફ નજર કરી અને બોલ્યો, ‘માણસ તો મગધરાજ અશોકચંદ્ર, બાકી બધી વાતો.'
‘બં ?*
‘રાજમાતાને અહીં મોકલ્યાં.” “કોણ રાજમાતા ?” કેદીને સમજાયું નહિ. ‘રાણી ચેલા.” શું ચેલા અહીં આવે છે ?” કેદીએ પ્રશ્ન કર્યો. હા.' ‘શા માટે ?” ‘વિકારીને વિકારનું ભોજન કરાવવા. વિલાસીને વિલાસનાં જળ પાવાં.
સાધુ રાજ કારણમાં રાજી છે 23