________________
જુઓને, કેવો શણગાર સજ્યો છે એમણે !'
| દેવદત્ત ! મશ્કરી ન કર. આજ મારો વારો, કાલ તારો. માણસ ક્યારે લાચાર બને છે, એ કહેવાતું નથી.”
‘મશ્કરી નથી કરતો. ખોટું નથી કહેતો. જરા ઊભા થાઓ ને સગી આંખે તમામ રંગ નિહાળો.” દેવદત્તે કહ્યું.
કેદીને જખમની પીડા વધી હતી. ઊભા થયા પછી બેસવું કઠિન હતું. બેઠા પછી ઊભા થવું મુશ્કેલ હતું.
દેવદત્તે નજીક જઈને હાથનો ટેકો આપ્યો.
કેદીએ ઊભા થઈને નજર નાખી, “ઓહ ! આકાશની સંધ્યા સુંદરી શું મારી મુલાકાતે આવે છે ?”
કારાગારની કઠોર ભૂમિ પર પોતાના રૂપનાં ચાંદરણાં પાથરતી એક નવયૌવના આવી રહેલી દેખાઈ !
અપ્સરા શું અમી લઈને આવી ?
રાજ કેદીએ સંધ્યાના તેજવિહીન બનતા આકાશ સામે જોયું. પ્રકાશ ઝડપથી ચાલ્યો જતો હતો; પણ, એ ચાલ્યા જતા પ્રકાશમાંથી સર્જાયેલી હોય એમ, એક સુંદરી કારાગારના કાળા પથ્થર પર રૂમઝૂમ કરતી ચાલી આવતી હતી.
સુંદરીના શણગાર એવા હતા કે જાણે કોઈ નવવધૂ પહેલું આણું વળીને પિયુને પહેલી વાર ભેટવા આવતી હતી. પગ એટલા તાલબદ્ધ પડતા હતા કે પગનાં પાયલ આપોઆપ સંગીત સરજી રહ્યાં હતાં. રે ! આ કઠોર કારાગારમાં અપ્સરા કાં ભૂલી પડી ? એ સ્ત્રીના પગ પડતા ને કઠોર પથ્થર પણ જાણે મીણ બની જતા.
એ રમણીને ઓળખતાં રાજ કેદીને વાર ન લાગી. પરિચયની જરાય જરૂર નહોતી. મદારી ખેલ પૂરો કરી પોતાનો સાજ સામાન સંભાળે એમ દેવદત્ત પોતાનું બધું સંભાળીને ચાલવાની તૈયારી કરી રહ્યો હતો.
‘ભાઈ દેવદત્ત ! જરા કહીશ કે શું ખરેખર, રાણી ચેલા આવી રહ્યાં છે? આંખે થોડી ઝાંખપ આવતી જાય છે.” રાજ કેદીએ પ્રશ્ન કર્યો.
| ‘હા, આપનાં પ્રિય રાણી અને રાજા અશોકચંદ્રનાં માતુશ્રી રાણી ચેલણા જ આવી રહ્યાં છે. વાત પૂરી સમજાવું. પુત્ર પાસેથી એમણે બે પ્રકારની રજા મેળવી છે. એક પ્રહરની મુલાકાતની અને થોડી પળો આપની સાથે એકાંતમાં રહેવાની.' દેવદત્તે કટાક્ષમાં કહ્યું.
સામેથી ચેલા રાણી સ્વસ્થ ગતિએ ચાલ્યાં આવતાં હતાં. સંસારનો પાર પામેલો સિદ્ધપુરુષ જેમ માત્ર સિદ્ધિને જ લા કરીને ચાલે એમ એ ચાલતાં હતાં.
‘દેવદત્ત ! ટાઢા ડામ ન દઈશ. આ સ્ત્રીના સતીત્વને હું વંદુ છું.’ રાજ કેદીએ અહોભાવના વેણ ઉચ્ચાર્યા.
24 | શત્રુ કે અજાતશત્રુ