________________
રાણી ચેલા બે પળ વિષાદમાં પડી ગઈ. થોડીવારે એ બોલી, ‘દેવદત્ત ! હું સર્પિણી નથી કે પોતાનાં બચ્ચાંને પોતે ખાઈ જઈશ, ઘણું જીવો અશોક ! ભગવાન મહાવીર કહેતા કે રાજ કથા બંધ કરો. મેં રાજ કથા બંધ કરી છે. ઓહ! મગધરાજ બિંબિસાર એક સાદા ગૃહસ્થ હોત અને હું એમની સામાન્ય ગૃહિણી હોત, અને અશોક અમારો દીકરો હોત તો અમારું જીવન કેવું સુંદર, કેવું રસભર્યું, કેવું સુખી હોત !રાજા થઈને તો રેજનો પાર ન રહ્યો.'
‘પણ ગણતંત્રમાં રાજ જ ક્યાં રહેવાનાં છે ?'
એમ કેમ બોલો છો, દેવદત્ત ? વૈશાલીમાં નવસો નવાણુ રાજા છે. શાક્ય દેશમાં પણ મહાજનસત્તા છે, ને ત્યાં પણ ઘણા રાજા છે.” રાજ કેદી જે મગધરાજ બિંબિસાર પોતે હતા, એમણે કહ્યું.
“કાલે આ નવસો નવાણુ રાજામાંથી નવ્વાણું હજાર ને નવ રાજા થશે, ને એક દહાડો તમામ રાજા થઈ જવાના, પછી તો પ્રજા જ નહિ મળે ! અહીં જે રાણીના પેટે જન્મ્યા હોય, એ રાજ મેળવવા કાવતરાં કરે; ત્યાં તો શંખીણી કે શિખંડીને પેટે જન્મેલો પ્રજાજન પણ રાજપદ મેળવવા કાવતરાં કરવાનો. હરેક ઘર રાજમહેલ, અને હરેક માણસ રાજા ! રાણી, ગોળ અને ખોળમાં સમાન દૃષ્ટિ ધરાવનારા તમારા ગણતંત્રને તો હજાર વાર નમસ્કાર !'
‘દેવદત્ત ! મેં તમને કહ્યું કે હું રાજ કથા કરવા આવી નથી. મેં રાજ કથા ન કરવાની પ્રતિજ્ઞા કરી છે. હું તો મગધરાજની ખબર લેવા આવી છું.’ રાણી ચેલાએ
‘મનના રાજા થઈ ગયા કે શું ?” ચેલાએ પ્રશ્ન કર્યો.
હા. પ્યારા પુત્રનો કેટલો ઉપકાર માનું, ચેલા ! જો પુત્રે મને ચેતવ્યો ન હોત તો આ ભવમાં તો હું જરા પણ સુધરત નહિ. ૨ શમનો કીડો ખદબદતા પાણીમાં પડીને બફાઈ જાય, ત્યારે એને મોડા મોડા એના સુખદુ:ખની ગમ પડત!રાજાના બોલવામાં સ્વસ્થતા હતી. છાની વેદના થતી હોય એમ કોઈ કોઈવાર એ જરાક ધ્રુજારી અનુભવતા..
કુશળ રાણી ચેલાની નજર બહાર આ સ્થિતિ ન રહી. એ આગળ વધી. એણે રાજાનો ડગલો ખેંચ્યો.
રાજાથી ભયંકર ચીસ નીકળી ગઈ. એનું મોં વિકૃત થઈ ગયું. પણ એક પળમાં તો એ સ્વસ્થ થઈ ગયો ને બોલ્યો, ‘રાણી ! આ કેવી બાલચેષ્ટા !'
| ‘બાલચેષ્ટા નથી. મારા મનમાં જે કલ્પના હતી, તે સત્ય છે એની ખાતરી કરવી હતી. મને ખબર મળી છે કે દેવદત્તે તેમને રોજ કોરડાનો માર મારીને નરમ કરવાની પરવાનગી મેળવી છે.' રાણીએ વાત પ્રગટ કરી.
‘પરવાનગી તમને એક રીતની મળી, એને બીજી રીતની મળી. હરેક પરવાનગી સાથે કંઈક વાનગી હોય છે, પણ તેથી શું થયું ? જેણે દેહમાંથી મમત્વભાવ કાઢી નાખ્યો હોય અને સુખ-દુઃખની ચિંતા કેવી ? દેવદત્ત મારા તનને અડી શકે, બાકી મારા મનને અડવાની તાકાત એની પાસે નથી. નચિંત રહેજો રાણી, ખૂબ શાંતિમાં છું. સો દેવદત્ત પણ હવે મને હેરાન કરી શકશે નહિ.'
“મને જખમ જોવા દો ! મારે પેટ... પથરો ' રાણીથી બોલતાં બોલતાં ડુસકું નંખાઈ ગયું.
‘રાણી ! મારા દીકરાને ગાળો આપવી હોય તો સત્વરે અહીંથી ચાલ્યાં જાઓ. મારી શાંતિ હરવા આવ્યાં છો કે શું ?'
મને જોવા દો !' રાણીની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. | ‘જોવા દઉં છું રાણી ! મારા બધા જખમથી તમે પરિચિત છો. આ જખમ પણ ભલે જુઓ, પણ વચન આપો કે બહાર એક અક્ષર પણ નહિ બોલો. મારા દીકરાને જઈને ભાવથી કહેજો કે વત્સ, તારો પિતા સુખી છે.'
રાજાના આ શબ્દોમાં વ્યંગ્ય નહોતો, તિરસ્કાર નહોતો; એમાં રાજ કેદીનું મહાન હૃદય બોલતું હતું.
વાહ સ્વામી, વાહ ! મનમાં શંકા હતી, એ ટળી ગઈ. હું એક મહાન આત્માને વરી, એનો મને આજે સંતોષ થયો. ચાલો, અંદર એકાંતમાં બે ઘડી બેસીએ.’
તો મગધરાજની ખબર લીધી. હવે તમે ખબર લો.' દેવદત્ત આટલું બોલી અટ્ટહાસ્ય કરતો ચાલ્યો ગયો.
સુંદરી આગળ વધી. નાનોશો દીપ એના સૌંદર્યને વધુ ચમકાવી રહ્યો હતો. એણે થાળ નીચે મૂક્યો. મૂકતાં મૂકતાં કટી પરની મેખલાની ઘંટડીઓ રણઝણી રહી, હાથનાં વલય રણકાર કરી રહ્યાં, પરવાળા જેવા ઓષ્ઠ મરકી રહ્યા. રાણીના કંકુની દીવી જેવા હાથ લંબાયા. રાજ કેદીના બકરાની ખાલના ડગલાને એ સ્પર્શી રહ્યા.
‘રાણી, એને અડશો નહિ.” મહધરાજે નિષેધ કર્યો.
કાં ?” ‘એનાથી મને સુખ ઊપજે છે.’ ‘બકરાની ખાલના ડગલાથી સુખ ?' ચેલાને આશ્ચર્ય થયું. ડગલાથી નહિ, આ પ્રાપ્ત સ્થિતિથી સુખ છે ! સુખ તો મનમાં વસે છે રાણી!”
28 D શત્રુ કે અજાતશત્રુ
અપ્સરા શું અમી લઈને આવી ? 1 29.