________________
રહ્યા હતા. તે બોલ્યા,
‘હવે અમે ત્યાગમાર્ગ સ્વીકારીશું. સેચનક જેવા વીરનું આત્મસમર્પણ જો અમને આટલું પણ ન શિખવાડે, તો અમે પશુથીય હલકા ગણાઈશું. અમે દીક્ષિત થવા માગીએ છીએ. રાજગૃહીમાં ખબર કહેવરાવો કે લડાઈનાં નિમિત્ત દૂર થયાં છે; હાથી ગયો ને અમે પણ જઈએ છીએ. માટે યુદ્ધનો માર્ગ છોડીને શાંતિ સ્થાપો !'
હલ્લકુમાર ને વિહલ્લકુમારે પોતાનાં વસ્ત્રાભૂષણોનો ત્યાગ કર્યો, માથા પરના મુગટ ઉતાર્યા, પગના ઉપાનાં કાઢી નાખ્યા, ને એ વન તરફ ચાલતા થયા.
17
સાચું શું ?
રાગ શું અને દ્વેષ શું ? વેર શું અને વિરાગ શું ?
થોડાએક દિવસો વીત્યા. હવે હાથી સેચનકની વાતો જૂની અને ચર્વિતચર્વણ જેવી બની ગઈ હતી. ત્યાં સમાચાર આવ્યા કે મગધના મહામંત્રી વસ્યકાર વૈશાલીમાં પધારેલા ભગવાન તથાગતનાં દર્શને આવી રહ્યા છે.
‘અરે ! વૈશાલી સાથે તો મગધને ભારે કડવાશ છે. મગધ અને વૈશાલી વેરી બની રહ્યાં છે. અને એના મહામંત્રી નિર્ભયપણે વૈશાલીમાં આવે છે !' લોકોએ ભારે આશ્ચર્ય અનુભવતાં કહ્યું.
વૈશાલીમાં એક નવો ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું.
એક જણાએ જવાબ વાળ્યો, ‘વૈશાલીનું ગણતંત્ર વેરીને વધુ આદરમાન આપે છે. જોજો , વરૂકારનું સંથાગારમાં સ્વાગત કરશે ! વૈશાલી ક્યાં કોઈથી ડરે છે ?”
વૈશાલી અને મગધ વચ્ચે છેલ્લા થોડા વખતથી સારા સંબંધો નહોતા. છેલ્લે હલ્લ કુમાર અને વિહલ્લકુમાર આવ્યા અને રાજા અશોકચંદ્ર પાસેથી હાથી અને હારની માગણી આવી.
લાખેણો હાથી મગધની કૂટનીતિથી ખલાસ થઈ ગયો. રાગ અને દ્વેષ, વેર અને વિરાગ : કષાય થોડીવાર ઝગમગી રહ્યા, પણ શાંત રસના મહાને નદ એ ભૂમિને પરિપ્લાવિત કરતા હતા, ત્યાં કષાયના કાચા રંગ ક્યાં સુધી ટકે ?
મગધના મહામંત્રી વસકારનું વૈશાલીમાં - શત્રુની નગરીમાં – આમ એકાએક આવવું બહુ જોખમકારક હતું. પણ વસ્યકાર મહાજ્ઞાની હતા. એ જાણતા હતા કે બનતાં સુધી વૈશાલીના શાંતિચાહક પ્રજાજનો પોતાનું સન્માન જ કરશે, અને કદાચ
120 | શત્રુ કે અજાતશત્રુ