________________
સાંભળી ત્યારે પ્રભુના પરમ ભક્ત એવા પોતે પ્રભુને કહ્યું હતું કે, ‘આપને એમ નથી લાગતું કે કાંટો કાઢવા માટે આપે સોયના બદલે ફૂલને વાપર્યું ? એ વિષધર પ્રાણીને શું ગારુડી કે શું મહાવીર, બંને સમાન હતા! પ્રેમ અને દાનને એ બિચારો શું સમજે!'
ભગવાન મહાવીર એ વખતે બોલેલા : ‘ચિતા ક્ષણભંગુરની કરવી કે અમરની ? દેહ નાશવંત છે. પ્રેમ અને દાન ચિરંજીવ છે. નાશવંતના નાશની ચિંતા કેવી ? ગમે તેટલો દેહને જાળવશો તોય એ પ્રૌઢ થશે, વૃદ્ધ થશે, રોગી થશે, સડો, ગળશે ને છેવટે નાશ પામશે. આત્મા દેહને કાર્યસિદ્ધિ માટે ધારણ કરે છે. યોદ્ધો જેમ બખ્તરને લડાઈ માટે ધારણ કરે છે અને લડાઈ પૂરી થયા, પછી ગમે તેવું સારું બખ્તર હોય તોપણ યોદ્ધો એનો ત્યાગ કરે છે, એ જ રીતે આત્માને પણ દેહનો ઉપયોગ કાર્યસિદ્ધિ પૂરતો જ હોય છે. પછી એ ભાર વેંઢારવો શા કામનો ? આત્મા એક જ છે. દેહ એને માટે બંને વાતની ગરજ સારે છે. એ એને બંધનમાં નાખે છે અને મુક્ત પણ બનાવે છે. મુક્તિ માટે દેહનો ઉપયોગ એ સાચો ઉપયોગ છે. રાજ! માણસમાં પ્રેમ અને દાન ન હોય તો એનામાં ને પશુમાં શું ફેર ?”
રાજ કેદીના અંતરમાં શબ્દોની સ્મૃતિના દીપ આપોઆપ ઝગી ઊઠ્યા. પછી રાજ કેદીએ અંતરીક્ષમાં ઘૂમતી નજરને ફરી દરવાજા પર સ્થિર કરી. જોયું તો દરવાજા પર પોતાનો પુત્ર અશોક હાથમાં કુહાડો લઈને ઊભો હતો. કુહાડો જોરજોરથી સળિયા સાથે અથડાઈ રહ્યો હતો, એમાંથી તણખા ઝરતા હતા.
એ કુહાડાના ઘાથીય વિશેષ આકરા ઘા રાજ કેદીના મસ્તકમાં થઈ રહ્યા હતા. આજ આખા જીવનનું સરવૈયું નીકળી રહ્યું હતું, કર્મનો અર્ક નિચોવાઈ રહ્યો હતો.
જેના સિંહાસનનો ન્યાય જગતભરમાં પંકાયેલો, જેને ત્યાં રંક અને રાય સમાન છાબડે તોળાય, એ જ પોતે પોતાના કર્મનો ન્યાય વિચારી ન શક્યો ! કર્મના કાન દયાથી અપરિચિત છે. કર્યું કર્મ ભોગવ્યે જ છૂટકો, એ સમજ બીજાને આપી. પણ પોતે ન લીધી; દીવાએ જગતને અજવાળું આપ્યું, પણ પોતાની નીચે તો અંધારું જ જાળવી રાખ્યું !
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, એ બન્ને યુગપ્રવર્તકોને પોતાને આંગણે લાવ્યો. એ પ્રેમ અને દાનની મહાન સરિતાઓમાં જગત નાહ્યું પણ પોતે સાવ શૂન્ય રહ્યો !
ભગવાન મહાવીરને મારા કલ્યાણની ભારે ખેવના. જગતમાં મારું અંતર કોઈ સમક્યું હોય તો થોડુંઘણું ભગવાન બુદ્ધ અને પૂરેપૂરું ભગવાન મહાવીર. એ જાણતા હતા કે મારો વિચારપ્રદેશ કેટલો ઉત્તમ હતો ને આચારપ્રદેશ કેટલો નબળો હતો. તેઓએ એક વાર ઉપદેશ આપતાં કહ્યું, ‘રાજન ! જે ઓ સ્ત્રીની કામના છોડી શક્યા
છે, તેઓને બીજી બધી કામના છોડવી સહેલી છે.”
એ વખતે મેં ગળગળા થઈને કહ્યું, ‘પ્રભુ ! વિચાર જેટલા આચાર બળવાન નથી. સિંહ જેવું મન કોઈક વાર શિયાળ થઈ જાય છે. એમ લાગ્યા કરે છે કે જાણે આ દેહના એક ભાગમાં દેવનો વાસ છે, અને બીજા ભાગમાં દાનવનો વાસ છે. બંને જણા સતત યુદ્ધ કર્યા કરે છે. કોઈ વાર દેવનો પ્રકાશ પથરાય છે, કોઈ વાર દાનવનો મહિમા ગવાય છે. નિરાશ થઈ જાઉં છું આ સતત યુદ્ધથી ! અવની પર અનેક યુદ્ધ લડતાં જે થાક ન જાણ્યો, એ અંતરના શુભ-અશુભના યુદ્ધમાં લાગે છે. પ્રભુ ! મને લાગે છે કે મારી અવનતિ નિર્માયેલી છે; મારો ઉદ્ધાર નથી !'
પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘રાતનો ગાઢ અંધકાર જોઈ પ્રભાતના અસ્તિત્વ પર અશ્રદ્ધા થાય તેવું તને થયું છે, પણ નિશ્ચય રાખો કે ગાઢ અંધકારમાંથી જ પ્રભાતનું પહેલું કિરણ પ્રગટે છે.’
| ‘પ્રભુ ! તો મારી ગતિ કેવી હશે ?” પ્રશ્ન કર્યો. ભવિષ્ય જાણવાની ઉત્કંઠા સહુ કોઈને હોય છે. એ માટે તો આખું જ્યોતિષશાસ્ત્ર રચાયું છે. મને હતું કે પ્રભુએ જેમ પ્રથમ મારા ઉદ્ધારનું આશ્વાસન આપ્યું એમ આમાં પણ મને મનગમતું કહેશે. પણ તેઓએ તો મારા રાજ પદની લેશ પણ તમા રાખ્યા વગર કહ્યું, ‘નરકગતિ.”
‘નરકગતિ ?' મારાં બારે વહાણ જાણે એકસાથે ડૂબી ગયાં.
‘પણ એ નરક જ તારા ભાગ્યનું નિર્માણ કરશે; અંતે તું મારા જેવો તીર્થંકર થઈશ ને મુક્તિપદને વરીશ.'
પ્રભુના શબ્દોએ મારા દર્દની દવા કરી. હું નાચી ઊઠયો. ઉજ્વળ ભાવિના એ બોલ મારા ધ્રુવતારક બન્યા.
ઓહ, મનની તે કેવી અજબ ગતિ ! પળ-વિપળમાં કેટકેટલી વિચારધારાઓ વહી નીકળી !
કારાગાર હજીય કુહાડાના ઘાથી ધણધણી રહ્યું હતું.
રાજ કેદીએ ફરી દરવાજા તરફ જોયું. ત્યાં અશોક કુહાડો લઈને ખડો હતો. પાછળ મહામંત્રી વસ્સ કાર ખડો હતો. ને એની પાછળ મહાભિખ્ખું દેવદત્ત ખડો હતો.
સહુને પોતાની સ્વાર્થસાધના છે-નાની કે મોટી. મહાભિખ્ખને બુદ્ધના સમોવડિયા થવું છે; અને એ માટે એને રાજ્યાશ્રય જોઈએ છે; શ્રમણમાત્રનો એ હૃષી બન્યો છે. રાજ્યાશ્રય મેળવવા એ શું શું પાપ નહીં કરે ? અશોકને હાથમાં લેવા અને રાજી કરવા એ મારું ખૂન પણ કરે ! મારું જીવન એના માર્ગનો કાંટો છે. પાછળ આર્યા ભુજંગી છે. મારા માટે તો એ કાળી નાગણ કરતાંય વધુ ઝેરી છે. આ બધાં મળીને
દેહનું દાન ને પ્રેમનું ગાને 79.
78 D શત્રુ કે અજાતશત્રુ