________________
ધના અનગારની શી વાત છે ?' આનંદે પૂછવું.
‘દહીંમાં ને દૂધમાં રાગમાં ને વિરાગમાં-પગ રાખવાની એની વાત નથી. સાચા તપસ્વીઓ કેવા હોય એનું દૃષ્ટાંત ધનો અનગાર છે. આપના પંથમાં તો ખાવા-પીવાના શોખીનો ભળે છે, પણ મહાવીરનો પંથ તો ખાંડાની ધાર જેવો છે.” કચ મહાવીર કે બુદ્ધ બેમાંથી એકનોય ભક્ત નહોતો, પણ એ અત્યારે પોતાનું ધાર્યું ન કરતા લોકગુરુ બુદ્ધને જરાક નીચા બતાવવા ઇચ્છતો હતો. | ‘કચ ! મારી વાત ન કર, તારી વાત કર. વૈશાલીથી કપિલવસ્તુ પહોંચવાના બે માર્ગ પણ હોઈ શકે.’ લોકગુરુએ શાંતિથી જવાબ દીધો. કચના આક્ષેપ સામે જાણે એ જળ કમળવત હતા,
‘પણ આપનો માર્ગ તો આ સુંવાળી આમ્રપાલીઓને અધિક પ્રિય પડે એવો છે. સંસારમાં રહી પાપ કરવાં, પાપ કરતાં પકડાઈ જવાય, એટલે માથું મુંડાવી લેવું; બસ બધી લપ છૂટી !' કચે આમ્રપાલી તરફ લક્ષ કરતાં કહ્યું. | ‘પહેલાં ધના એનગારની વાત કહો !' લોકોએ કહ્યું.
કચે વાત શરૂ કરી ; “ કાકંદી ગામ, ભદ્રા નામની શેઠાણી, ધન્ય નામે પુત્ર. ધન્ય જુવાન થયો એટલે એને બત્રીશ કન્યાઓ સાથે પરણાવ્યો, ને એ માટે બત્રીશ મહેલ બંધાવ્યા. ધન્ય નાટય, ગીત ને નૃત્ય સાથે ઋતુ ઋતુ અનુસાર ભોગ ભોગવવા લાગ્યો. ત્યાં એક વાર એણે ભગવાન મહાવીરની વાણી સાંભળી. ભગવાને કહ્યું કે દરેક જીવિત મૃત્યુથી ને દરેક યુવાની વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલી છે.*
‘રે કચ ! લોકગુરુ પણ એમ જ કહે છે; આમાં નવીન શું છે ?” તથાગતના એક શિષ્ય વચ્ચે કહ્યું.
‘લોકગુરુ તો તમને ખીર-ખાજાં ખાવાનું કહે છે, ને સાથે સાથે તપ કરવાનું કહે છે. અને અહીં તો ધન્યને ભગવાન મહાવીરે દીક્ષા આપી ને તપનો માર્ગ સમજાવ્યો; કહ્યું કે ‘દેહને મુખ્ય ન ગણીશ, આત્માને ઓળખ. વસ્ત્ર એ કંઈ માણસ નથી, માણસ તો અંદર બેઠો છે !' | બસ ! ધન્યને આ વાત રુચી ગઈ. એણે મહાવીરને સ્પષ્ટ કહ્યું, ‘હું મરણ સુધી છ છ ટેકના ઉપવાસ કરવા માગું છું. છ ટેકના ઉપવાસને પારણે હું લૂખું અનાજ મળશે તો લઈશ, અને તે પણ કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ કે યાચકને જરૂર ન હોય તેવું હશે તો જ લઈશ.’ કહો, હવે એવું તમારામાંના કોણ કરશે ?”
‘પછી મહાવીરે મંજૂરી આપી ? વાત તો મન ચાહે તેવી થઈ શકે.’ આમ્રપાલીએ વચ્ચે રસ લીધો. ‘મહાતપસ્વિની દેવી આમ્રપાલીજી !' કચે કટાક્ષમાં કહ્યું, ‘ધન્ય અનગારે તપ
322 D શત્રુ કે અજાતશત્રુ
શરૂ કર્યું. કોઈ દહાડો પારણા વખતે પેય મળે તો ખાઘ ન મળે, ખાઘ મળે તો પેય ન મળે. પણ એ તો માત્ર દેહને ભાડું આપી રહ્યા. આ તપકર્મથી ઉનાળામાં કાદવ સુકાય તેમ એમનું માંસ સુકાઈ ગયું, રક્ત તો રહે જ ક્યાંથી ? હાડ અને ચામનો માળો બાકી રહ્યો.
‘અરે ! એમની કરોડરજ્જુનાં હાડકાં માળાના મણકાની જેમ ગણી શકાય છે. છાતીનો ભાગ ગંગાનાં મોજાંની હાર જેવો દેખાય છે. હાથ સુકાઈ ગયેલા સાપ જેવા લટકે છે. પેટ પીઠ સાથે ચોટી ગયું છે. આંગળીઓ મગ-અડદની સુકાઈ ગયેલી સીંગો જેવી બની ગઈ છે. આમ્રપાલી જેવી દેવીઓનાં દિલ ખરેખર જો ધર્મ ને તપ માટે ઉત્સુક હોય તો મારી સાથે ચાલે, ધન્ય અનગારનાં દર્શન કરે, અને આવું વ્રત લે, એવો સંયમ લે. બાકી બધી પોલ.’
- લોકોએ કહ્યું, ‘એ તો બધું ઠીક. ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ-બેમાંથી જેને જે ગમે તે ભજે . કોઈએ અન્યના ધર્મને હલ કો કહેવો એ પણ અધર્મ છે. બાકી રાજ્ય ધર્મમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જેણે સંન્યાસ-દીક્ષા લીધી તે સિંહાસનથી પણ અસ્પૃશ્ય ! માટે ચાલ્યા જાઓ. નગરવધૂ આમ્રપાલી તો સમાજની નજરે ક્યારની મરી ચૂકી છે.”
કૂટો ત્યારે માથાં ! તો મગધ સામે લડવા જાઉં છું. હવે વૈશાલીના શત્રુઓને ઊંઘમાં ને ઊંઘમાં હણી કાઢવા જોઈશે.' કચે કહ્યું..
તથાગત બોલ્યા : 'વત્સ ! આત્મનિરીક્ષણ કરજે , કેટલીક વાર આપણી જાતે જેવો આપણો બીજો શત્રુ હોતો નથી.'
કરો આનો કંઈ જવાબ ન આપ્યો, ને આમ્રપાલી સામે આંખો કાતરતો એ રવાના થઈ ગયો.
આ વખતે એક ભક્ત આવ્યો. એણે સમાચાર આપ્યા કે વત્સ અને અવંતી વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ઘડીઓ ગણાય છે. ભગવાન મહાવીર એ તરફ વિહરે છે.
વાહ ! અહિંસાધર્મની કસોટીનો કાળ હવે આવી પહોંચ્યો લાગે છે. ચાલો, આપણે વહેલાસર પ્રસ્થાન કરીએ. બહુજનોના સુખ માટે, બહુ જનોના હિત માટે આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.’ તથાગતે કહ્યું.
| ‘પ્રભુ ! આખો સમાજ પતંગ જેવો બન્યો છે; અને દીપક પર મરી પાડવામાં જ શ્રેય માને છે. આવા લોકોમાં પ્રેમધર્મનો પ્રચાર કઈ રીતે થશે ?’ આનંદના મનમાં વિધવિધ પ્રકારના સમાચારોથી વ્યાકુલતા પ્રસરી હતી.
આનંદ ! કદી માનવમાંથી શ્રદ્ધા ન ખોઈશ, અતિ અસત્યમાંથી જ સત્ય અવતાર ધરે છે. કોલસાની ખાણમાંથી જ હીરો નીકળે છે. અતિ હિંસામાંથી જ
પ્રેમધર્મનું પ્રભાત 323