________________
લાલચટક રંગ આજે ક્યાં ઊડી ગયો ? ને આ બધું છતાં નારી! તું સિંગારની સામગ્રી લઈને બેઠી છે, તે શું સિંચાર કરે છે કે સિંગારની મશ્કરી કરે છે ?
પ્રત્યુત્તર સાંપડતો નથી. સુંદરી પોતાના કાર્યમાં મશગુલ છે. ભલે જોબનવંતી જવાબ ન વાળે. સંસાર જ વિચિત્રતાઓનો ભંડાર છે, એમાં તું વળી કંઈ નવું ચિત્ર નથી !
એ સુંદર નારે અંબોડો છોડ્યો - મદારીના કરંડિયામાંથી સાપ છૂટો પડે એમ સુદીર્ઘ કેશાવલી પાની સુધી લહેરાઈ રહી. મણિમુક્તાના થંભ પર જાણે શેષનાગ લટકી રહ્યો હોય, એવી શોભા વિસ્તરી રહી.
‘દાસી ! ઊંચામાં ઊંચો મઘ લાવ ' સુંદરીએ આજ્ઞા કરી-જાણે માળામાંથી કોયલ બોલી.
‘મઘ ?” દાસીઓને રાણીની મઘની માગણીએ જરા વિચાર કરતી કરી મૂકી. પણ નોકર તો ચાવીવાળું પૂતળું છે, આજ્ઞાની ચાવી ચડી કે ચાલવું એ જ એનો ધર્મ; યોગ્યયોગ્ય, સમય-કસમય કંઈ જોવાનું નહિ, માત્ર આજ્ઞાનું જ અનુપાલન કરવાનું.
દાસીઓ દોડીને મઘભંડારમાંથી મઘ લઈ આવી. રાણીએ એ મઘ જોયો ને ફેંકી દીધો.
અરે, આનાથી ભારે જોઈએ ! પાણી જેવા મઘ તે કંઈ ચાલે ?' દાસીઓ ફરી દોડી. ફરી મધના કંપા લઈ આવી. રાણીએ ફરી એ મદ્ય જોયો, સંધ્યો ને કહ્યું :
અરે કંજૂસ લોકો ! આનાથી ઊંચો જોઈએ. મદાલસા !' રાણીએ એક દાસીને દૂરથી બોલાવી. મદાલસા ગજ ગામિનીની ચાલે ચાલતી આવી. એનું રૂપ આ સુંદરીથી સહેજે પણ ઊતરતું નહોતું, બલકે વધુ તાજું હતું. ફક્ત એ ક્ષત્રિયકુળમાં જન્મવાને બદલે દાકુળમાં જન્મી હતી, એટલું જ .
મદાલસા સવારથી રસોઈગૃહમાં ગૂંથાયેલી હતી, કેસર, કસ્તુરી, અંબર અને સુવર્ણ પરપટી, ચાંદીની ભસ્મ, હીરાની ભસ્મ, મોતીની ભસ્મ લઈને બેઠી બેઠી એ કંઈક મિશ્રણ કરી રહી હતી. એ દોડીને આવી, બોલી,
આજ્ઞા, રાજમાતા !”
આ શબ્દો સાંભળતાં જ સિંગાર કરતી સુંદરી નારાજ થઈ ગઈ. એ બોલી : મારી છરી અને તારું ગળું ? હું રાજ માતા છું કે રાજરાણી છું ?'
આપ રાજમાતા છો. ગઈ ગુજરી ભૂલી જાઓ. સ્વામિની ! આજે રાજા તો અશોકચંદ્ર ને રાણી તો પદ્માવતી. ઢઢેરા સાથે રાજઆજ્ઞા પ્રગટ થઈ ચૂકી છે.”
2 D શત્રુ કે અજાતશત્રુ
મદાલસા બોલી. એના કથનમાં ભંગ નહોતો, વાસ્તવિકતા હતી.
સિંગાર કરતી સુંદરી ફરી વ્યાકુળ બની ગઈ. એ એક વિરામાસન પર જઈને પોટલાની જેમ પડી, વિચાર કરી રહી અને થોડી વારે બોલી : | ‘મરી જઈશ, જો મને કોઈ રાજ માતા કહેશે તો ?
‘તમામ કાયર સ્ત્રી-પુરુષો મરવાનું જ જાણે છે. પોપટ જેમ રામ રામ પઢે, તેમ આવાં સ્ત્રી-પુરુષો કેવળ મોત મોત રટે છે. એમને જાણે જીવવામાં જોર પડે છે. પણ તમારા મરવાથી એક માખી પણ નારાજ નહિ થાય એટલું ન ભૂલશો. માણસના ધર્મની અને ધીરજની આવે વખતે જ કસોટી થાય છે. ઊભા થાઓ, સિંગાર ચાલુ કરો. શબ્દની માયાજાળમાં ન પડો.”
વળી એ સુંદર નારી ઊભી થઈ. વળી અરીસા સામે જઈને થંભી ગઈ. આ વખતે એ અરીસા સામે ન જોઈ શકી, જાણે હૃદયહીણો અરીસો પણ એની મશ્કરી કરી રહ્યો હતો !
સુંદરીએ આંખ મીંચી દીધી, આંખ બંધ રાખીને જ એ બોલી, ‘મદાલસા! આ બધી દાસીઓ કંજૂસ છે. તે સ્વયં જા, અને ઊંચામાં ઊંચો મધ લઈ આવ!'
| બા, તમે તો મધ કદી ચાખ્યો પણ નથી, ને ઊંચનીચની તેમને શી ગમ પડે? વારુ, મઘ લાવું છું.”
મદાલસા મદ્યગૃહમાં ગઈ અને મઘની એક નાની કૂપી લઈ આવી. એણે દાસીઓને કૃપી આપતાં કહ્યું,
‘આથી બાના વાળને ભીંજાવીને અંબોડો ગૂંથી દેજો. પણ વારુ, અંબોડો ગૂંથતાં પહેલાં મને સાદ દેજો.’
| ‘અંબોડો ગૂંથતાં તો અમને પણ આવડે છે, હોં.' દાસીઓને મદાલસા પર જરા ખોટું લાગ્યું.
આજનો અંબોડો નવી ભાતથી ગૂંથવાનો છે.” આટલું કહી મદાલસા ચાલી
ગઈ.
સુંદરી એક બાજોઠ પર બેસી ગઈ. દાસીઓ ચૂપચાપ રાણીના રેશમી કેશકલાપમાં મધ નાખીને ચોળી રહી. મઘની સુગંધ ચારે તરફ પ્રસરી ગઈ, અને એની માદક ગંધે ગંધે ભમરા પણ આવી પહોંચ્યા.
એક દાસી મૂંગી મૂંગી ભમરાને ઉડાડી રહી. બીજી વાળમાં મઘ ચોળી રહી.
“અરે ! તમે કોઈ બોલતી કેમ નથી ?' એ સુંદરીને મૌન અસહ્ય બન્યું, ‘શું તમારું કોઈ સગું મરી ગયું છે, કે આમ સાવ ચૂપ છો ?'
રાજ મહેલની રાણી સુખી નથી D 3