________________
ચૂંટાયેલા અધિકારીઓ ગણતા.
એક અધિકારી સામન્ત પક્ષનો રહેતો; એક અધિકારી સેટ્ટી પક્ષનો રહેતો; એક અધિકારી શ્રેણી-શિલ્પી પક્ષનો રહેતો અને એક અધિકારી નાગરિક પક્ષનો રહેતો.
આ ચારે જણા છંદ-શલાકાઓ લેખતા અને વધુ છંદ-શલાકાઓવાળા રાજાનું નામ ચૂંટાયેલું જાહેર કરતા.
નિર્વાચિત નેતાનું નામ પ્રગટ થતાં ગણસમાજ એને ઊંચા જયજય નાદોથી વધાવતો અને પવિત્ર પુષકરણી તરફ દોરી જતો.
આ પુષકરણીનું જળ પવિત્ર લેખાતું અને સામાન્ય ગણને એ જળનો સ્પર્શ પણ દુષ્કર રહેતો.
પુષ્કરણી-વાવમાં સ્નાન કર્યા પછી નેતાને સંથાગારમાં ફરી દોરી જવાતો અને હાથીદાંતના સિંહાસન પર એનો અભિષેક થતો. પંચરિતાનાં જળમાં સુવર્ણ પાત્રમાંથી જળ લઈ મસ્તકે, નેત્ર, ઉદરે, પગે લગાડી એ નેતા પોતાની વફાદારી જાહેર કરતો. એ જાહેરમાં પ્રતિજ્ઞા લેતો.
‘ગણતંત્રમાં હું પરમ શ્રદ્ધા ધરાવું છું. ગણવિધાન શ્રેષ્ઠ વિધાન છે, એમ માનું છું. હું રાજપદે નિયુક્ત થઈને ગણચૈત્યો, ગણસમાજ અને ગણસંઘને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરું છું. ગણસન્નિપાત (સર્વ પરિષદ) અને ગણપરિષદના નિર્ણયો મને માન્ય છે. જનપદોની મુક્ત સ્વાધીનતા એ મારો ધર્મસિદ્ધાંત છે. એની રક્ષા માટે હું હંમેશાં તન, મન અને ધન અર્પણ કરીશ.'
ચૂંટાયેલા એક નેતાની વરણ-ક્રિયા ચાલતી, એ દરમિયાન બીજા નેતાને ચૂંટાવાની ક્રિયા ચાલુ રહેતી; ને દરેક નિર્વાચિત નેતા વરણ-ક્રિયામાં પ્રવેશ પામતો.
એ વખતે આ ગ્રામ-નગરોનો પ્રવાસ અદ્ભુત રહેતો. ઠેર-ઠેર ખાનપાન ચાલતાં. નૃત્ય, ગીત ને વાઘ સ્થળે સ્થળે દેખાતાં. પુરુષો પોતાના સભામંડપો યોજતા. સ્ત્રીઓ આખો દિવસ ગીતિ, પ્રહેલિકા ને છંદમાં રાચ્યા કરતી. એક અકલ્પ્ય આનંદમાં જનપદો ડોલ્યાં કરતાં. ક્યાંક રથ, અશ્વ કે ગજની શરતો રમાતી. ક્યાંય શરસંધાનનૈપુણ્યની સભાઓ યોજાતી.
આ ચૂંટાયેલા રાજાઓ ગણશાસન શરૂ કરતા. અને એ ચૂંટાયેલા રાજાઓ પછી પોતે એકત્ર થઈ ગણ રાજ અને ગણપતિને ચૂંટતાં.
ગણરાજ સેટ્ટીઓના અને શિલ્પીઓના જથ્થાઓની વ્યવસ્થા કરતા. સેટ્ટીઓનો સંઘ નિગમ કહેવાતો. નિગમોનો ઉપરી નગરશેઠ કહેવાતો. શિલ્પીઓનો સંઘ શ્રેણી કહેવાતો. શ્રેણીનો ઉપરી જ્યેષ્ઠક કહેવાતો. શ્રેણીવાર શિલ્પોની એ રચના કરતો અને એ પ્રમાણે શિલ્પનગર વસાવતો.
100 7 શત્રુ કે અજાતશત્રુ
રાજગૃહીના રાજા બિભિસારે ગણતંત્રની આ પ્રથા પોતાના રાજતંત્રમાં અપનાવેલી, એટલે લોકોએ એને શ્રેણિકનું ઉપનામ આપ્યું હતું. એ ઉપનામ એને આખરે ગણતંત્રનો છૂપો હિમાયતી ઠરાવી ગયું, અને એ માટે એને પોતાના પ્રાણ આપી દેવા પડ્યા. પણ એ વાત તો આજે જૂની થઈ ગઈ.
વૈશાલીમાં અંતરાયણ અને શ્રેષ્ઠીચત્વર એ બે મુખ્ય વેપારનાં મથકો હતાં. અંતરાયણમાં શિલ્પીઓનો જ્યેષ્ઠક માલ લઈને આવતો. દરેક શિલ્પી વી જ્યેષ્ઠક જ સોદા કરતો. જેથી કોઈ શિલ્પી છેતરાય નહિ. છેતરવું ને છેતરાવું બંને અહીં હીન કર્મ લેખતાં.
આ અંતરાયણમાં સેટ્ટીઓના નિગમનો વડો-નગરશેઠ આવતો, અને જે સેટ્ટીઓને માલ ખપતો હોય એની યાદી મેળવતો અને એ પ્રમાણે યોગ્ય મૂલ્યે માલ ખરીદ કરતો.
દરેક વસ્તુના વેપારમાં લાભના ટકા નક્કી રહેતા.
ગણરાજ આ બંને પક્ષો તરફ પૂરતી ને સમભાવભરી દેખરેખ રાખતો. ગણપતિ (સેનાપતિ) કૃષિકાર અને સામંતવર્ગ પર ખાસ લક્ષ રાખતો. એને માથે યુદ્ધસંચાલનનું ઉત્તરદાયિત્વ રહેતું. એટલે સામંતવર્ગનાં બાળકો અને યુવાનોની કેળવણી પર એ ખાસ ધ્યાન આપતો.
સેટ્ટીવર્ગમાં અને શિલ્પીવર્ગમાં નાનપણમાં લગ્ન થતાં, પણ આ વર્ગમાં વીસ વર્ષ સુધી સુંદરીઓનો સંપર્ક નિષિદ્ધ હતો. માયકાંગલાં બાળકોને આ સમાજમાંથી છૂટા પાડી દેવામાં આવતાં અને ભયંકર કે ચેપી રોગવાળાંને બહિષ્કૃત કરવામાં આવતાં.
સામંતપુત્રોને શસ્ત્રની વિવિધ પ્રકારની કેળવણી અપાતી. નકલી યુદ્ધો રચાતાં એમને પ્રવાસે મોકલવામાં આવતા, જીવનની પ્રત્યેક કઠિનાઈમાંથી પસાર કરવામાં
આવતા.
કૃષિકારવર્ગ મોટે ભાગે ખેતી કરતો, પણ એના પર સેનાપતિનું ખાતું લક્ષ આપતું, કારણ કે યુદ્ધના સમયે પ્રત્યેક કૃષિકાર સેનામાં જોડાતો. આ વર્ગ એક તરફ અન્નનું ઉત્પાદન કરી દેશનું પાલન કરે, અને બીજી તરફ, જરૂર ઊભી થતાં, યુદ્ધમાં દેહ આપી દેશની રક્ષા કરે. એટલે આ વર્ગ તરફ સૌનો અત્યંત ચાહ રહેતો. આ વર્ગ નાગરિકપક્ષ કહેવાતો.
અને આ નાગરિકોનું મુખ્ય ધન ગાય ને બળદ હતાં. હિરણ્ય (સોનું) કરતાં વ્રજ (ગોકળ)ની કિંમત વધુ લેખાતી. એટલે ગણપતિ આ વર્ગની ખાસ રક્ષા કરતો.
શ્રેષ્ઠીચત્વર – શેઠનો ચોરો-એ ઝવેરીઓનું બજાર હતું. આ બજારમાં દેશદેશના નગરી વૈશાલી Ī 101