________________
14
નગરી વૈશાલી
જેના નામમાત્રથી રાજતંત્રો ભીતિ અનુભવતાં અને આવેશમાં આવી જતાં એ ગણનગરી વૈશાલી ગંડકી નદીને તીરે વસેલી હતી. ગંડકી એ વખતે મિહીને નામે ઓળખાતી.
વૈશાલી રાજકીય, ઔદ્યોગિક અને સંસ્કારિતાની દૃષ્ટિએ ખૂબ જ આગળ પડતી નગરી હતી. અને અષ્ટ કુલના નેતાઓ, જેઓ રાજાને નામે ઓળખાતા, તેઓ રાજ્ય કરતા હતા. આવા રાજા નવસો નવ્વાણુ રહેતા.
અષ્ટ કુલોમાં વિદેહ, લિચ્છવી, જ્ઞાત્રિક, વજ્જિ, ઉગ્ર, ભોજ, ઇક્ષ્વાકુ ને રાજન્ય એમ આઠ કુળોમાં વિદેહ, લિચ્છવી, જ્ઞાત્રિક અને વજ્જિ એ ચાર મુખ્ય કુળો લેખાતાં.
વિદેહની સુપ્રસિદ્ધ રાજધાની મિથિલા હતી. જ્ઞાત્રિકની કુંડપુર નગર (ક્ષત્રિયકુંડ ને બ્રાહ્મણકુંડ) અને કોલાગ્ગ મુખ્ય હતું. લિચ્છવીઓની રાજધાની વૈશાલી હતી. અને સંઘનગરી પણ એ હતી.
આ સંઘનગરીનું શાસન વિજ્જ સંઘશાસન કહેવાતું. અંગ, બંગ, કલિંગ, ચંપા, કાશી, કોશલ, તામ્રપર્ણી ને રાજગૃહી જેવાં પ્રસિદ્ધ શાસનો આની પાસે ઝાંખાં પડતાં હતાં.
વૈશાલીના નેતાઓ એનો પ્રાણ હતા. એની સામંતશક્તિ એનું જીવન હતી. એની નગરસુંદરીઓ એની શોભા હતી.
વૈશાલીમાં એકને જોઈએ અને એકને ભૂલીએ એવા સાત હજાર સાતસો સાત પ્રાસાદો, કૂટાગરો, આરામો હતા અને એનો ભોગવટો વૈશાલી જનપદોને હાથ હતો.
વૈશાલી શ્રાવસ્તીથી રાજગૃહીના માર્ગ પર આવેલું હતું, ને વત્સ, કાશી,
કૌશલ અને મગધની વચ્ચે ઘેરાયેલું હતું. આ ભૌગોલિક સ્થિતિનો એને લાભ પણ હતો ને હાનિ પણ હતી.
સાર્થવાહો અને નાવિકોને માટે આ મુખ્ય નગર હતું. અહીંથી સાર્થવાહો માહિષ્મતી, પ્રતિષ્ઠાન, ઉજ્જૈન, વિદિશા, કોશાંબી અને સાકેત સુધી જતા. અહીંથી માલ લઈને કપિલવસ્તુ, કુશિનારા, પાવા ને હસ્તિગ્રામ સુધી ફેરિયાઓ ફરતા. વૈશાલીથી મિથિલાના રસ્તે ગાંધાર જવાતું. રાજગૃહીના રસ્તે થઈ સિંધસૌવીર જવાતું. અહીંથી ચંપા થઈને તામ્રપર્ણી, સ્વર્ણદ્વીપ ને યવદ્વીપ વગેરે દૂરદૂરનાં દ્વીપે જવાતું.
અહીં રાજા નહોતા, રાજમહેલ નહોતા. હજારો અંગનાઓથી શાપિત અંતઃપુરો નહોતાં કહો તો અહીં એક રાજાઓ-નેતાઓ હતા; ગણો તો દરેક મકાન રાજમહેલ હતું.
અહીં કેન્દ્રીય એકહથ્થુ સત્તા નહોતી, એટલે દરેક માણસ શાસન માટે પોતાને જવાબદાર લેખતો. દરેક સ્ત્રી પોતાને સમ્રાજ્ઞી લેખી નગરકલ્યાણ માટે પ્રાણ અર્પણ કરતી.
આવા અનેક રાજાઓ અને અનેક રાણીઓ ઇન્દ્ર-ઇંદ્રાણીની શોભા ધરાવતાં, અને નગરને દેવનગરી બનાવતાં.
અહીંના નવસો નવ્વાણુ રાજાઓની ચૂંટણી દર સાત વર્ષે સંથાગારમાં ગણસંનિપાત (પાર્લમેન્ટ) દ્વારા થતી.
એ વખતે એકસો આઠ સ્થંભવાળા સંથાગારને અદ્ભુત રીતે સુસજ્જિત કરવામાં આવતું. નગરપુરુષો ને નગરસ્ત્રીઓ અને અજબ રીતે શણગારતાં.
મત્સ્ય દેશના અરીસાઓ જેવા આરસપહાણ પર અનેકરંગી વસ્ત્રોથી સુસજ્જિત એ સુંદરીઓના પડછાયા જોવા હજારો માઈલોનો પંથ ખેડીને પ્રવાસીઓ આવતા.
અહીં નવસો નવ્વાણુ હાથીદાંતનાં મંત્રપૂત સિંહાસનો રહેતાં અને આગળ ગણરાજ્યની પવિત્ર નદીઓનાં પાણીથી ભરેલાં સુવર્ણપાત્રો મુકાતાં. એના પર પૂર્ણ કમળનું પ્રતીક રહેતું અને બંને બાજુ કાળી અને લાલ રંગની છંદશલાકાઓ રહેતી.
નેતાઓના નિર્વાચનની ક્રિયા ઘણા દિવસ સુધી ચાલતી. ને એટલા દિવસો સુધી આખા પ્રદેશમાં એક મહોત્સવ ઊજવાતો.
ગણસદસ્યો વિરુદ્ધ અને તરફેણની શલાકાઓ લઈ વેદી પરના પાત્રમાં નાખતા. એ વેદી પર ચૂંટણીના ઉમેદવારનું નામ રહેતું. સંગ્રાહક અને પ્રથમથી જાહેર કરી દેતા.
આ કાળી ને લાલ છંદ-શલાકાઓને (મત લાકડીઓને) ગણશાસનના ચાર નગરી વૈશાલી D 99