________________
કાચબો દોડીને કાગડાને ભેટી પડ્યો ને બોલ્યો : ‘મિત્રનું આલિંગન અમૃતાસ્વાદથી પણ અધિક શીતલ છે.’
આ પછી બંને મિત્રો મળ્યા ને વાતચીત કરવા લાગ્યા. વાત કરતાં પોતાનો એક મિત્ર પોતાની સાથે છે, એ વાત કાગડાએ જણાવી ને બનેલી બધી બીના કહી.
મંથરક કાચબાએ કહ્યું, રે ! તમારી મિત્રતા જગતને પાઠ પઢાવનારી છે. નિઃસ્વાર્થી મિત્રતા તે આનું નામ. ઉદર સાચી વાત કહેનારો છે, માટે સાચો મિત્ર છે. મિત્રતા પ્રાણનો ગુણ છે. આ જગતમાં જે મનુષ્યોને અપ્રિય છતાં હિતકારી વચનો કહે છે, તેઓને જ મિત્ર કહેવા.'
પછી એમણે ઉંદરને બોલાવ્યો. ત્રણે મિત્રો બનીને સુખે દિવસો નિર્ગમન કરે છે, ખાય છે, પીવે છે ને વાતો કરે છે, ત્યાં એક દિવસ ચિત્રાંગ નામનો મૃગ દોડતો દોડતો ત્યાં આવ્યો. મંથર કે કહ્યું, ‘નક્કી, એને માથે ભય તોળાય છે.”
એટલામાં ચિત્રાંગ ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, ‘મિત્ર મંથરક ! મને બચાવ. પારધીઓએ મારો પીછો પકડ્યો છે.'
મંથરકે કહ્યું, ‘ગાઢ વનમાં ચાલ્યો જા !”
કાગડો આકાશમાં ઊડ્યો અને થોડીવારમાં ખબર લાવ્યો કે પારધીઓને પૂરતું માંસ મળી જવાથી તેઓ પોતાની પત્નીઓ સાથે આનંદવિનોદ કરી રહ્યા છે, માટે હવે બધા નિર્ભય થાઓ.’
આ પછી ચારે મિત્રો – મૃગ, કાચબો, કાગડો અને ઉંદર - એક સાથે રહ્યા અને રોજ જાંબુ વૃક્ષ નીચે મળવા લાગ્યા ને ગોષ્ઠિ કરવા લાગ્યા. દિવસો આમ ખૂબ આનંદમાં વ્યતીત થવા લાગ્યા.
એક દિવસ બધા મિત્રો મળ્યા, પણ મૃગ ચિત્રાંગ ન આવ્યો. ત્રણે જણાને ખૂબ ચિતા થવા લાગી. આ વખતે ઉંદર અને કાચબાએ કાગડાને વિનંતી કરી, ‘અમે મંદ ગતિવાળા છીએ, માટે તું જા અને તપાસ કર !'
કાગડો આકાશમાં ઊડ્યો ને થોડીવારમાં ખબર લાગ્યો કે ચિત્રાંગ એક શિકારીની જાળમાં ફસાયો છે.
આ વખતે ઉંદરે કહ્યું : “મને ત્યાં લઈ જાઓ.'
કાગડાએ ઉંદરને પોતાની પાંખમાં લીધો, ને ચિત્રાંગ પાસે પહોંચ્યો. ઉંદર શીવ્રતાથી પાશ કાપી નાખી, મૃગને છૂટો કર્યો. આ વખતે ધીરે ધીરે કાચબો પણ ત્યાં આવી પહોંચ્યો. કાગડાએ કહ્યું કે ‘જેને જવા-આવવામાં વિલંબ થાય એવા પ્રાણીએ આ સ્થળે ન આવવું જોઈએ.’ કાચબો કહે, ‘મારું મન રોક્યું ન રોકાયું, માટે અહીં આવ્યો. મિત્રને વિપત્તિમાં
276 શત્રુ કે એ જાતશત્રુ
પડેલો સાંભળી ધીરજ કેમ ધરાય ?'
આ વખતે પારધી દોડતો ત્યાં આવ્યો. એને જોઈને મૃગ ઠેકીને જંગલમાં ચાલ્યો ગયો. કાગડો ઝાડ પર બેસી ગયો. ઉંદર દરમાં ભરાઈ ગયો. કાચબો ઘાસમાં જઈ બેઠો.
પારધીએ મૃગને નાસતો જોઈ પોતાની મહેનત એળે ગયેલી જાણી. આ વખતે એની નજર કાચબા પર પડી. એને થયું કે જે મળ્યું તે, કાચબો તો કાચબો !
પારધીએ કાચબાને બાંધ્યો ને ઘર તરફ રવાના થયો. કાગડો આ જોઈ કલ્પાંત કરવા લાગ્યો.
ઉંદરે કહ્યું, “ભાઈ ! રોવાથી વિપત્તિ દૂર નથી થતી, ઊલટી ગળે વળગે છે. દરેક વાતના ઉપાય છે. આનો ઉપાય વિચારો.'
કાગડો કહે, ‘એ ઉપાય તું જ કહે, ઘણી વાર સાદી નીતિ આગળ કૂટ નીતિ જીતી જાય છે.”
ઉંદરે કહ્યું, ‘મિત્ર મૃગને કહે કે કોઈ જળાશયના કાંઠે જઈને મરેલાની જેમ પડ્યો રહે, તું જઈને તેના પર બેસજે , પારધી મૃગને મરેલો માની, કાચબાને નીચે મૂકી, નિરાંતે એને લેવા જશેએ વખતે એના પાશ હું છેદી નાખીશ.'
ઉંદરની સલાહ સહુને બરાબર લાગી.
મૃગ એક સરોવરના કાંઠે જઈને લાંબોપાટ થઈને પડ્યો. કાગડો તેના પર બેસીને ચાંચો મારવા લાગ્યો.
પારધીએ વિચાર્યું કે આખરે મનમાન્યો શિકાર મળ્યો ખરો ! આજ આખું કુળ જમાડીશ. બધાને કાચબાના બદલે મૃગનું મિષ્ટ ભોજન મળશે. અરે ! બાળબચ્ચાં કેવાં ખુશ થશે ! અને કાચબાને નીચે મૂકીને એ મૃગ લેવા ચાલ્યો.
તરત ઉંદરે કાચબાના પાશ છેદી નાખ્યા. પેલી તરફ મૃગ ઊઠીને છલાંગ ભરતો નાસી ગયો.
પારધી બિચારો હાથ ઘસતો રહ્યો. ઉંદરે આ વખતે એક નીતિવચન કહ્યું,
વિવેકી પુરુષે મિત્રતાની ઇચ્છાવાળાને મિત્ર કરવા, અને નિષ્કપટભાવે વર્તવું. જે ખરેખર મિત્રતા સાધે છે, અને નિષ્કપટપણે વર્તે છે, એ કદી હારતો નથી. મિત્ર તો જગતનું મહારત્ન છે, ઇંદ્રને પણ દુર્લભ છે.'
વર્ણકારે પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “હવે હું આપનો નિર્ણય માગું છું.’ ‘અમે વર્ષકારને મિત્ર બનાવવા ચાહીએ છીએ.” ચારે તરફથી પોકારી ઊઠ્યા.
દરેક વાતને બે બાજુ હોય છે D 277