________________
ગયો. દરેક પક્ષ પોતાના વળના માનવદેવોની પ્રતિમા માટે સજાગ થઈ ગયો. ઠેરઠેર લોકોનાં ટોળાં છૂટથી ચર્ચા કરવા લાગ્યાં.
ચર્ચાને અહીં કોઈ બંધ નહોતો કે બંધન નહોતું.
જૂના દેવ તો જાણે ગયા – એમનો પક્ષ લેવાનું તો બધા ભૂલી ગયા ! જાણે એ દેવની હયાતી એ તો આજના દેવોનું અપમાન હતું. પ્રજ્ઞા, શીલ કે સત્યની આધુનિક પ્રતિમાઓના હક્ક પર તરાપ છે, એમ સૌને લાગવા લાગ્યું.
કોઈ રડ્યુંખડ્યું જૂના દેવનો પક્ષ લેતું તો તરત બધા, જાણે હડકાયા કૂતરાને હાંકવા નીકળ્યા હોય એમ, હોંકારા કરીને કહેતા : ‘અરે, કેવા મૂર્ખ છો ! આ જમાનામાં આવી વાતો ! નવા પ્રકાશનું એક પણ કિરણ તમારા જેવા ઘુવડોને લાધ્યું નથી ! છી છી ! તમે અમારી સાથે ચર્ચા કરવાને પણ લાયક નથી !'
બોલનારો બિચારો ભાગી છૂટતો.
બીજે દિવસે શેરીઓમાં દુંદુભિનાદ ગુંજી રહ્યો. એમાં જાહેરાત હતી કે પ્રજાના મનને ચકડોળે ચડાવી દેનાર એક મહાપ્રશ્નની ચર્ચા આવતી કાલે સંથાગારમાં થશે. સહુ સદસ્યોએ સમયસર સંથાગારમાં હાજર થઈ જવું.
એ આખી રાત યુદ્ધની રાત જેવી વીતી. કેટલીક સંપીલી શેરીઓમાં એ રાતે બે ભાગ થઈ ગયા : એક કહે, અમુક શ્રેષ્ઠીની પ્રતિમા મૂકો; બીજો કહે, અમુક સામંતની પ્રતિમા મૂકો. કોઈએ એના શીલની બાજુ આગળ કરી, તો કોઈએ એના નબળા સત્યને આગળ કરી શીલને તોડી નાખ્યું. કોઈએ એની અહિંસાની બાજુ આગળ ધરી, તો કોઈએ એનો પરિગ્રહ આગળ કરી એને મહાહિંસક ઠરાવ્યો.
સવાર થતાં તો આખી વૈશાલી વિભક્ત થઈ ગઈ. સુખડના વેપારીઓએ કહ્યું કે પ્રતિમા આપણા પક્ષની ન મૂકે તો સુખડ ન આપવું. પથ્થરવાળાઓએ પણ એ જ પ્રમાણે ઠરાવ કર્યો. અને આ પછી સુતાર અને કડિયા પણ શા માટે પાછળ રહે ? ખાણના ખોદનારાએ કહ્યું કે જો અમારામાંથી એકની પ્રતિમા નહીં મૂકો તો તમારી વાતો દંભ લેખાશે, માનવમાત્ર સમાન એ સૂત્ર પોલો ગોળો લાગશે.
આ સિવાય બીજી પ્રક્રિયા એ થઈ કે સુવર્ણના વેપારીઓએ સુવર્ણકારોને દબાવ્યા કે તમારે અમારી કહેલી પ્રતિમાને સ્થાપવામાં મત આપો; નહિ તો અમે તમને સુવર્ણ નહિ આપીએ. આવું આવું ઘણું થયું. પણ ખરી રીતે તો આજની સભામાં એનો આખરી નિર્ણય થવાનો નહોતો. છાબડું કઈ બાજુ નમશે તે કંઈ કહેવાય તેમ નહોતું. તર્ક, દલીલ, વિવાદની આજ કસોટી હતી.
એક જાદુગર પોતાનાં કરામતી કબૂતરોને હવામાં લહેરાતાં જોઈ રહે, એમ મુનિ પોતાની વિચારસરણીનો પ્રભાવ જોઈ રહ્યા, અને એ વિચાર સરણીના જનક 244 ] શત્રુ કે અજાતશત્રુ
મહામંત્રી વસકારની બુદ્ધિને વંદી રહ્યા. એમને થયું કે સાચી મુસદ્દીવટ તો એ મહામંત્રીને ચરણે બેસીને સહુએ શીખવાની હજી બાકી હતી. પરમાણુમાંથી પહાડ ખડો કરનાર મહામંત્રીને પુનઃ પુનઃ વંદન !
સંસ્થાગારનાં દ્વાર ખૂલ્યાં કે લોકોનો જબ્બર ધસારો થયો. સમય પહેલાં તમામ સ્થાન ભરાઈ ગયાં, ને આલતુ ફાલતુને રોકવા સૈન્ય ગોઠવવું પડ્યું.
ગણનાયક સંથાગારમાં આવ્યા કે હોહા મચી રહી. એમના હાથમાં બે લખોટા હતા. અને એમને કોઈની વતી કંઈ કહેવાનું હતું. તેઓએ પોતાના આસન પર સ્થાન લીધું, અને કોલાહલને રોકવા પાસે પડેલી કાસ્ય ઘંટા વગાડી.
સભા એકદમ શાંત થઈ ગઈ.
ગણનાયકે પોતાના હાથના બંને લખોટા ખોલીને બતાવતાં કહ્યું : ‘સભાજનો ! તમારો ઠરાવ મને મળ્યો છે. એની ચર્ચા શરૂ થાય અને એના માટે છંદશલાકાથી નિર્ણય લેવાય એ પહેલાં એક વાત તમારા ધ્યાન પર લાવવા માગું છું : આજે જ ચંપાનગરીથી સમાચાર છે કે મગધરાજ અજાતશત્રુ વૈશાલી જીતવા ચઢી આવે છે. સૈન્યનો પહેલો ભાગ તો ૨વાના પણ થઈ ચૂક્યો છે.’
ગણનાયક આટલી વાત કરીને પળવાર થોભ્યા, ત્યાં પ્રજામાંના એક મહાનિગમે ઊભા થઈને કહ્યું, ‘યુદ્ધની વાત અત્યારે ઠરાવ બહારની છે; એની ચર્ચા આ સમયે
ન થઈ શકે. એ માટે તમારે ફરી સભા બોલાવવી ઘટે.'
‘પણ વાત યુદ્ધની છે.’ ગણનાયકે ફરી ભારથી કહ્યું.
‘કાયદા બહારની વાત ગમે તેવી મહત્ત્વની હોય તોપણ અમને એ સ્વીકાર્ય નથી. કાયદા વિરુદ્ધની કોઈ વાત અમે સહન કરી નહીં શકીએ. આપ આજના ઠરાવ વિશે કહો.'
‘ઠરાવ વિશે એટલું કહેવાનું છે કે, આપણા વિદેહના વિખ્યાત જ્યોતિષીઓએ એક નિવેદન મોકલ્યું છે. નિવેદનમાં એમણે જણાવ્યું છે કે અમારે માત્ર વૈશાલીના માનસ્તૂપ વિશે કહેવાનું છે. એ સ્તૂપની પ્રતિષ્ઠા વખતના લગ્નયોગો જોતાં એમાં ઉત્તમ યોગો પડેલા છે. શેષનાગને માથે ખીલી મારી હોય એવા ઉત્તમ એ યોગો હતા. આ સ્તૂપને કારણે જ આ રાજ્યની આબાદી છે. માટે એ સ્તૂપને જરા પણ હાનિ પહોંચાડવામાં કે એ માટે સ્પર્શ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. જો એને જરા પણ હાનિ કરવામાં આવશે તો દેશ પર વિપત્તિનાં વાદળ વરસી જશે.’ સભા પણ ક્ષણભર વિચારમાં પડી ગઈ.
મુનિ તરફ સહુની નજર જવા લાગી. મુનિ થોડી વારે ઊભા થયા ને બોલ્યા : ‘મારી આખી ઉંમરમાં અને જાત-જાતના અનુભવોમાં કોઈ પણ જ્યોતિષીને સર્વાંગે જૂના દેવ ગયા ! D 245