________________
અને પીછે કૂચ માટે આજ્ઞા કરી. જેનામાં જેટલું બળ હતું એટલું એકઠું કરીને સૌ ભાગ્યા.
એ રાતે વિજયલેખ વૈશાલીના નામે લખાયા; પરાજય મગધના પક્ષમાં ગયો! | વિજયી ગજરાજ સેચનકે એ સ્થળ પરથી શત્રુનું જડાબીટ કાઢી નાખ્યું! મગધનો માણસ તો શું, મગધનું પંખી પણ હવે ત્યાં ટૂંકી ન શકે !
વૈશાલીમાં આ સમાચાર વિજયદીપ પ્રગટ્યા.
16
સેચનકનું સમર્પણ
સંસારમાં અતિ વખાણે ખોટાં છે; એમાં આખરે વખાણી ખીચડી દાંતે ચોંટે
દિવસો ઝડપથી વીતતા ચાલ્યા. ગજરાજ સેચનકના બળ પર હલ્લકુમાર અને વિહલ્લકુમારે મગધ સાથે બાકરી બાંધવાની જાહેરાત કરી હતી. કાર્ય પણ એવું અપૂર્વ પરાક્રમનું કર્યું. એમાં સેચનકે અભુત રણકુશળતા બતાવી. અત્યાર સુધીના વિજયોનો મૂળ પાયો સેચનક હાથી જ હતો.
વૈશીલીમાં તો એ હવે શાપભ્રષ્ટ દેવતા લેખાતો હતો.
લોકો સેચનકને જયમંગળવાળો દેવતાથી ગણી એનાં શુકન લેતા, એની બાધામાનતા રાખતા, એક સેચનક બરાબર એક સહસ યોદ્ધા લેખાતા. ધીરે ધીરે વૈશાલીમાં સેચનકની આરતીઓ ઊતરવા લાગી હતી. અરે, આવો જીવ થયો નથી ને થવાનો નથી ! અને મગધવાળા માથા કૂટીને મરી જાય, તોય આવો હાથી વૈશાલીને આંગણેથી દૂર કરવાનો નથી.
કોઈ સારા નસીબે એ આવ્યો હતો, સારાં પગલાંનો એ આવ્યો હતો, હવે મગધનો ક્ષય અને મગધના શત્રુઓનો જય ! સેચનક જ્યાં સુધી વૈશાલીમાં છે, ત્યાં સુધી વૈશાલીનું એક કાંગારું પણ ખરવાનું નથી.
લોકોમાં સેચનક હાથીની અપૂર્વ પરાક્રમગાથાઓ ગવાવા લાગી હતી. અને સેચનકે પણ એવાં એવાં પરાક્રમ કરવા માંડ્યાં હતાં કે આજની પરાક્રમગાથા બીજે દિવસે વાસી ને ફિક્કી લાગતી. વૈશાલીની સીમામાં શત્રુ નામનું પંખી પણ પ્રવેશી ન શકે. એવું વીરત્વ એણે દાખવ્યું હતું.
બધે જય સેચનક, જય ગજરાજ થઈ રહ્યું. છતાંય, જેમ ચોરાનો નિર્વશ જતો નથી એમ, શરૂ થયેલી લડાઈ એમ જલદી
T12 શત્રુ કે અજાતશત્રુ