________________
કંચુકીના બંધ એવાં છે કે એ જોઈને હાથીના બંધ ઢીલા પડી જાય. અને તાજાં ફૂલોથી ગુંથેલો કુંતલ કેશકલાપ એવો છે કે યોગીની સમાધિ ચળી જાય.
એના સુડોલ ગ્રીવા-ભંગમાં, ડોકના હલનચલનમાં એક નૃપતિના રાજ દંડ જે ટલો પ્રભાવ છે. ગમે તેવા નઠોર પુરુષ પાસેથી એ ધારે તે કામ કરાવી શકે તેમ
એ નારીના હોઠ પર હાસ્ય છે. એ ચંચલાની અલક પર વિલાસ છે. પગથિયાં ચઢવાના શ્રમથી એની ગોરી કાયા કંકુવરણી બની ગઈ છે અને ગુલાબની પાંખડી જેવા અધખુલ્લા એના હોઠોમાંથી માદક ગંધ ફુરે છે .
એના મગજ પર આસવની આછી ખુમારી છે અને દેહ પર અંતરાગ, ઇત્ર અને ગંધસાર મહેંકે છે.
આ નગરનાં શ્રેષ્ઠીકુલો ને રાજકુલોનાં ધૂત, નૃત્ય પાન અને માનની આ અધિષ્ઠાત્રી છે. સામાન્યજનો માટે તો જીવતા સ્વર્ગની અસરાની જેમ એનાં દર્શન પણ દુર્લભ છે !
મગધરાજ મધ્યાહ્નનો આરામ પૂરો કરી, હમણાં આ એકાંત મંત્રણાગૃહમાં આવ્યા હતા, ને એમણે વાતાવરણને સુરભિત કરતી અને મુખરિત કરતી ઘંટડીઓના મધુર રણકાર સાંભળ્યા.
મંત્રણાગૃહની પશ્ચિમે સ્ફટિકની પાળવાળું એક કાસારતળાવ આવેલું હતું. એ તળાવની પાળ જુઈ, ચંપક ને માલતીની કુંજ-નિકુંજ આવેલી હતી.
ગ્રીષ્મનો વાયુ એમાંથી ચળાઈને શીતળ થઈને પ્રાસાદનાં વાતાયનો વાટે અંદર પ્રવેશ પામતો હતો.
મંત્રણાખંડની દક્ષિણ દિશાએ સુગંધી કુંવારા ઊડતા હતા અને એના કાંઠે આવેલા પંખીઘરમાં શુક, સારિકા, મયૂર, હંસ, કરડ, સારસ જેવાં પંખીઓ મધુર મધુર ટહુકા કરી વાતાવરણને મુખરિત કરી રહ્યાં હતાં.
વાતાવરણમાં એક જાતની અપાર્થિવતા વ્યાપી હતી. માણસ અહીં આવીને માણસ મટી જતો. આ ભૂમિને સ્વર્ગ, સ્ત્રી-માત્રને દેવાંગના અને પોતાની જાતને જાણે દેવ કલ્પતો.
આખાય ચિત્રમાં મગધપ્રિયાના આગમને પ્રાણ પૂરી દીધો. કોઈની રાહમાં ખોવાઈ ગયેલા જેવા લાગતા મહારાજ અજાતશત્રુ ઉત્સાહથી આગળ આવ્યા. એમણે મગધપ્રિયાનું સ્વાગત કર્યા, ‘આવ રે મગધપ્રિયે ! અત્યારે અસૂરી કાં?”
‘મારા માટે સમયનો પ્રતિબંધ ક્યાં છે ?’ મગધપ્રિયાએ પોતાનાં નયનો નચાવતાં કહ્યું.
136 | શત્રુ કે અજાતશત્રુ
‘મગધના મહારાજ્યની ભવ્ય ઇમારતના સ્તંભોમાં તું પણ એક છે. અમારાં પાણ જે કાર્ય ન સાધી શકે એ તારા કૃપાકટાક્ષ કરી શકે.” મગધરાજ અજાતશત્રુએ કહ્યું. એમને મગધપ્રિયાના દેહ, બુદ્ધિ અને મનના સૌંદર્ય માટે તો માન હતું જ, પણ એથીય વધુ એની રાજભક્તિ માટે હતું. મગધરિયા મગધના કલ્યાણ માટે ગમે ત્યારે પોતાનો પ્રાણ પાથરી દે તેવી હતી. ઘણાં કઠણ કામ એણે સરલ કરી દીધાં હતાં.
“મનમાં ધૂન આવી અને નીકળી આવી. મહાઅમાત્ય વસ્યકારને પાછા વળતાં ઠીક ઠીક મોડું થયું, કાં ?”
‘થાય, માગધિકે ! આ તો રાજકાજ છે.” મહારાજ પોતે જ એની ચિંતામાં હતા, છતાં મગધપ્રિયાને આશ્વાસન આપ્યું.
આવી સુંદરી પાસે હોય, સુંદર સુષ્ટિ હોય અને વળી સત્તા અને એકાંત હોય ત્યારે પુરુષને રાજ કાજ પણ ભુલાઈ જાય. પણ અહીં અજાતશત્રુ કામરોગના રોગી નહોતા; અને માગધિકાને કામ પ્રજાળતો નહોતો. બંને સ્વસ્થ હતાં. અલબત્ત, મહારાજની ખીલતી જુવાની અને મગધપ્રિયાની ખીલેલી જુવાનીની સોડમ એકબીજાંને જરૂચ ભાવી રહી હતી.
કંઈ અશુભ તો નહીં થયું હોય ને ? આખરે તો શત્રુનો દેશ છે.” મગધપ્રિયાએ કહ્યું.
| ‘એમ તો વૈશાલીનું ગણતંત્ર નીતિના પાયા પર રચાયેલું છે. એ બીજું ગમે કરે પણ દગો ન કરે, પીઠ પાછળ ઘા ન મારે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની સીંચેલી એ સંસ્કારધારા છે. મગધપ્રિયે ! એ લોકો જો ગણતંત્રની પ્રથા તજી દે, તો આવતીકાલે હું એની મિત્રતા કરવા, અરે, મિત્રતાને માથે ચડાવવા તૈયાર છું.'
| ‘જે જેને અભિમત એ એને પ્રિય. રાજાજી, વૈશાલી ગણતંત્ર વગર જીવવા ન માગે, મગધ ગણતંત્રને ઘડીભર નભાવવા ન ઇચ્છે. ગધેડા અને સાકર જેવી વાત છે.’ મગધપ્રિયાએ કહ્યું.
કોણ ગધેડો અને કોણ સાકર ?” મગધરાજ અજાતશત્રુએ પૂછયું. આવી નારી સાથે બેસીને ગોઠડી કરવી એય જીવનનો લહાવો છે.
‘ગણતંત્રની અપેક્ષામાં આપણે ગધેડા ને એ સાકર; રાજતંત્રની અપેક્ષામાં આપણે સાકર અને એ ગધેડા.’ મગધપ્રિયા લેશ પણ ભીતિ વગર બોલી રહી હતી.
‘શાબાશ !' મગધરાજે કહ્યું. એ એની મોહક કાયાને નખશિખ નિહાળી રહ્યા.
મગધપ્રિયા તો સ્વયં મોહિની હતી; માણસને રાજપાટ છોડી એની પાછળ ભેખ લેવા મન થાય તેવી હતી.
મગધપ્રિયા 137