________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૪
૩૯૯
ક્રમને આશ્રયીને વંદનાદિ કૃત્ય અભ્રાંત છે, આથી કરીને જ અનઘ છે=દોષ વગરનું છે; કેમ કે અનતિચારપણું છે. આને જ=કૃત્યને જ, વિશેષણથી વિશેષિત કરે છે. સૂક્ષ્મબોધથી યુક્ત કૃત્ય છે; કેમ કે ગ્રંથિભેદને કારણે વેદ્યસંવેદ્યપદની ઉપપત્તિ છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૫૪।।
* ‘વન્વવિ’ માં ‘વિ’ પદથી અન્ય ધર્મકૃત્યો ગ્રહણ કરવાનાં છે.
♦ ‘ઘૂત્યારે’ માં ‘વિ’ પદથી ધૂમ, ધુમ્મસનું ગ્રહણ કરવું.
ભાવાર્થ :
સ્થિરાદષ્ટિમાં બોધ નિત્ય છે=અપ્રતિપાતી છે અર્થાત્ પ્રગટ થયેલો બોધ ક્યારેય જતો નથી. આ પ્રકારનું સ્થિરાદૃષ્ટિનું વર્ણન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આશ્રયીને છે અને નિર્મળ કોટીના ક્ષયોપશમ સમ્યક્ત્વવાળાને આશ્રયીને છે; કેમ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિનો બોધ ક્યારેય જવાનો નથી અને નિર્મળ કોટીનું ક્ષયોપશમભાવનું સમ્યગ્દર્શન પણ ક્યારેય પાત પામતું નથી. જેમ તીર્થંકરનામકર્મ નિકાચિત કર્યા પછી તીર્થંકરોમાં વર્તતું ક્ષયોપશમભાવનું સમ્યગ્દર્શન પાત પામતું નથી. તેથી નિરતિચાર એવી સ્થિરાદૃષ્ટિમાં વર્તતું સમ્યગ્દર્શન અપ્રતિપાતી છે. વળી જેઓને સાતિચાર સ્થિરાદષ્ટિ પ્રાપ્ત થઈ છે તેઓને શાસ્ત્રમાં કહેવાયેલા સંસારના ઉચ્છેદના ઉપાયોમાં કોઈક સ્થાનમાં અનવબોધ હોય તેવું અનિત્ય પણ દર્શન છે. જેમ કોઈની ચક્ષુનો પડદો કંઈક ક્ષીણ થયેલો હોય અને પાણીની ભીનાશને કારણે ઉપદ્રવ વર્તતો હોય, તો જોતી વખતે તેની ચક્ષુ સ્પષ્ટ જોતી નથી; તેમ ક્ષયોપશમભાવને પામેલું દર્શનમોહનીયકર્મ પણ આંતર્ચક્ષુ નબળી હોવાથી ઉપદ્રવવાળું બને ત્યારે, સંસારના ઉચ્છેદના ઉપાયના કોઈક સ્થાનમાં બોધની ખામીની પ્રાપ્તિ થાય, તે અપેક્ષાએ સાતિચાર સ્થિરાદષ્ટિમાં દર્શન અનિત્ય પણ છે.
અહીં વિશેષ એ છે કે જેમ કોઈનો ચક્ષુનો પડદો નબળો પડ્યો ન હોય તો ચક્ષુથી જે કંઈ બોધ થાય તે યથાર્થ જ થાય, પરંતુ જેની ચક્ષુનો પડદો કંઈક નબળો પડ્યો છે છતાં દૃષ્ટિ નષ્ટ થઈ નથી તેવો જીવ, ચક્ષુની કાળજી રાખતો હોય તો ચક્ષુના પડદાની નબળાઈને કારણે કોઈ ઉપદ્રવ ન થાય તો તેને પણ યથાર્થ દર્શન થાય છે, અને જો તે કાળજી ન રાખે તો કોઈક વખતે કોઈક સ્થાનમાં યથાર્થ બોધ ન પણ થાય. તે રીતે જેઓની આંતર્ચક્ષુ તત્ત્વને જોવામાં સ્પષ્ટ ખૂલેલી છે, તેવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કે નિર્મળ કોટીના ક્ષયોપશમભાવવાળા સમ્યગ્દષ્ટિ જીવો, શાસ્ત્ર કહેલ સંસારના ઉચ્છેદના ઉપાયને યથાર્થ જોનારા છે, અને તેમનો તે યથાર્થ બોધ ક્યારેય ઝાંખો પડતો નથી; પરંતુ જેઓનું ક્ષયોપશમભાવનું સમ્યગ્દર્શન તેવું નિર્મળ કોટીનું નથી, તેથી તત્ત્વને જોવાની આંતર્દષ્ટિ ખૂલેલી હોવા છતાં કંઈક નબળી છે, તેથી પોતાને કોઈક સ્થાનમાં અતિચાર ન લાગે અને યથાર્થ દર્શન થાય તેના માટે તેવા જીવો કાળજી રાખતા હોય અને ઉચિત ઉપાયોમાં અપ્રમાદભાવથી યત્ન કરતા હોય, તો તેઓનું પણ તત્ત્વદર્શન ક્યારેય ઝાંખું પડે નહિ; પરંતુ જો તેઓ પ્રમાદ કરે તો કોઈક સ્થાનમાં તેઓને અનવબોધ પણ પ્રાપ્ત થાય, તે બતાવવા માટે ટીકામાં કહ્યું કે સાતિચાર સ્થિરાદષ્ટિમાં અનિત્ય પણ દર્શન છે; કેમ કે ઉપદ્રવની સામગ્રીના કાળમાં તે પ્રકારનો અતિચાર