________________
પ૨૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૧-૨૨૨ ટીકાર્ય :
‘નવખ્યાતું' ..... “સત્તા મતા' કૃતિ ! વળી ફલાવંચક્યોગ ઉત્તમ એવો ચરમયોગ છેeત્રણે યોગમાં શ્રેષ્ઠ એવો ચરમયોગ છે. કેવા પ્રકારનો છે? એથી કહે છે –
અનંતરમાં કહેવાયેલા એવા પુરુષોથી જEયોગાવંચકતા વર્ણનમાં કહેવાયેલા એવા ગુણવાન સપુરુષોથી જ, તે પ્રમાણે સઉપદેશાદિ દ્વારા=શ્રોતાની યોગ્યતા પ્રમાણે સદુપદેશાદિ દ્વારા, ધર્મસિદ્ધિના વિષયમાં ધર્મનિષ્પતિના વિષયમાં, અવશ્યપણારૂપે શ્રોતાને સાનુબંધફળની પ્રાપ્તિ સંતોને માન્ય છે ફલાવંચકરૂપે માન્ય છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ર૨૧
‘સદુપરાવિના' માં ‘વિ' પદથી શ્રોતાની યોગ્યતા પ્રમાણે ગુરુથી અપાતી પ્રતિજ્ઞાવિશેષનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
યોગ્ય જીવને ગુણવાન પુરુષનો યોગ થાય ત્યારપછી તે ગુણવાન પુરુષ તે શ્રોતાને યોગ્યતા પ્રમાણે સદુપદેશાદિ આપે, અને તે શ્રોતાને પણ તે ઉપદેશ સમ્યગુ પરિણમન પામે, તો તે શ્રોતામાં ધર્મની નિષ્પત્તિ થાય; અને તે ધર્મ પણ વિવેકમૂલક હોવાથી ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે, તો સદ્ગુરુના યોગનું ફળ સાનુબંધ એવા ધર્મરૂપ ફળની પ્રાપ્તિરૂપ છે અર્થાત્ તે ફલાવંચક્યોગ છે. તાત્પર્ય એ છે કે યોગી પુરુષો કોઈક શ્રોતાની યોગ્યતા જોઈને ઉપદેશ આપે અને યોગ્ય શ્રોતાને તે ઉપદેશ સમ્યગુ પરિણમન પામે તો તે શ્રોતાને તે યોગીના યોગનું ફળ અવંચક બન્યું તેમ કહેવાય.
વળી કેટલાક શ્રોતા તત્કાલ વિશેષ ઉપદેશ માટે યોગ્ય ન હોય તો તેઓને નિયમ આદિથી પણ સાનુબંધ ફળની પ્રાપ્તિ થાય છે. જેમ વંકચૂલ તત્કાલ વિશેષ ઉપદેશ માટે યોગ્ય ન હતો, તોપણ વિશેષ જ્ઞાનના બળથી મહાત્માએ તેના લાભને જાણીને ચાર નિયમો આપ્યા, જે ચાર નિયમના નિમિત્તને પામીને વંકચૂલના જીવનમાં પરિવર્તન થવાથી પરમ શ્રાવક બન્યા, અને અંતે શ્રાવકધર્મની સારી આરાધના કરીને બારમા દેવલોકે ગયા, અને પૂર્વમાં કરાયેલાં અત્યંત ક્લિષ્ટ પાપો પણ નિષ્ફળ થયાં. તે યોગીપુરુષોથી અપાયેલા નિયમના બળથી વંકચૂલને સાનુબંધ ફળની પ્રાપ્તિ થઈ, જે યોગીના યોગનું અવંચકફળ છે. રર૧પ અવતરણિકા :
एवमेषां स्वरूपमभिधाय प्रकृतयोजनमाह - અવતરણિકાર્ય :
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આઓનું પ્રસ્તુત ગ્રંથના અધિકારી એવા કુલયોગીનું, પ્રવૃત્તચક્રયોગીનું અને પ્રસ્તુત ગ્રંથના અધિકારી એવા અવંચકયોગવાળાનું, સ્વરૂપ કહીને, શ્લોક૨૦૮માં કહેલ કે પ્રસ્તુત ગ્રંથથી પરોપકાર પણ લેશથી વિરુદ્ધ નથી, તે રૂપ પ્રકૃતિના યોજાને કહે છે -