________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨પ
પ૨૯ પ્રકારના ઔચિત્યનો યોગ હોવાને કારણે, પક્ષપાત આદિથી પણ યોગમાર્ગના શ્રવણવિષયક પક્ષપાત આદિથી પણ, જન્માંતરમાં અવાતિની શ્રુતિ હોવાથી જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિનું શાસ્ત્રમાં શ્રવણ હોવાથી, યોગ્ય જીવોની સાંભળવામાં સ્વતઃ પ્રવૃત્તિ છે, એમ અવય છે. ll૨૨પા.
પક્ષપાત વેરપિ' માં '૩'પદથી તત્ત્વશ્રવણ, તત્ત્વમતિપત્તિ આદિનું ગ્રહણ કરવું, અને ‘' થી એ કહેવું છે કે યોગમાર્ગના સેવનથી તો જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ પક્ષપાત આદિથી પણ જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે, એમ શાસ્ત્રમાં સંભળાય છે. ભાવાર્થ -
યોગ્ય જીવોના ઉપકાર માટે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે, તોપણ જે યોગ્ય જીવો છે તેઓ શુશ્રુષા ગુણવાળા છે, તેથી તેઓને શાસ્ત્ર શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર નથી; કેમ કે તેઓમાં તત્ત્વને સાંભળવાની અત્યંત ઇચ્છા વર્તે છે, માટે વગર પ્રાર્થનાએ પણ તેઓ સ્વતઃ યોગમાર્ગના ગ્રંથમાં પ્રવૃત્તિ કરે તેમ છે. તેથી વગર પ્રાર્થનાએ પણ તેવા જીવો ઉપર પ્રસ્તુત ગ્રંથથી ઉપકાર થશે; અને તેમાં યુક્તિ આપે છે –
સંસારમાં જેમ પુણ્યશાળી જીવો, ચિંતામણિ આદિ મહારત્નમાં અવશ્ય યત્ન કરે છે, તેમ જે જીવો યોગમાર્ગને પ્રાપ્ત કરે તેવા શુશ્રુષા ગુણવાળા છે, તેઓ યોગમાર્ગની પ્રાપ્તિને અનુકૂળ પુણ્યવાળા છે. તેવા જીવો યોગમાર્ગની પ્રાપ્તિ માટે સ્વતઃ પ્રવૃત્તિ કરે તેમ છે. માટે તેમને પ્રાર્થના કરવાની આવશ્યકતા રહેતી નથી. આવા જીવો શુશ્રુષા ગુણવાળા હોવાને કારણે યોગમાર્ગને મેળવવા માટે શક્ય એટલો પ્રયત્ન કરતા હોય છે, અને તત્ત્વની પ્રાપ્તિ માટે તેવા પ્રકારના ઔચિત્યયોગથી તેઓ પ્રવૃત્તિ કરતા હોય છે કે જેથી યોગમાર્ગની પ્રાપ્તિની સામગ્રી મળે તો અવશ્ય તેમને યોગમાર્ગની પ્રાપ્તિ થાય. વળી, યોગમાર્ગની પ્રાપ્તિ માટેના ઉપાયોમાં તેઓની ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ હોવાથી યોગમાર્ગ પ્રત્યે તેમને પક્ષપાત વર્તતો હોય છે. તેથી કદાચ આ ભવમાં તત્ત્વશ્રવણની સામગ્રી ન મળે તોપણ, યોગમાર્ગના પક્ષપાતપૂર્વકના યોગમાર્ગની પ્રાપ્તિને ઉચિત એવા તેઓના યત્નથી તેવા જીવોને જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે, તેમ શાસ્ત્રમાં સંભળાય છે.
તેથી અર્થથી નક્કી થાય છે કે શુશ્રુષા ગુણવાળા જીવો વર્તમાન જન્મમાં અવશ્ય શ્રવણસામગ્રી મળે તો શ્રવણમાં યત્ન કરે છે. આથી જ આ ભવમાં શ્રવણસામગ્રીના અભાવને કારણે શ્રવણ ન કરી શકે તોપણ અવશ્ય તત્ત્વશ્રવણમાં તેઓ જન્માંતરમાં યત્ન કરશે.
તેથી એ ફલિત થાય કે શુશ્રુષા ગુણવાળા જીવો મહાપુણ્યશાળી છે, અને તેવા પુણ્યશાળીને યોગગ્રંથ સાંભળવા માટેની પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. જેમ સંસારમાં પુણ્યશાળી જીવોનો ચિંતામણિ આદિ રત્નમાં સ્વતઃ યત્ન હોય છે, તેમ શુશ્રુષા ગુણવાળા પુણ્યશાળી જીવોનો યોગમાર્ગના શ્રવણમાં પ્રાર્થના વગર સ્વતઃ યત્ન હોય છે. ll૨૨પ