Book Title: Yog Drushti Samucchay Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 152
________________ પ૩૧ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૨૨-૨૨૭ ટીકાર્ચ - “નહિવતુ'... રૂદ્ર પ્રહ || વળી આવા જાણનારા આચાર્યો, અયોગ્યને યોગ્ય જીવોથી અન્ય એવા અયોગ્યને આ યોગદષ્ટિસમુચ્ચય નામનો ગ્રંથ આપતા નથી; તોપણ આ પ્રમાણે વ્યવસ્થિત હોવા છતાં પણ આ ગ્રંથના જાણનારા આચાર્યો અયોગ્યને ન આપે એ પ્રમાણે વ્યવસ્થિત હોવા છતાં પણ, ગ્રંથકાર એવા પૂ. હરિભદ્રસૂરિ મહારાજ આ કહે છે. શું કહે છે ? એથી કહે છે – આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અયોગ્યોને આપવો નહિ, એમ કહે છે, એ પ્રમાણે અત્રય છે. કઈ રીતે કહે છે ? એથી કહે છે – આદરથી આ કહે છે=યોગ્ય ઉપદેશક અયોગ્યને ન જ આપે છતાં અનાભોગથી પણ તેવી પ્રવૃત્તિ ન થાય તે માટે હરિભદ્રસૂરિ મહારાજ આદરથી વિનંતી કરતાં આ કહે છે અર્થાત્ “અયોગ્યને ન આપવો એ કહે છે", એમ પૂર્વ સાથે સંબંધ છે, તે બતાવવા માટે ટીકામાં ફરી “રૂદંપ્રદ કહ્યું છે. ૨૨૬ાા. ભાવાર્થ : ગ્રંથકારે યોગમાર્ગને બતાવનાર યોગદૃષ્ટિસમુચ્ચય નામનો ગ્રંથ પોતાની સ્મૃતિ માટે બનાવ્યો અને યોગ્ય જીવોના ઉપકાર માટે પણ બનાવ્યો. યોગ્ય જીવો આ ગ્રંથમાં સ્વયં પ્રવૃત્ત થઈને સાંભળશે, અને જેઓ આ ગ્રંથ ભણીને યોગમાર્ગના જાણનારા બન્યા છે, એવા આચાર્યો અયોગ્યને આ ગ્રંથ આપશે નહિ. આમ છતાં અનાભોગથી પણ તેવા આચાર્યોથી અયોગ્યને આ ગ્રંથ આપવાનો પ્રયત્ન ન થાય, તે માટે ગ્રંથકાર આ ગ્રંથના જાણનારા આચાર્યોને આદરથી કહે છે કે તમે અયોગ્યને આ ગ્રંથ આપશો નહિ. ll૨વા અવતરણિકા : किमेतदेवमित्याह - અવતરણિતાર્થ - આ-પૂર્વના શ્લોક-૨૨૬માં ગ્રંથકારે કહ્યું એ, આવું=અયોગ્યને આ ગ્રંથ ન આપવો એવું, કેમ છે? એથી કહે છે – શ્લોક : अवज्ञह कृताल्पापि, यदनाय जायते । अतस्तत्परिहारार्थं, न पुनर्भावदोषतः ।।२२७ ।। અન્વયાર્થ : રૂદ અહીં યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં વૃત્તા અન્યાપિ અવજ્ઞા કરાયેલી અલ્પ પણ અવજ્ઞા –જે કારણથી અનર્થ અનર્થ માટે ગાયતે થાય છે, ગત =આથી તત્પર દારાર્થ તેના પરિવાર માટે=અનર્થના

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158