________________
૫૩૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૭
પરિહાર માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ અયોગ્યને આપવાનો નિષેધ કરે છે, એમ પૂર્વશ્લોક-૨૨૬ સાથે સંબંધ છે, પુનઃ=પરંતુ ભાવોષતઃ ન=ભાવદોષથી નહિ. ।।૨૨૭।।
શ્લોકાર્થ :
યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં કરાયેલી અલ્પ પણ અવજ્ઞા જે કારણથી અનર્થ માટે થાય છે, આથી અનર્થના પરિહાર માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ અયોગ્યને આપવાનો નિષેધ કરે છે, એમ પૂર્વશ્લોક-૨૨૬ સાથે સંબંધ છે, પરંતુ ભાવદોષથી નહિ. II૨૨૭।।
ટીકા ઃ
‘અવશે' યોગદૃષ્ટિસમુવાડ્યે પ્રત્યે, ‘તાત્પાપિ’ સ્વરૂપેન ‘યક્’=યસ્માત્ ‘અનર્થાય નાવતે’ માવિષયત્વેન, ‘અત: અનર્થપરિહારાર્થ ‘ન પુનર્માવવોષત:' ક્ષુદ્રતા દૃમિદ્ર ફવું પ્રાદેતિ ।।૨૨૭।।
ટીકાર્ય :
*****
‘અવત્તે ’ • તું પ્રાદેતિ ।। મહાવિષયપણું હોવાને કારણે=યોગદૃષ્ટિગ્રંથનું મહાવિષયપણું હોવાને કારણે, અહીં=યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, સ્વરૂપથી કરાયેલી અલ્પ પણ અવજ્ઞા જે કારણથી અનર્થ માટે થાય છે, આથી તેના પરિહાર માટે=અયોગ્ય શ્રોતાના અનર્થના પરિહાર માટે, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ, આ=પૂર્વશ્લોક-૨૨૬માં કહ્યું એ, કહે છે; પરંતુ ભાવદોષથી=ક્ષુદ્રપણાથી નહિ અર્થાત્ ક્ષુદ્રપણાથી અયોગ્યને આપવાનો નિષેધ કરતા નથી. ।।૨૨૭ના
ભાવાર્થ :
-
પ્રસ્તુત યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથનો વિષય યોગમાર્ગ છે, જેથી મહાકલ્યાણની પરંપરાનું કારણ છે; કેમ કે જે જીવોને આ ગ્રંથના વિષયને સાંભળીને તે વિષય પ્રત્યે પક્ષપાત થાય, તેને પણ કલ્યાણની પરંપરાનું કારણ આ ગ્રંથ છે, અને જે જીવો આ ગ્રંથને ભણીને તે યોગમાર્ગ સેવવામાં યત્ન કરશે, તેઓને તા અત્યંત કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થશે. વળી મહાવિષયવાળા આ ગ્રંથ પ્રત્યે લેશ પણ અવજ્ઞા કરવી તે અનર્થ માટે થાય છે, અને તેમાં પણ સ્વરૂપથી આ ગ્રંથ પ્રત્યે અલ્પ પણ અવજ્ઞા થાય તો યોગમાર્ગની અપ્રાપ્તિ અને ભવપરંપરાનો વૃદ્ધિ થાય તેવા અનર્થની પરંપરાનું કારણ બને. આથી અયોગ્ય જીવોને તેવા અનર્થની પ્રાપ્તિ ન થાય એવા શુભ આશયથી, પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ, યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથના જાણનારા આચાર્યોને, અયોગ્યોને યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ નહિ આપવાનું કહે છે; પરંતુ ક્ષુદ્ર પ્રકૃતિથી નિષેધ કરતા નથી અર્થાત્ જે લોકો પોતાના આ ગ્રંથ પ્રત્યે આદરવાળા હોય તેમને જ આ ગ્રંથ આપવો, અન્યને નહિ, તેવી ક્ષુદ્ર પ્રકૃતિ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજની નથી. તેથી ક્ષુદ્ર પ્રકૃતિને કારણે અયોગ્યને આપવાનો નિષેધ કરતા નથી, પરંતુ અયોગ્ય જીવોના અહિતના પરિહારાર્થે અયોગ્ય જીવોને આપવાનો નિષેધ કરે છે.