________________
૫૩૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૮ તેમની ત્રુટિ હોય તે ત્રુટિ પણ માત્સર્યથી નહિ, પણ તે સ્થાનનો સમ્યફ બોધ કરાવવાના આશયથી યોગ્ય શ્રોતાને બતાવવી. જેમ પ્રસ્તુત ગ્રંથમાં એકાંત ક્ષણિકવાદમાં મુક્તિ સંગત થશે નહિ, અથવા એકાંત ફૂટસ્થ નિત્ય આત્મા સ્વીકારવાથી મુક્તિ સંગત થશે નહિ, એવું જે કથન કર્યું છે, તે કથન તે દર્શન પ્રત્યેના માત્સર્યથી નથી, પરંતુ યોગ્ય શ્રોતાને સમ્યગુ બોધ થાય તે રીતે કથન છે. તેમ વક્તાએ પણ અન્ય દર્શન પ્રત્યે માત્સર્ય ન થાય તે રીતે સર્વ પદાર્થો બતાવવા જોઈએ.
વળી આપનારે પણ પોતાના શ્રેયમાર્ગમાં વિદ્ગભૂત એવાં કર્મોના શમન માટે પ્રસ્તુત ગ્રંથ યોગ્ય શ્રોતાને આપવો, પરંતુ પોતાનો અનુયાયીવર્ગ ઘણો થાય અથવા પોતાનો શિષ્યવર્ગ ઘણો થાય અથવા લોક આગળ પોતાનો પ્રભાવ દેખાય, તેવા કોઈ આશયથી પ્રસ્તુત ગ્રંથ આપવો નહિ; પણ યોગ્ય શ્રોતાને યોગમાર્ગનો બોધ થાય અને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરીને તે આત્મહિત સાધે, અને તેને આત્મહિત સાધવામાં હું પ્રબળ નિમિત્ત બનું, જેથી મને પણ યોગમાર્ગની પ્રાપ્તિમાં વિઘ્ન કરનારાં કર્મોનું શમન થાય, અને તેના કારણે જન્મજન્માંતરમાં હું પણ યોગમાર્ગને પ્રાપ્ત કરું, અને આ સંસારનો અંત થાય, તેવા આશયથી યોગ્ય શ્રોતાને આ ગ્રંથ આપવો, એમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. ll૨૨૮
યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનું શબ્દશઃ વિવેચન સમાપ્ત થયું.