________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૪-૨૨૫
પ૨૭ ટીકા -
'खद्योतकस्य' सत्त्वविशेषस्य, 'यत्तेजः' प्रकाशात्मकम् 'तत्' किमित्याह 'अल्पं च विनाशि च' સ્વરૂપે ‘વિપરીતમિવું' “માનો:' વવિનાશિ ચાડતત્યસ્થતિ “ત્તિ'=ણવું, ‘માવ્યમ્' '= अधिकृतपक्षपात-क्रियादिकं, 'बुधैः' तत्त्वनीत्येति ।।२२४ ।। ટીકાર્ચ -
ઘોરચ'.... તત્ત્વનીતિ || ખજૂઆવું=જીવવિશેષતું, જે પ્રકાશાત્મક તેજ તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. વિપરીત મનો:=Rāવિનાશિ વાડડવિચચેતિ=સૂર્યનું આ અર્થાત તેજ, વિપરીત અર્થાત્ ખજૂઆથી વિપરીત બહુ અને અવિનાશી છે. તિ=ર્વ એ પ્રમાણે, આ=અધિકૃત પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાદિક, બુધોએ તત્વનીતિથી ભાવન કરવું જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ર૨૪ ભાવાર્થ :
ખજૂઆનું તેજ અલ્પ હોય છે અને તરત વિનાશ પામે તેવા સ્વરૂપવાળું હોય છે. તેની જેમ ભાવશૂન્ય ક્રિયાકાળમાં વર્તતો શુભ ભાવ અલ્પ હોય છે અને તરત વિનાશ પામે તેવો હોય છે, કેમ કે તે ક્રિયામાં યોગમાર્ગનો પક્ષપાત નહિ હોવાથી જન્માન્તરમાં યોગમાર્ગના પ્રાદુર્ભાવનું કારણ તે ક્રિયા બનતી નથી. તેથી તે ક્રિયા વિનાશી છે, અને ક્રિયામાં વર્તતો શુભ ભાવ વિવેકવિકલ હોવાથી અલ્પમાત્રાનો હોય છે. વળી સૂર્યનું તેજ ઘણું હોય છે અને અવિનાશી હોય છે. એ રીતે તાત્વિક પક્ષપાતના સંસ્કારો આત્મામાં દીર્ઘકાળ રહેનારા હોવાથી અવિનાશી છે, અને યોગમાર્ગ પ્રત્યે તીવ્ર વલણ હોવાથી અતિશયિત છે. તેથી જન્મજન્માન્તરમાં યોગમાર્ગનો પ્રાદુર્ભાવ કરાવીને વિઘાતક સામગ્રી ન મળે તો શીધ્ર મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામનાર છે. ll૨૨૪.
અવતરણિકા :
विशेषमाह - અવતરણિકાર્ય :
વિશેષતે કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૦૭માં કહેલ કે પોતાની અનુસ્મૃતિ માટે ગ્રંથકારે આ યોગદૃષ્ટિ ગ્રંથ રચ્યો છે. ત્યારપછી ગ્રંથરચનાનું પ્રયોજનાન્તર બતાવતાં કહ્યું કે કુલાદિયોગીને પણ પરોપકારનો સંભવ છે, માટે પણ ગ્રંથકારે યોગદૃષ્ટિ ગ્રંથની રચના કરી છે. તેથી વિચારકને પ્રશ્ન થાય કે પરોપકાર કરવાના આશયથી ગ્રંથકારે ગ્રંથરચના કરી છે, તો