________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૩
પરપ અવતરણિકા :
का पक्षपातमात्रादुपकार इत्याशङ्कापोहायाह - અવતરણિકાર્ય :
પક્ષપાત માત્રથી કયો ઉપકાર થાય છે ? એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – ભાવાર્થ
શ્લોક-૨૨૨માં કહ્યું કે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથના શ્રવણ વડે પક્ષપાત આદિથી યોગ્ય જીવોને ઉપકાર થાય છે. ત્યાં શંકા કરે છે : યોગમાર્ગના સેવનથી ઉપકાર થઈ શકે, પરંતુ જે લોકો પ્રસ્તુત ગ્રંથ ભણીને પક્ષપાત માત્ર કરે છે, પરંતુ યોગનું સેવન કરતા નથી, તેઓને શું ઉપકાર થશે ? અર્થાત્ ઉપકાર ન થઈ શકે. એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – શ્લોક :
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानखद्योतयोरिव ।।२२३।।
અન્વયાર્થ:
તાત્ત્વિ: પક્ષપાત:તાત્વિક પક્ષપાત ર=અને ચા ભાવશૂન્યા શિયા=ભાવશૂન્ય જે ક્રિયા ન =એ બેનું ભાનુવંતિયોરિ=સૂર્ય અને ખજૂઆના જેવું અત્તર યંત્રઅંતર જાણવું. ૨૩ શ્લોકાર્ચ -
તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા એબેનું સૂર્ય અને ખજૂઆના જેવું અંતર જાણવું. ll૨૨૩| ટીકા :
'तात्त्विका पक्षपातश्च' पारमार्थिक इत्यर्थः 'भावशून्या' प्रति (च या) 'क्रिया' 'अनयोरन्तरं ज्ञेयं' कयोरिवेत्याह 'भानुखद्योतयोरिव' महदन्तरमित्यर्थः ।।२२३ ।। ટીકાર્ય :
‘તાત્ત્વિ: પક્ષપતિ'..... મદત્તરકિર્થ: 0 તાત્વિક પક્ષપાત=પારમાર્થિક પક્ષપાત, અને ભાવશૂલ્ય જે ક્રિયા, એ બેનું સૂર્ય અને ખજૂઆની જેમ મોટું અંતર જાણવું. m૨૨૩મા ભાવાર્થ :
યોગમાર્ગના સમ્યક્ બોધ થયા પછી, જે પ્રકારે યોગમાર્ગ સંસ્થિત છે તે પ્રકારે શાસ્ત્રવચનથી જાણીને, “આ યોગમાર્ગ જ જીવ માટે એકાંત શ્રેય છે,” તેવો પક્ષપાતના પરિણામ થાય, તે પારમાર્થિક પક્ષપાત છે;