________________
પ૨૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨પ પ્રસ્તુત ગ્રંથના અધિકારી એવા યોગ્ય જીવોને ગ્રંથ સાંભળવા માટે પ્રાર્થના પણ કરવી જોઈએ, જેથી તેઓ ગ્રંથ સાંભળે અને તેના દ્વારા તેઓને પરોપકાર થાય, એ પ્રકારની આશંકાના નિવારણ માટે વિશેષને કહે છે - બ્લોક :
श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्याः कदाचन ।
यत्नः कल्याणसत्त्वानां, महारत्ने स्थितो यतः ।।२२५ ।। અન્વયાર્થ :
જોવા=યોગ્ય જીવો શ્રવ=શ્રવણના વિષયમાં વાચન ક્યારેય પ્રાર્થની : ૭ દિ=પ્રાર્થનીય નથી જ, તા=જે કારણથી ત્યા સત્ત્વનાં યત્ના કલ્યાણસત્વોનો યત્વ=પુણ્યશાળીઓનો યત્ન મદારત્ન=મહારત્નમાં સ્થિત રહેલો છે. ર૨પા શ્લોકાર્ય :
યોગ્ય જીવો શ્રવણના વિષયમાં ક્યારેય પ્રાર્થનીય નથી જ; જે કારણથી પુણ્યશાળીઓનો યત્ન મહારત્નમાં રહેલો છે. રિપી ટીકા -
'श्रवणे'=श्रवणविषये, 'प्रार्थनीया:' 'स्यु:' भवेयुः, 'न हि योग्या: कदाचन'-शुश्रूषाभावेन स्वत: प्रवृत्तेः, तथा चाह 'यत्नः' 'कल्याणसत्त्वानां' पुण्यवतां, 'महारत्ने'-चिन्तामण्यादिविषये, 'स्थितो यत:'-तथौचित्ययोगेन पक्षपातादेरपि जन्मान्तरावाप्तिश्रुतेः ।।२२५।। ટીકાર્ય :
“શ્રવને'.... નન્માન્તરાવાપ્તિઋત: | શ્રવણમાં=શ્રવણના વિષયમાં, યોગ્ય જીવો ક્યારેય પ્રાર્થતીય હોતા નથી જ; કેમ કે શુશ્રષાનો ભાવ હોવાને કારણે યોગ્ય જીવોમાં શુશ્રુષા ગુણનો સદ્ભાવ હોવાને કારણે, સ્વતઃ પ્રવૃત્તિ છે પ્રાર્થના વગર સ્વતઃ શ્રવણમાં પ્રવૃત્તિ છે.
અને તે રીતે કહે છે યોગ્ય જીવોને તત્વશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે, તે રીતે, દષ્ટાંતથી કહે છે -
જે કારણથી કલ્યાણને પ્રાપ્ત કરનારા પુણ્યશાળી જીવોનો યત્ન ચિંતામણિ આદિ મહારત્નવિષયક રહેલો છે.
અહીં પ્રશ્ન થાય કે પુણ્યશાળી જીવોને ચિંતામણિ આદિ મહારત્નમાં યત્ન થાય તે પ્રસિદ્ધ છે, તોપણ યોગ્ય જીવોને શ્રવણમાં પ્રાર્થના કર્યા વગર સ્વતઃ પ્રવૃત્તિ છે, તે કેમ નક્કી થઈ શકે ? તેથી કહે છે –
તથવિયોગેન-તે પ્રકારના ઔચિત્યનો યોગ હોવાને કારણે શુશ્રુષા ગુણવાળા જીવો તત્ત્વ સાંભળવા માટે અત્યંત અભિમુખ હોવાથી જયાં જયાં તત્ત્વની પ્રાપ્તિની સંભાવના દેખાય ત્યાં ત્યાં યત્ન કરે, તે