________________
૪૯૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૧-૨૦૨ ગ્રહણ કરીને, તેમના વચનાનુસાર જ સંસારની સંગતિ અને મોક્ષની સંગતિ સ્યાદ્વાદ સ્વીકારવાથી થઈ શકે છે, અને એકાંતવાદ સ્વીકારવાથી સંસાર અને મોક્ષ શબ્દમાત્ર રહે છે, તેથી આખો યોગમાર્ગ વિચારકને માન્ય હોય તો, એકાંતવાદ છોડીને અનેકાંતવાદનો આશ્રય કરવો યુક્ત છે તે બતાવવા માટે, તે તે દર્શનના જિજ્ઞાસુ યોગીઓ જેઓ ચારો ચરી રહ્યા છે, તેઓને સંજીવની ચરાવવા માટે, તે તે દર્શનને માન્ય દિદક્ષા આદિ કે પ્રધાન આદિ શબ્દો ગ્રહણ કરીને પદાર્થનું નિરૂપણ કરેલ છે, પરંતુ સ્વદર્શનના શબ્દોને ગ્રહણ કરીને પદાર્થનું નિરૂપણ કરેલ નથી; જેથી તે તે દર્શનના જિજ્ઞાસુઓને પણ પોતાને માન્ય પદાર્થો સ્યાદ્વાદ સ્વીકારવાથી જ સંગત થાય છે, તેનો બોધ થાય.
વળી જૈનદર્શનવાળા જિજ્ઞાસુઓને પણ એ બોધ થાય કે યુક્તિયુક્ત પદાર્થો કોઈપણ દર્શનના હોય, માત્ર શબ્દનો ભેદ હોય, અર્થથી પદાર્થ એક હોય, તો સ્વદર્શનના રાગમાત્રથી તેનો અપલાપ કરવો ઉચિત નથી; પરંતુ જેમ પ્રસ્તુત ગ્રંથકારે દિક્ષા આદિ શબ્દો ગ્રહણ કરીને સાંખ્યદર્શનની યોગપ્રક્રિયાને સ્વીકારી, તેમ જૈનદર્શનવાળા મધ્યસ્થ યોગીઓએ પણ તે તે દર્શનના અભિમત પદાર્થો જો યુક્તિથી અવિરુદ્ધ હોય તો શબ્દભેદ માત્રથી તેનો અપલાપ કરવો જોઈએ નહિ, તો જ પારમાર્થિક તત્ત્વનો પક્ષપાત જીવંત રહે, જે પરમકલ્યાણનું કારણ છે. ll૨૦૧TI અવતરણિકા :
શ્લોક-૧૯૮ થી શ્લોક-૨૦૧ સુધીમાં એ સ્થાપન કર્યું કે આત્માનો એકાંત એકસ્વભાવ સ્વીકારવાથી સંસારઅવસ્થા અને મુક્ત અવસ્થા સંગત થાય નહિ. તેથી આત્માના સ્વભાવનું ઉપમર્દન થાય છે તેમ સ્વીકારવું જોઈએ, જેથી દિક્ષા આદિ રૂપ આત્માના સ્વભાવનો નાશ થવાથી ભવનો અંત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ સ્વીકારવાથી આત્મા એકાંત નિત્ય નથી, તે સિદ્ધ થાય છે. ત્યાં આત્માને એકાંત નિત્ય માનતાર વિપક્ષી કહે છે, આત્માની આ અવસ્થાદ્વય પારમાર્થિક નથી, તેથી આત્માની અપારમાર્થિક અવસ્થાદ્વયને ગ્રહણ કરીને એકાંત નિત્ય આત્માને પણ અનિત્ય કહેવો ઉચિત નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् ।
भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ।।२०२।। અન્વયાર્થ :
તત્ત્વતઃ–પરમાર્થથી અવસ્થા નો –અવસ્થાદ્વય નથી=સંસારી અને મુક્ત એમ બે અવસ્થા નથી, એવું જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે, તેનું તત્ર: વાથ—અવસ્થાદ્વયનો પ્રત્યયઃપ્રતીતિ કેમ છે? અર્થાત્ પ્રતીતિ થવી જોઈએ નહિ. ત્યાં પૂર્વપક્ષી કહે છે, મયંકઆ=અવસ્થાદ્વયતો પ્રત્યય બ્રાન્ત =ભ્રાંત છે. અને વિષ્ણઆતા વડે શું ભ્રાંત એવા અવસ્થાદ્વયતા પ્રત્યય વડે શું? અર્થાત્ ભ્રાંત