________________
૫૦૪
ટીકાર્ય ઃ
‘નપ્રવૃત્તચા છે' સિદ્ધિમાવાવિત્તિ ।। જે કુલયોગી છે અને જે પ્રવૃત્તચક્રયોગી છે, તેઓ જ=કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી જ, આ યોગશાસ્ત્રના અધિકારી છે=યોગ્ય છે, પરંતુ સામાન્યથી સર્વ પણ યોગીઓ નહિ. કેમ ?=સામાન્યથી સર્વ પણ યોગીઓ અધિકારી કેમ નથી ? એથી કહે
છે
=
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૯-૨૧૦
તથા=તે પ્રકારે=પ્રસ્તુત ગ્રંથના શ્રવણ આદિથી શ્રોતાને યોગવિષયક પ્રવૃત્તિમાં અતિશય થાય તે પ્રકારે, અસિદ્ધિ આદિનો ભાવ છે અર્થાત્ ગોત્રયોગીને ઉપકારની અસિદ્ધિનો ભાવ છે. વળી ‘વિ’ શબ્દથી નિષ્પન્નયોગીને વળી સિદ્ધિનો ભાવ છે=યોગની સિદ્ધિનો સદ્ભાવ છે. તેથી ગોત્રયોગી અને નિષ્પન્નયોગીને ઉપકારનો અસંભવ છે, એમ અન્વય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૨૦૯।।
નોંધ :- તે ચાસ્ય - યોાશાસ્ત્રસ્ય પાઠ છે ત્યાં મૂળ શ્લોક પ્રમાણે ‘ત ડ્વાસ્ય - યોશાસ્ત્રસ્ય' એવો પાઠ જોઇએ. ભાવાર્થ :
શ્લોક-૨૦૮માં સામાન્યથી ચાર પ્રકારના યોગીઓ બતાવ્યા. તે ચાર પ્રકારના યોગીઓમાંથી ગોત્રયોગીને પ્રસ્તુત ગ્રંથ સાંભળવા મળે તોપણ ઉપકારની અસિદ્ધિ છે, તેથી ગોત્રયોગી પ્રસ્તુત ગ્રંથ માટે અનધિકારી છે. વળી જે નિષ્પન્નયોગી છે તેઓમાં યોગનિષ્પન્ન થઈ ચૂકેલો છે, તેથી યોગનિષ્પત્તિ માટે પ્રસ્તુત ગ્રંથ ભણવાની આવશ્યકતા નથી. તેથી નિષ્પન્નયોગી પણ પ્રસ્તુત ગ્રંથ માટે અધિકારી છે; અને જે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી છે, તેઓને પ્રસ્તુત ગ્રંથથી ઉપકાર થઈ શકે તેમ છે, માટે તેઓ પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે. તેમને ઉપકાર કરવા માટે પણ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. II૨૦૯લા
અવતરણિકા :एतद्विशेषलक्षणमाह
અવતરણિકાર્ય :
કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી એવા આ બેના વિશેષ લક્ષણને કહે છે
ભાવાર્થ :
શ્લોક-૨૦૯માં કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી યોગશાસ્ત્રના અધિકારી છે તેમ બતાવ્યું. તે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી શબ્દો અન્વર્થ નામવાળા છે. તેથી કુલયોગી કહેવાથી સામાન્યથી કુલયોગીનું લક્ષણ પ્રાપ્ત થાય છે, અને પ્રવૃત્તચક્રોગી કહેવાથી સામાન્યથી પ્રવૃત્તચક્રોગીનું લક્ષણ પ્રાપ્ત થાય છે. હવે તે બેના વિશેષ લક્ષણને શ્લોક-૨૧૦ થી ૨૧૨ સુધીમાં કહે છે --