________________
૫૦૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૨-૨૦૧૩
યમદ્વયતા સમાશ્રયવાળા હોય છે=ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમના આશ્રયવાળા હોય છે. સદુપાયની પ્રવૃત્તિને કારણે અત્યંત શેષઢયના અર્થી હોય છેઃસ્થિરયમ-સિદ્ધિયમ એ યમયના અત્યંત અર્થી હોય છે, એ પ્રમાણે શેષઢયના અર્થી હોય છે, એ વચનથી કહેવાયેલું થાય છે.
રૂતિ' શબ્દ પ્રવૃતચક્રોગીઓની પ્રવૃત્તિના સ્વરૂપની સમાપ્તિ માટે છે. આથી જ=સદુપાયમાં પ્રવૃત્તિ હોવાને કારણે અત્યંત શેષયના અર્થી હોય છે આથી જ, કહે છે - શુશ્રષા, શ્રવણ,ગ્રહણ,ધારણ,વિજ્ઞાન, ઊહ, અપોહઅને તત્વઅભિનિવેશગુણથી યુક્ત હોય છે. ર૧૨ાા ભાવાર્થ :
યોગમાર્ગની નિષ્પત્તિને અનુકૂળ મન-વચન-કાયાના યોગની સમ્યક પ્રવૃત્તિનું ચક્ર જેઓમાં ગતિમાન થયું છે તેવા યોગી પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. આવા પ્રવૃત્તચયોગી યોગશાસ્ત્રના અધિકારી છે. તેઓ સંયમ ગ્રહણ કરીને આગળ બતાવાશે, તેવા પાંચ પ્રકારના અહિંસાદિ યમોને સેવનારા હોય છે. ક્વચિત્ અભ્યાસદશાવાળા હોય તો ઇચ્છાયમવાળા હોય, અને અભ્યાસથી સંપન્ન થયા હોય ત્યારે પ્રવૃત્તિયમવાળા હોય; વળી તે પ્રવૃત્તચયોગીઓ જે યમને સેવી રહ્યા છે, તેની સમ્યગુ નિષ્પત્તિના સદુપાયમાં પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી તેઓની સદુપાયની પ્રવૃત્તિ અવશ્ય સ્થિરયમ અને સિદ્ધિયમની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી પ્રવૃત્તચક્રયોગીને અત્યંત શેષયમયના અર્થી કહેલ છે; અને આ પ્રવૃત્તચયોગીઓ સદુપાયમાં પ્રવૃત્તિ કરીને શેષયમદ્રયને પ્રાપ્ત કરવા ઉદ્યમવાળા હોવાને કારણે શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય છે. તેથી જ્યારે યોગશાસ્ત્ર સાંભળે છે, ત્યારે શુશ્રુષા અને શ્રવણગુણ હોવાને કારણે યોગશાસ્ત્રનો સમ્યગુ બોધ થાય તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક શ્રવણ કરે છે, જેથી યોગશાસ્ત્રનાં વચનો દ્વારા યથાર્થ અર્થનું ગ્રહણ થાય; અને સમ્યગુ અર્થનું ગ્રહણ કર્યા પછી ધારણ ગુણને કારણે તે અર્થોને અત્યંત સ્થિર કરે છે, અને સ્થિર રીતે ધારણ કરાયેલા તે અર્થનું વિશેષ જ્ઞાન કરે છે અર્થાતુ પોતાની બુદ્ધિને અનુસાર વિશેષ પ્રકારની વિચારણા કરે છે, અને ત્યારપછી ઊહ અને અપોહ દ્વારા પારમાર્થિક તત્ત્વનો નિર્ણય કરે છે અને તે પારમાર્થિક તત્ત્વમાં તેઓને અભિનિવેશ થાય છે. તેથી તે તત્ત્વનો બોધ પોતાના જીવનમાં સમ્યક્ પરિણમન પામે તેવો માર્ગાનુસારી યત્ન થાય છે. આથી પ્રવૃત્તચયોગીઓ સત્ શાસ્ત્ર દ્વારા તત્ત્વનો અભિનિવેશ કરીને સદુપાયમાં પ્રવૃત્તિ કરે છે, જેથી અનુક્રમે સ્થિરયમ અને સિદ્ધિયમની પ્રાપ્તિ કરે છે. II૧૨ાા અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :
અને –