________________
પ૧૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૪-૨૧૫
સંતોના=મુનિઓના, યમો છે=ઉપરમો છે હિંસાદિ પાપપ્રવૃત્તિના ઉપરમો છે. કિં પર્યન્ત છે ?અહિંસાથી માંડીને ક્યાં સુધી છે? એથી કરીને કહે છે –
અપરિગ્રહ પર્યન્ત છે; કેમ કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ યમો છે, એ પ્રકારનું પાતંજલ સૂત્રનું વચન છે.
તથા અનેક ઈચ્છાદિ ચાર પ્રકારના છે તે યમો પ્રત્યેક ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ, એ રીતે ચાર પ્રકારના છે. “ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ભાવાર્થ -
શ્લોક-૨૧૨માં કહેલ કે પ્રવૃત્તચક્યોગી બે યમના સેવનારા છે અને બાકીના બે યમના અર્થી છે. તેથી જિજ્ઞાસા થાય કે યમ શું છે ? માટે પ્રસ્તુત શ્લોકમાં પાંચ યમ બતાવે છે, જે પાંચ યમો સર્વ દર્શનોમાં સામાન્યરૂપે પ્રસિદ્ધ છે; કેમ કે હિંસાદિને અધર્મ અને અહિંસાદિને ધર્મ તરીકે સર્વ દર્શનકારો સ્વીકારે છે. આ પાંચે ધર્મોને મુનિઓ સેવનારા હોય છે, અને આ પાંચ પ્રકારના યમ પણ દરેક ઇચ્છા આદિના ભેદથી ચાર ચાર પ્રકારના છે, જે સ્વયં ગ્રંથકાર આગળ બતાવે છે. “યમ” શબ્દનો અર્થ ‘યમનન્ યમ્' અર્થાત્ આત્માને પાપવ્યાપારથી વિરામ કરાવીને સંયમમાં રાખે તે યમ છે. તે બતાવવા માટે ‘ય' નો અર્થ ‘૩૫ર' કર્યો છે. ll૧૪ll અવતારણિકા :
एतेषां विशेषलक्षणमाह - અવતરણિકાર્ય :
આમતા=ઈચ્છાદિ ચાર પ્રકારના યમના, વિશેષ લક્ષણને શ્લોક-૨૧૫ થી શ્લોક-૨૧૮ સુધી કહે છે - ભાવાર્થ :
પૂર્વશ્લોકના અંતે કહ્યું કે અહિંસાદિ પાંચે પણ યમો ઇચ્છાદિ ચાર પ્રકારના છે, અને તે ઇચ્છાદિ ચાર નામાં સાવર્થ છે. તેથી તે ઇચ્છાદિ ચાર નામોથી ઇચ્છાદિ ચાર યમોનું સ્વરૂપ સામાન્યથી શ્લોક-૨૧૪માં કહેવાઈ ગયું. હવે તે ઇચ્છાદિ ચારેનું વિશેષ સ્વરૂપ ક્રમસર કહે છે -- શ્લોક :
तद्वत्कथाप्रीतियुता तथा विपरिणामिनी ।
यमेष्विच्छाऽवसेयेह प्रथमो यम एव तु ।।२१५ ।। અન્વયાર્થ :
તકૂથાતિવૃત્તeતદ્દાનની કથામાં પ્રીતિથી યુક્ત યમવાળા યોગીની કથા સાંભળવામાં પ્રીતિથી યુક્ત, તથા=અને વિપરિVIfમની વિવિધ પ્રકારના પરિણામવાળીવિધિપૂર્વક કરનારા પ્રત્યે બહુમાન