________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૩
પ૧૧ અધિકારી છે. રૂતિ વં=આ પ્રમાણે, તેના જાણનારાઓ યોગના જાણનારાઓ, કહે છે. મૂળ શ્લોકમાં ગમતથતિ' એ શબ્દ અધ્યાહાર છે. ૨૧૩ ભાવાર્થ :
શ્લોક-૨૦૮માં ચાર પ્રકારના યોગીઓ બતાવ્યા. તેમાં જે આર્યક્ષેત્રમાં જન્મેલા હોય, પરંતુ યોગીકુળમાં જન્મેલા ન હોય અને યોગીકુળના કોંઈ આચારો પાળતા ન હોય, તેમને ગોત્રયોગી કલ્યા.
કુલયોગી શબ્દથી યોગીકુળમાં જન્મેલાને દ્રવ્યથી કુલયોગી કલ્યા. યોગીના આચારો પાળનારા ઉત્તમ પ્રકૃતિવાળાને ભાવથી કુલયોગી કહ્યા. જે લોકો યોગમાર્ગમાં સમ્યગુ રીતે પ્રવૃત્ત છે, તેઓને પ્રવૃત્તચક્રયોગી કલ્યા. જે લોકો યોગ સેવીને યોગમાં નિષ્પન્ન થયા છે, તેઓને નિષ્પન્નયોગી કલ્યા.
આ રીતે ચાર પ્રકારના યોગીના વિભાગમાં માત્ર આર્યદેશમાં જન્મેલા હોય પરંતુ હિંસા આદિ અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય, તેઓને પણ ગોત્રયોગી કહ્યા, અને ત્યારપછી તેઓ આ ગ્રંથના અધિકારી નથી તેમ બતાવ્યું; અને જેઓ ઉત્તમ પ્રકૃતિવાળા છે તેવા, ભાવથી કુલયોગીઓને અને પ્રવૃત્તચક્રયોગીઓને પ્રસ્તુત ગ્રંથના અધિકારી કહ્યા. આમ છતાં કેટલાક જીવો આર્યદેશમાં ન જન્મેલા હોય, તેમનો ચારે પ્રકારના યોગીઓમાંથી કોઈમાં અંતર્ભાવ થતો નથી, અને આર્યદેશમાં જન્મેલા પણ ગોત્રયોગી યોગમાર્ગના અધિકારીરૂપે પ્રાપ્ત થતા નથી, તેઓમાંથી પણ કેટલાક એવા જીવો છે કે જેઓને ગુણવાન પુરુષનો યોગ થાય તો ગુણવાનને ગુણવાનરૂપે જોઈને યોગમાર્ગમાં ચડી શકે તેવા છે. તેમનો સંગ્રહ કુલયોગી અને પ્રવૃત્તચયોગીથી થતો નથી, તેથી તેમનો સંગ્રહ કરવા માટે કહે છે –
કેટલાક જીવો એવા છે જેઓ આર્યદેશમાં જન્મ્યા નથી અથવા તો આર્યદેશમાં જન્મેલા હોવા છતાં યોગીના કોઈ આચારો પાળતા નથી, આમ છતાં કોઈક નિમિત્તને પામીને ધર્મની પ્રાપ્તિ કરી શકે તેવી યોગ્યતાને પામેલા છે; જેમ દૃઢપ્રહારી અત્યંત નિદ્ય એવી ચાર હત્યા કરીને કંઈક પશ્ચાત્તાપના પરિણામવાળા થયા ત્યારે ગુણવાનને ગુણવાનરૂપે સમજી શકે તેવી ચિત્તની ભૂમિકા પ્રાપ્ત થઈ, જે આદ્યઅવંચક યોગની પ્રાપ્તિરૂપ છે; અને આવા જીવો ગુણવાનની સાથે સંબંધમાં આવે ત્યારે ગુણવાનને સ—ણામાદિ કરે, અને તેમનો ઉપદેશ સાંભળીને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે, તે ક્રિયાવંચક અને ફલાવંચક યોગ છે. આવા આદ્યઅવંચકયોગની પ્રાપ્તિવાળા અને અન્ય બે અવંચક યોગને પ્રાપ્ત કરનારા જીવો યોગમાર્ગના અધિકારી છે; અને તેવા જીવોની યોગ્યતા જાઈને ઉપદેશકો ક્યારેક યોગમાર્ગ તેઓને આપે પણ છે. તેવા જીવોનો સંગ્રહ કરવા માટે પ્રર શ્લોકમાં કહ્યું કે જેઓને આદ્યઅવંચક યોગ પ્રાપ્ત થયો છે અને અન્ય બે અવંચકયોગ અવશ્ય પ્રાપ્ત થવાના છે, એવા જીવો યોગમાર્ગના અધિકારી છે. આ પ્રકારનો અર્થ પ્રસ્તુત શ્લોકથી જણાય છે; અને આ શ્લોકને પ્રવૃત્તચયોગી સાથે જોડીએ તો યોગમાર્ગના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચકયોગી છે, તે અર્થ શ્લોક૨૦૯માં કહ્યું તે સંગત થાય; પરંતુ પ્રવૃત્તચકયોગીમાં શુશ્રુષા આદિ આઠ ગુણો છે, અને ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ પણ છે, આમ છતાં તેઓને ક્રિયાવંચક અને ફલાવંચક નથી તેમ કઈ રીતે કહી શકાય ? તે પ્રકારના