________________
પ૦૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧૧ प्रकृत्या क्लिष्टपापाभावेन, 'विनीताश्च'-कुशलानुबन्धिभव्यतया, तथा 'बोधवन्तो'-ग्रन्थिभेदेन, યન્ડિયા'-ચરિત્રમાવેન સારા ટીકાર્ય :
સર્વત્રાડષિ શ્વેતે'... ચારિત્રમાવેન અને તે પ્રકારના આગ્રહનો અભાવ હોવાને કારણે= વિચાર્યા વગર સ્વદર્શનના રાગને કારણે પરદર્શન પ્રત્યે દ્વેષ કરાવે તેવા પ્રકારના આગ્રહનો અભાવ હોવાને કારણે, સર્વત્ર સર્વદર્શનના વિષયમાં, અદ્વૈષવાળા, અને ધર્મના પ્રભાવને કારણે ધર્મ પ્રત્યેના વલણને કારણે, ગુરુ દેવ અને દ્વિજ પ્રિય છે જેમને એવા, અને ક્લિષ્ટ પાપનો અભાવ હોવાને કારણે=ક્લિષ્ટ પાપના ઉદયનો અભાવ હોવાને કારણે, પ્રકૃતિથી દયાળુ, કુશલાનુબંધી યોગ્યપણું હોવાને કારણેયોગમાર્ગની કુશળપ્રવૃત્તિનો પ્રવાહ પેદા કરે તેવી યોગ્યતા હોવાને કારણે, વિનયવાળા, અને ગ્રંથિભેદને કારણે બોધવાળા, અને ચારિત્રનો પરિણામ હોવાને કારણે ઇંદ્રિયોને સંયમિત રાખે તેવા પ્રકારના ચારિત્રનો પરિણામ હોવાને કારણે, સંયમિત ઇંદ્રિયોવાળા, તે આ ભાવથી કુલયોગીઓ, હોય છે. ૨૧૧TI ભાવાર્થ -
જે જીવો યોગીના કુળમાં જન્મ્યા હોય અને યોગીના ધર્મને અનુસરતા હોય અથવા યોગીના કુળમાં ન જન્મ્યા હોય છતાં યોગીના ધર્મને અનુસરતા હોય તેઓ ભાવથી કુલયોગી છે, અને તેઓનાં વિશેષ લક્ષણ આ પ્રમાણે છે –
સર્વત્ર અદ્વૈષવાળા:- આવા ભાવકુલયોગીઓને તત્ત્વ પ્રત્યેનું વલણ હોય છે. તેથી સ્વદર્શન પ્રત્યેનો રાગ હોય તોપણ, સ્વદર્શનની ઉચિત પ્રવૃત્તિ જોઈને સ્વદર્શનનો રાગ હોય છે. તેથી સ્વદર્શનનો અવિચારક આગ્રહ હોતો નથી. તેના કારણે કોઈપણ દર્શનની યુક્તિયુક્ત વાત સાંભળીને તે યુક્તિયુક્ત વાત જાણવા માટે અને સ્વીકારવા માટે વિજ્ઞભૂત થાય તેવો દ્વેષ આવા કુલયોગીઓને હોતો નથી.
ગુરુ-દેવ-દ્વિજપ્રિયા :- વળી આ કુલયોગીઓની પ્રકૃતિ ધર્મ પ્રત્યેના વલણવાળી હોય છે. તેથી આ કુલયોગીઓને કોઈપણ દર્શનમાં રહેલા ત્યાગી એવા ગુરુઓ પ્રત્યે અને ઉપાસ્ય એવા દેવ પ્રત્યે પ્રીતિ હોય છે, અને વિદ્યાના વ્યાસંગવાળા એવા બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ હોય છે.
દયાળુ :- વળી આ કુયોગીઓને ક્રૂરતા પેદા કરાવે તેવા ક્લિષ્ટ પાપના ઉદયનો અભાવ હોય છે, તેથી પ્રકૃતિથી દયાળુ સ્વભાવવાળા હોય છે. | વિનયવાળા :- વળી આ કુલયોગીઓ કલ્યાણની પરંપરા કરાવે તેવી યોગ્યતા હોવાને કારણે ગુણવાન પુરુપા પ્રત્યે વિનયવાળા હોય છે.
બોધવાળા:- તત્ત્વને જાણવામાં અવરોધ કરે તેવા રાગાદિના પરિણામરૂપ ગ્રંથિનો ભંદ કરેલો હોવાથી આ કુલયોગી પારમાર્થિક બોધવાળા હોય છે. ક્વચિત્ કોઈ કુલયોગીએ ગ્રંથિભેદ ન કર્યો હોય તોપણ તને અભિમુખ ભાવવાળા હોય છે, તેથી મંદમિથ્યાત્વને કારણે માર્ગાનુસારી બાંધવાળા હોય છે. જોકે અહીં ગ્રંથકારે