________________
૪૯૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૫-૨૦૬ ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં દષ્ટાંત બતાવ્યું કે રોગવાળો, અથવા મૃત્યુ પામેલો રોગવાળો, કે સર્વથા રોગ વગરનો એ ત્રણેને વ્યાધિમુક્ત કહી શકાય નહિ; તેમ સંસારમાં જે આત્મા છે તે સંસારી પુરુષ મુક્ત છે તેમ કહી શકાય નહિ, અને સંસારી પુરુષ જ સાધના કરીને દીવાની જેમ બુઝાઈ જાય છે તેને પણ મુક્ત કહી શકાય નહિ; અને જે ક્યારેય સંસારી અવસ્થાવાળો નથી, પરંતુ ફૂટસ્થ નિત્ય છે તેને પણ મુક્ત કહી શકાય નહિ; કેમ કે મુક્તપદની પ્રવૃત્તિના નિમિત્તનો ત્રણેમાં અભાવ છે.
આશય એ છે કે જે બંધાયેલો હોય અને મુક્ત થાય તેને મુક્ત કહી શકાય, અથવા તો જે વ્યાધિવાળો હોય અને પછી વ્યાધિ વગરનો થાય તેને વ્યાધિમુક્ત કહી શકાય. આ પ્રકારનું મુક્તપદની પ્રવૃત્તિનું નિમિત્ત કર્મમુક્ત આત્મામાં કે વ્યાધિમુક્ત આત્મામાં પ્રાપ્ત થાય છે. તેથી જેઓ આત્માને નિત્ય માને છે, તેઓના મતમાં સંસારી અવસ્થાવાળા આત્મામાં મુક્તપદની પ્રવૃત્તિ નિમિત્તક ધર્મ નથી, માટે જેમ વ્યાધિવાળાને વ્યાધિમુક્ત ન કહી શકાય તેમ સંસારી જીવને પણ મુક્ત કહી શકાય નહિ. વળી જેઓ સાધના કરીને મુક્ત થયા છે તેમાં પણ મુક્તપદની પ્રવૃત્તિ નિમિત્તક ધર્મ નથી; કેમ કે એકાંત નિત્ય આત્મા માનનારના મતાનુસાર આત્મા નિયમુક્ત છે, તેથી જેમ વ્યાધિવાળા પુરુષથી અન્ય એવા તેના પુત્રાદિને વ્યાધિમુક્ત કહેવાય નહિ, તેમ પર્વમાં બંધાયેલા ન હોય તેઓ સાધના કરીને મુક્ત થયા છે તેમ કહેવાય નહિ.
આનાથી ફૂટસ્થ નિત્ય આત્મા માનનારના મનમાં સંસારી આત્માને પણ મુક્ત ન કહી શકાય, અને સાધના કરીને મુક્ત થયેલા આત્માને પણ મુક્ત ન કહી શકાય, તેમ સ્થાપન થયું.
હવે ક્ષણિકવાદી એવો બૌદ્ધ કહે છે કે સાધના કરીને આત્મા દીવાની જેમ બુઝાઈ જાય છે, ત્યારે તે મુક્ત થયો; તે મત પણ યુક્ત નથી તે બતાવવા કહે છે : જેમ કોઈ વ્યાધિવાળો પુરુષ મૃત્યુ પામે ત્યારે તેનો અભાવ થાય છે, તોપણ વિચારક એમ કહેતા નથી કે આ વ્યાધિથી મુકાયો. તેમ સંસારઅવસ્થામાં પુરુષ ભવવ્યાધિવાળો હતો, અને ક્ષણિકવાદના મત પ્રમાણે દીવો બુઝાઈ જાય તેમ તે પુરુષનો અભાવ થાય છે. તેવા પુરુષના અભાવને મુક્ત થયો તેમ કહી શકાય નહિ; કેમ કે મુક્તપદની પ્રવૃત્તિ નિયામક ધર્મના આધારભૂત પુરુષ હોય તો તેને મુક્ત કહી શકાય, પરંતુ પુરુષનો અભાવમાત્ર હોય તો ત્યાં મુક્તપદની પ્રવૃત્તિ થાય નહિ. If૨૦પા. અવતરણિકા -
कथं तर्हि मुक्तव्यवस्थेत्याह - અવતરણિતાર્થ :
તો કેવી રીતે મુક્ત વ્યવસ્થા છે ? એથી કરીને કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૦૪માં દષ્ટાંત બતાવીને બ્લોક-૨૦પમાં રાષ્ટ્રતિક યોજના બતાવતાં કહ્યું કે સંસારી પુરુષને