________________
૫૦૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૭-૨૦૮ ટીકાર્ય :
‘મનેયોજાશાસ્ત્રપ્પ' ... પ્રધાનો વા કૃત્તિ / દૂધમાંથી માખણની જેમ અનેક યોગશાસ્ત્રોથી= પાતંજલ આદિ શાસ્ત્રોથી, સંક્ષેપથી=સમાસથી, સમુદ્ધત=પાતંજલ આદિ શાસ્ત્રોથી પૃથક કરાયો.
ન=ન રૂપે=કયા રૂપે, કોણ પૃથફ કરાયો ? એથી કહે છે – પૂર્વમાં કહેવાયેલા દષ્ટિના ભેદરૂપે, આ=અધિકૃત જ યોગ, પૃથફ કરાયો, એમ સંબંધ છે. શાળા માટે ? એથી કહે છે, પોતાની સ્મૃતિ માટે પૃથફ કરાયો.
આ યોગ કેવો છે ? તેથી કહે છે; પ્રધાન યોગ છે અર્થાત્ શ્રેષ્ઠ એવો યોગ છે અર્થાત્ અવશ્ય મોક્ષનું કારણ બને તેવો યોગ છે. Il૨૦૭મા.
‘પતિમ્મન્નાગિ:' માં ‘દિ' પદથી ભાસ્કરબંધુ, દત્તાદિ ઋષિઓના શાસ્ત્રોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
પતંજલિ, ભાસ્કરબંધુ, દત્તાદિ ઋષિઓના શાસ્ત્રોથી પ્રસ્તુત યોગદૃષ્ટિ ગ્રંથ દૂધમાંથી માખણની જેમ ગ્રંથકારે પૃથફ કરેલ છે, અને તે પૃથફ કરીને આખો યોગમાર્ગ યોગની આઠ દૃષ્ટિરૂપે વિભાજન કરેલ છે, જેથી સંક્ષેપથી પણ યોગની સર્વ ભૂમિકાઓનો યથાર્થ બોધ થાય; અને આ ગ્રંથ કરવા પાછળનો ગ્રંથકારનો આશય પોતાને યોગમાર્ગની સ્મૃતિ થાય તે છે. વળી આ યોગમાર્ગ પ્રધાન યોગ છે; કેમ કે તે તે દર્શનમાં કહેવાયેલા યોગમાર્ગમાં જે કંઈ અધૂરપ હતી, તેને સ્વદર્શન અનુસાર ઉચિત રીતે જોડીને સર્વજ્ઞકથિત પૂર્ણ યોગમાર્ગ પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કરેલ છે. તેથી આ યોગમાર્ગ પ્રધાનયોગ છે. ll૨૦ના અવતરણિકા :प्रयोजनान्तरमप्याह -
અવતરણિકાર્ય :પ્રયોજવાતારને પણ કહે છે –
ભાવાર્થ :
શ્લોક-૨૦૭માં કહ્યું કે પોતાની સ્મૃતિ માટે ગ્રંથકારે આ ગ્રંથરચના કરી છે. હવે આ ગ્રંથરચનાનું અન્ય પ્રયોજન પણ બતાવે છે –
શ્લોક :
कुलादियोगिभेदेन, चतुर्धा योगिनो यतः । अत: परोपकारोऽपि, लेशतो न विरुध्यते ।।२०८ ।।