________________
૪૯૦
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૧
ભાવાર્થ :
શ્લોક-૧૯૯માં યુક્તિથી સ્થાપન કર્યું કે આત્માના સ્વભાવનું ઉપમર્દન સ્વીકારવું જોઈએ, અને તેની જ પુષ્ટિ ક૨વા માટે શ્લોક-૨૦૦માં કહ્યું કે આત્માના સ્વભાવનું ઉપમર્દન થવાથી દિદક્ષા આદિ નિવર્તન પામે છે અને તેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ રીતે યુક્તિથી સ્વભાવનું ઉપમર્દન સ્વીકારીને આત્મા એકાંત નિત્ય નથી, તેમ સ્થાપન કર્યું. હવે વ્યતિરેકથી તે કથનને દૃઢ કરવા માટે કહે છે -
જો આત્માના સ્વભાવનું ઉપમર્દન થાય છે, એમ સ્વીકારવામાં ન આવે, તો સંસારી આત્મામાં દિક્ષાદિ ભાવો દેખાય છે તેનું ઉપમર્દન ક્યારેય થાય નહિ, અને દિદક્ષાના કાર્યરૂપે પ્રધાનાદિની પરિણતિ સદા રહે; અને સંસાર અવસ્થામાં પ્રધાનાદિની પરિણિત સદા રહે તો ભવનો અંત થાય નહિ; કેમ કે પ્રધાનાદિની પરિણતિરૂપ જ મહદાદિભાવો છે; અને તે મહદાદિભાવરૂપ આ સંસાર છે ત્યાં સુધી કોઈ આત્મા મુક્ત થઈ શકે નહિ; અને સર્વ દર્શનકારો મોક્ષનો ઉપદેશ તો આપે છે, તેથી મોક્ષની સંગતિ સ્વીકારવા માટે પણ આત્માને પરિણામી માનવો જોઈએ; અને તેમ સ્વીકારીએ તો આત્માના સંસારી સ્વભાવનું ઉપમર્દન થાય છે, તે પણ સ્વીકારવું જોઈએ, અને તો જ આત્મા મુક્ત થાય છે, તેમ સ્વીકારી શકાય.
અહીં પ્રધાન શબ્દ કર્મનો વાચક છે, અને સાંખ્યદર્શનકાર પ્રકૃતિને પ્રધાન કહે છે. તેથી કર્મને બતાવવા માટે ‘પ્રધાન’ શબ્દનો પ્રયોગ કર્યો છે, અને પ્રધાનનું કાર્ય મહદાદિ સાંખ્યદર્શનકાર સ્વીકારે છે, જે સંસારસ્વરૂપ જ છે, અને સ્વમત પ્રમાણે કર્મના કાર્યરૂપ જન્માદિ પ્રપંચ છે, તેને જ સાંખ્ય પરિભાષાથી મહદાદિ કહેવાય છે.
અહીં પ્રશ્ન થાય કે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ જૈનાચાર્ય હોવા છતાં જૈનદર્શનને માન્ય શબ્દોને છોડીને તે તે દર્શનને માન્ય દિદક્ષા વગેરેને ભવનું કારણ કહે છે; વસ્તુતઃ જૈનદર્શનને માન્ય કર્મબંધની યોગ્યતાને દિટક્ષાના સ્થાને કહેવી જોઈએ. વળી ‘પ્રધાન’ શબ્દ પણ સાંખ્યદર્શનને માન્ય છે, પરંતુ જૈનદર્શનને તો કર્મપ્રકૃતિ ‘પ્રધાન’ શબ્દને સ્થાને માન્ય છે. તેથી પ્રધાનને સ્થાને પણ કર્મબંધ કે કર્મપ્રકૃતિ શબ્દનો પ્રયોગ ક૨વો જોઈએ; અને કર્મના કાર્યરૂપ ચારગતિ આદિ જૈનદર્શનમાં પ્રચલિત છે, તેને છોડીને પ્રધાનના કાર્યભૂત મહદાદિ પ્રયોગ પણ કર્યો છે. આ પ્રકારના પ્રયોગ પાછળ ગ્રંથકારશ્રીનો આશય આ પ્રમાણે જણાય છે -
શ્લોક-૧૪માં કહ્યું કે સ્થિરાદિ દૃષ્ટિવાળા યોગીઓને નયભેદનો બોધ હોય છે, અને તેઓની પ્રવૃત્તિ ચારીચરક-સંજીવની-અચરક-ચારણનીતિથી પરને ચારો ચરાવવા રૂપ પરના ઉપકાર માટે પણ હોય છે. પ્રસ્તુત ગ્રંથકાર પણ સ્થિરાદૃષ્ટિને પામેલા નયસાપેક્ષના બોધવાળા યોગી છે, અને પ્રસ્તુત ગ્રંથરચના દ્વારા ગ્રંથકારને અન્ય દર્શનમાં રહેલા તત્ત્વજિજ્ઞાસુઓને પણ યોગમાર્ગનો બોધ કરાવવો છે. તેથી તેઓએ જૈનદર્શનને પામ્યા પછી અને જૈનદર્શનના યોગમાર્ગનો પારમાર્થિક બોધ કર્યા પછી, અન્ય દર્શનના યોગમાર્ગને પણ તે તે નયઅપેક્ષાએ યથાર્થરૂપે જોયો, અને તેવા અન્ય દર્શનના જીવોને જૈનદર્શનની પ્રાપ્તિ કરાવવાના આશયથી, પતંજલિ આદિ ઋષિઓને માન્ય એવા યોગમાર્ગને ગ્રહણ કરીને, તેને જૈનદર્શનની પ્રક્રિયા સાથે અવિરોધીરૂપે બતાવીને, તેઓને માન્ય એકાંત ક્ષણિકવાદ કે એકાંત નિત્યવાદ સ્વીકારવાથી આ યોગમાર્ગ સંગત થશે નહિ, તેમ યુક્તિથી બતાવવા માટે, તે તે દર્શનને અભિમત દિદક્ષા આદિ શબ્દોને