________________
૪૮૮
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૨૦૦-૨૦૧ ભાવાર્થ :
શ્લોક-૧૯૮માં બતાવ્યું કે આત્માનો એકાંત એકસ્વભાવ હોય તો આત્માની સંસારી અને મુક્ત એમ બે અવસ્થા ઘટે નહિ. તેથી બે અવસ્થાની સંગતિ માટે આત્માના સ્વભાવનું ઉપમર્દન થાય છે તેમ માનવું જોઈએ, એ વાત શ્લોક-૧૯૯માં બતાવી. હવે આત્માના સ્વભાવનું ઉપમર્દન સ્વીકારવાથી મોક્ષ કઈ રીતે સંગત થાય છે ? તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે –
આત્માના સ્વભાવનું ઉપમર્દન સ્વીકાર્યું, તેથી સંસાર અવસ્થામાં આત્માના સ્વભાવભૂત વર્તતા દિક્ષા આદિ ભાવો નિવર્તન પામે છે; અર્થાત્ યોગનિરોધ થાય છે ત્યારે કર્મબંધના કારણભૂત દિક્ષાદિ ભાવો નિવર્તન પામે છે, અને તે દિક્ષા કર્મબંધનું કારણ હતું, તેથી દિક્ષાના અભાવને કારણે કર્મબંધની પરિણતિ અટકે છે. તેથી સંસારી આત્મા વિદ્યમાન કર્મનો નાશ કરીને મુક્ત બને છે.
દિક્ષા એટલે બાહ્ય પદાર્થોને જોવાની ઇચ્છા અર્થાતુ વિષયો પ્રત્યેની ઇન્દ્રિયોની ઉત્સુકતા, અને આ દિદક્ષા વસ્તૃરૂપે સત્ છે અર્થાત્ શૂન્ય વસ્તુ નથી, પરંતુ જીવમાં વર્તતો સતું પરિણામ છે.
વળી તે દિક્ષા સહજ આત્મભૂત છે અર્થાત્ જેમ દિવાલ ઉપર કોઈ રંગ લગાડવામાં આવે તેવો આગંતુક ભાવ નથી, પરંતુ જેમ રક્તઘટમાં રક્તરૂપ સહજ પરિણામરૂપે છે, તેમ કર્મવાળા આત્મામાં દિક્ષા એ સહજ પરિણામરૂપે છે. તેથી દિક્ષાને સહજ આત્મભૂત કહેલ છે.
વળી આ દિક્ષા મુખ્ય છે. અર્થાત્ અનુપચરિત છે; કેમ કે જીવના પરિણામરૂપ છે, અને આવી દિક્ષા પ્રધાનાદિ પરિણતિનું કારણ છે અર્થાત્ કર્મબંધનું કારણ છે.
અહીં દિક્ષા આદિ કહ્યું ત્યાં આદિ પદથી શું ગ્રહણ કરવાનું ? તેને સ્પષ્ટ કરવા માટે ટીકામાં અવિદ્યા, મલ, ભવાધિકારાદિ બતાવેલ છે, જે દિક્ષાના પર્યાયવાચી શબ્દો છે.
જૈનદર્શન જેને કર્મબંધની યોગ્યતા સ્વીકારે છે, તેને કોઈ અન્ય દર્શનવાળા દિક્ષા કહે છે. વળી કોઈ અન્ય અવિદ્યા કહે છે, તો વળી કોઈ બીજા મલ કહે છે. વળી કેટલાક ભવઅધિકાર કહે છે, તે સર્વ શબ્દથી કર્મબંધની યોગ્યતારૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગસ્વરૂપ જીવનો પરિણામ વાચ્ય બને છે. ll૨૦૦થી અવતરણિકા :
શ્લોક-૧૯૯ના ઉત્તરાર્ધમાં બતાવ્યું કે આત્માના સ્વભાવનું ઉપમદન સ્વીકારવું જોઈએ; અને તેમ માનીએ તો જ દિક્ષાની નિવૃત્તિ થવાથી મોક્ષની સંગતિ થાય છે, એ વાત શ્લોક-૨૦૦માં બતાવી. હવે જો આત્માના સ્વભાવનું ઉપમદન ન સ્વીકારીએ અને આત્મા એકાંત નિત્ય છે, તેમ માનીએ તો શું દોષ આવે ? તે બતાવવા કહે છે – શ્લોક :
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य सम्भवः ।।२०१।।