________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૩-૨૦૪
૪૯૫
જ્ઞાન વગરનો યોગીનો આત્મા હતો, તેવો જ વર્તમાનમાં પણ મુક્તના જ્ઞાન વગરનો યોગીનો આત્મા થાય; છતાં તેને જ્ઞાન થયું છે, તેવો તેને ભ્રમ થયો છે તેમ માનવું પડે. તે આ રીતે
સંસારી અવસ્થામાં આત્મા મુક્ત હોવા છતાં હું બંધાયો છું, તેવો ભ્રમ થયો છે. વસ્તુતઃ તે મુક્ત જ છે; તેમ યોગી પણ જેવો પૂર્વમાં મુક્ત હતો તેવો જ વર્તમાનમાં પણ મુક્ત છે, આમ છતાં તેને ભ્રમ થયો કે મને જ્ઞાન થયું છે. માટે યોગીના જ્ઞાનને ભ્રાંત માનવું પડે. જો યોગીનું જ્ઞાન અભ્રાંત છે, તેમ સ્વીકારવામાં આવે, તો એ સિદ્ધ થાય કે યોગી પૂર્વમાં તેવા પ્રકારના મુક્તના જ્ઞાન વગરનો હતો, અને હવે તેવા પ્રકારના મુક્તના જ્ઞાનવાળો થયો. તેથી યોગીની બે અવસ્થા સિદ્ધ થાય; અને યોગીના આત્માની બે અવસ્થા સિદ્ધ થાય તો સંસારી અને મુક્ત એ બે અવસ્થા પણ સિદ્ધ થઈ શકે. II૨૦૩I]
અવતરણિકા :
उक्तमानुषङ्गिकं, प्रकृतं प्रस्तुमः तच्च सिद्धस्वरूपं 'व्याधिमुक्तः पुमान् लोके' (श्लो. १८७) इत्याद्युपन्यासात्, तत्र
અવતરણિકાર્ય :
આનુષંગિક કહેવાયું=શ્લોક-૧૮૮ થી ૨૦૩ સુધી આનુષંગિક કહેવાયું. પ્રકૃતને=શ્લોક-૧૮૭માં બતાવ્યું કે વ્યાધિમુક્ત પુરુષ જેવો મુક્ત આત્મા છે એ રૂપ પ્રકૃતને, અમે કહીએ છીએ, અને ‘વ્યાધિમુવતઃ પુમાન્ તોò' ઇત્યાદિ શ્લોકના ઉપન્યાસથી તત્ર પ્રકૃત એવા સિદ્ધના સ્વરૂપમાં, મુક્ત કોને કહી શકાય ? તે દૃષ્ટાંતથી બતાવવા માટે શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધી કહે છે .
-
ભાવાર્થ:
શ્લોક-૧૮૭માં કહ્યું કે “સંસારમાં વ્યાધિથી મુક્ત પુરુષ જેવો છે, તેના જેવો સિદ્ધનો આત્મા છે, પરંતુ અભાવરૂપ નથી; અથવા વ્યાધિથી મુક્ત નથી એમ નહિ; અથવા મુક્ત થતા પૂર્વમાં વ્યાધિ વગરનો નથી એમ નહિ” તે પ્રકૃત પદાર્થ છે.
ત્યાં પ્રશ્ન થયો કે વ્યાધિ શું વસ્તુ છે ? તેથી બ્લોક-૧૮૮થી ભવવ્યાધિ છે, તે બતાવ્યું; અને પછી ભવવ્યાધિથી મુકાયેલો આત્મા કઈ રીતે મુક્ત બને છે ? તે યુક્તિથી બતાવ્યું; અને એકાંત ક્ષણિકવાદમાં કે એકાંત નિત્યપક્ષમાં વ્યાધિમુક્તની સંગતિ થાય નહિ, તેનું સ્થાપન શ્લોક-૨૦૩ સુધી કર્યું, જે સર્વ આનુષંગિક કથન છે. હવે શ્લોક-૧૮૭માં બતાવેલ કે મુક્ત આત્મા પ્રધ્યાતદીપકલ્પની ઉપમાવાળો નથી કે વ્યાધિથી મુક્ત નથી, એમ નહિ, કે મુક્ત થતાં પૂર્વમાં વ્યાધિ વગરનો નથી એમ નહિ, એ કથનમાં દૃષ્ટાંત બતાવીને વ્યાધિથી મુક્ત જેવો પૂર્ણ સ્વસ્થ મુક્તનો આત્મા છે, તે વાત શ્લોક-૨૦૪ થી ૨૦૬ સુધી બતાવે છે
શ્લોક ઃ
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते । । २०४ ।।