________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૮-૧૮૯
ભાવાર્થ ઃ
સાધના કરીને મુક્ત થતાં પહેલાં જીવ સંસારમાં રહેલો છે અને સંસાર સ્વયં વ્યાધિરૂપ છે; કેમ કે સંસારમાં જીવ જન્મે છે, મૃત્યુ પામે છે, જરા અવસ્થાને પ્રાપ્ત કરે છે અને દેહમાં રોગને પ્રાપ્ત કરે છે. આ સર્વ ભાવો જીવના વિકૃતભાવો છે, તેથી ભવ વ્યાધિરૂપ છે.
૪૬૨
વળી જેમ દેહના સંબંધને કારણે જીવમાં વિકૃતિ થાય છે, તેમ સંસાર અવસ્થામાં કર્મના સંબંધને કારણે જીવના પરિણામમાં પણ વિકૃતિ થાય છે. તેને બતાવે છે
મિથ્યાત્વના ઉદયને કારણે સંસારી જીવોને જુદા જુદા પ્રકારનો મોહ પેદા થાય છે. જેમ કોઈને તત્ત્વવિષયક વિચારણા જ થતી નથી, જે મોહને કારણે જીવની મૂઢઅવસ્થારૂપ છે. વળી કોઈને કંઈક વિચારણા ઊઠે તોપણ શંકા થાય કે પરલોક હશે કે નહિ ? શરીરથી આત્મા જુદો છે કે નહિ ? આવી અનેક પ્રકારની શંકા-કુશંકાઓ મિથ્યાત્વના કારણે થાય છે. વળી કોઈક જીવોને પરલોકના હિત માટે ધર્મ ક૨વાનો મનોરથ થાય, તોપણ તત્ત્વ જાણવા માટે જિજ્ઞાસા થતી નથી; માત્ર જન્મથી પ્રાપ્ત થયેલા કોઈપણ સ્વદર્શન પ્રત્યે અવિચારક રાગને કારણે ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, તે પણ મિથ્યાત્વને કારણે થયેલો વિપર્યાસ છે.
વળી કોઈકને તત્ત્વની જિજ્ઞાસા થાય, તોપણ જુદા જુદા મહાત્માઓનાં જુદાં જુદાં વચનો સાંભળીને દિગ્મોહ થાય છે, પરંતુ ઉચિત પ્રયત્ન કરીને તત્ત્વનો નિર્ણય કરી શકતા નથી. તે પણ મિથ્યાત્વના ઉદયથી થયેલો મોહનો પરિણામ છે. તેથી આવા અનેક પ્રકારના મોહને પેદા કરાવનાર મિથ્યાત્વનો પરિણામ ભવમાં પ્રાપ્ત થાય છે, તેથી પણ ભવ વ્યાધિરૂપ છે.
વળી જીવોને સંસારમાં ઇષ્ટ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ પદાર્થો પ્રત્યે દ્વેષ પેદા થાય છે, તે રૂપ તીવ્ર વેદનાવાળો આ ભવ છે. તેથી ભવ વ્યાધિરૂપ છે. II૧૮૮
અવતરણિકા :
શ્લોક-૧૮૭માં સ્થાપન કર્યું કે આ મહાત્મા મોક્ષમાં ગયા પહેલાં ભવવ્યાધિવાળા હતા, અને તે ભવવ્યાધિ કેવો છે તે શ્લોક-૧૮૮માં સ્પષ્ટ કર્યું. હવે આ ભવવ્યાધિ કેટલાક ઉપચરિત માને છે, તેવું નિરાકરણ કરવા માટે કહે છે
શ્લોક ઃ
मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति । । १८९ ।।
અન્વયાર્થ :
સર્વપ્રાળમૃતામ્=સર્વ પ્રાણીઓને તથાનુમસિદ્ધત્વા તે પ્રકારે અનુભવથી સિદ્ધપણું હોવાને કારણે= જન્માદિરૂપે અનુભવથી સિદ્ધપણું હોવાને કારણે, અનાવિચિત્રર્મનિવાનનઃ=અનાદિ ચિત્ર કર્મના કારણથી પેદા થયેલો આત્મન: ગવર્=આત્માનો આ=ભવવ્યાધિ મુ=મુખ્ય છે.
કૃતિ=‘રૂતિ' શબ્દ પાદપૂર્તિ માટે છે. ૧૮૯ા