________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૨-૧૯૩
૪૬૯
શું કહેવાયેલું થાય છે=સ્વભાવનો અર્થ સ્વનો ભાવ કર્યો, તેનાથી શું કહેવાયેલું થાય છે ? તે બતાવે છે
–
તત્ત્વથી=પરમાર્થથી, પોતાની સત્તા જ સ્વભાવ શબ્દથી કહેવાયેલી થાય છે, એમ સંબંધ છે.
(તત્ - તસ્માત્) તે કારણથી=સ્વભાવ શબ્દથી નિજ સત્તા જ કહેવાઈ, તે કારણથી, આ=અનંતર કહેવાયેલો સ્વભાવ=શ્લોક-૧૯૧માં તત્ત્વમાવોપમરેંઽત્તિ એ કથનમાં કહેવાયેલો સ્વભાવ, ભાવાવધિવાળો= કોઈક ભાવાત્મક પદાર્થને આશ્રયીને રહેલો, યુક્ત છે=સંગત છે. અન્યથા=ભાવાવધિ વગરનો યુક્ત: T=યુક્ત નથી,
કેમ ?=કેમ યુક્ત નથી ? એથી કહે છે
અતિપ્રસંગ હોવાથી યુક્ત નથી એમ સંબંધ છે.
‘રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૯૨૫
-
ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જન્માદિસ્વભાવનું ઉપમર્દન થવા છતાં પણ આત્માને જન્માદિઅભાવપણાનો યોગ છે, એ સ્વીકારવા પ્રસ્તુત શ્લોકમાં યુક્તિ બતાવે છે, અને કહે છે કે સ્વનો ભાવ તે સ્વભાવ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે પરમાર્થથી કોઈક ભાવરૂપે રહેલી પોતાની સત્તા જ સ્વભાવ છે, માટે સ્વભાવ ભાવાધિવાળો યુક્ત છે.
તેથી એ ફલિત થાય કે કોઈક ભાવરૂપે આત્માની સત્તા છે. જેમ સંસારઅવસ્થામાં જન્માદિભાવરૂપે આત્માની સત્તા હતી, અને ત્યારપછી જન્માદિઅભાવરૂપે સત્તા થઈ. તેથી એ નક્કી થયું કે સ્વભાવ એ કોઈક ભાવાત્મક પદાર્થને આશ્રયીને રહેલો છે.
વળી સ્વભાવ ભાવાવધિવાળો નથી, તેમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકા૨વામાં અતિપ્રસંગ આવે છે, જે અતિપ્રસંગ સ્વયં ગ્રંથકાર આગળના શ્લોકમાં બતાવશે; અને અતિપ્રસંગ દોષ ન આવે તે માટે સ્વભાવને ભાવાવધિવાળો માનવો યુક્ત છે, અને સ્વભાવને ભાવાવધિવાળો સ્વીકારીએ તો પૂર્વશ્લોકમાં કહ્યું કે “તે જ તે પ્રકારે થાય છે”=જે સંસારઅવસ્થામાં દોષવાળો હતો,તે જ આત્મા દોષ વગરનો થાય છે, તેમ સિદ્ધ થાય છે; કેમ કે ભાવાત્મક પદાર્થને આશ્રયીને રહેલો જન્માદિસ્વભાવ ઉપમર્દન થાય છે, તોપણ તે ભાવાત્મક પદાર્થ અજન્માદિસ્વભાવવાળો બને છે, એ અર્થ પ્રાપ્ત થાય. II૧૯૨૨॥
અવતરણિકા :
मेवाह
અવતરણિકાર્ય :
આને જ=પૂર્વશ્લોક-૧૯૨માં કહ્યું કે ભાવાવધિ વગરનો સ્વભાવ યુક્ત નથી; કેમ કે અતિપ્રસંગ છે, એ અતિપ્રસંગને જ, કહે છે –