________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ કે સત્તા અસત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે=સત્તા અસત્વતા વિનાશની તે જ રૂપે ફરી સદ્ભાવ થયા વગર અનુપપત્તિ છે.
હવે કોઈ કહે કે નાશ નાશરૂપે પૂર્વ અને પશ્ચાત્ અવસ્થિત જ છે. એ આશંકા કરીને કહે છે અર્થાત્ નાશ પૂર્વમાં અને પશ્ચામાં અવસ્થિત છે, માટે તાશને ફરી ઉત્પાદરૂપે સ્વીકારવાનો દોષ નથી, એ આશંકા કરીને કહે છે –
સદા નાશ સ્વીકારાયે છતે તેની સ્થિતિ નથી=પદાર્થની પદાર્થક્ષણમાં પણ અવસ્થિતિ નથી; કેમ કે વિક્ષિત ક્ષણમાં પણ=પદાર્થક્ષણમાં પણ, તેનો નાશ છે= પદાર્થનો નાશ વિદ્યમાન છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. II૧૯પા ભાવાર્થ :પદાર્થ ભાવાવધિ નથી, તેમ સ્થાપન કરવા માટે બૌદ્ધ કહે છે : “તે જ “ન' થાય છે” તેને ગ્રંથકાર કહે છે –
ભાવરૂપ તે પદાર્થ જો “ન” થાય છે અર્થાત્ અસત્ થાય છે તેમ સ્વીકારવામાં આવે, તો અસત્ત્વ કાદાચિત્ક છે. તેથી અસત્ત્વનો ઉત્પાદ થયો તેમ માનવું પડે; અને જે ઉત્પત્તિવાળું હોય તે અનિત્ય હોય એ પ્રમાણે બૌદ્ધની માન્યતા છે. તેથી તે અસત્ત્વનો નાશ પણ માનવો પડે; અને અસત્ત્વનો નાશ સ્વીકારવામાં આવે તો પદાર્થ પૂર્વમાં જે રીતે વિદ્યમાન હતો તે રીતે ફરી થવો જોઈએ; કેમ કે જે સત્ત્વ હતું તેનું અસત્ત્વ થયું, અને અસત્ત્વનો વિનાશ થાય તો ફરી પૂર્વમાં જેવો ભાવ હતો તેવો ભાવ પ્રગટ થવો જોઈએ, જે અનુભવ વિરુદ્ધ છે; કેમ કે કોઈ પદાર્થ નાશ થાય છે પછી નાશની ઉત્તરક્ષણમાં ફરી તે પ્રગટ થતો દેખાતો નથી. માટે ‘સ વ ર મવતિ' તે સ્વીકારી શકાય નહિ.
નાશની ઉત્પત્તિના દોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે નાશ નાશરૂપે પૂર્વમાં અર્થાત્ પદાર્થક્ષણની પૂર્વમાં અને પશ્ચાતુમાં અર્થાત્ પદાર્થક્ષણની પશ્ચાતુમાં અવસ્થિત જ છે; માટે નાશ ઉત્પન્ન થતો નથી, પરંતુ સદા વિદ્યમાન છે. તો ગ્રંથકાર કહે છે કે પદાર્થક્ષણમાં પણ નાશને વિદ્યમાન સ્વીકારવો પડે; કેમ કે જે ક્ષણે પદાર્થ છે તેની પૂર્વની બધી ક્ષણોમાં તે પદાર્થનો નાશ વિદ્યમાન છે, અને તે નાશનો અભાવ થવામાં કોઈ કારણ નથી, તેથી તે નાશ જેમ પદાર્થક્ષણની પૂર્વની ક્ષણમાં અને ઉત્તરની ક્ષણમાં રહે છે તેમ પદાર્થક્ષણમાં પણ રહેવો જોઈએ, તેથી પદાર્થક્ષણમાં પણ પદાર્થની સ્થિતિ રહેશે નહિ. તેથી પદાર્થની શૂન્યતા સ્વીકારવાની આપત્તિ આવે.
આ રીતે ‘સર્વ ન બત' સ્વીકારવામાં અનુભવનો વિરોધ છે. માટે ‘સ પર્વ ન મત' તેમ સ્વીકારી ન શકાય, પરંતુ ‘સ વ બન્યથા મવતિ' એમ માનવું જ ઉચિત છે; કેમ કે એમ માનવામાં પદાર્થનો નાશ થયા પછી ફરી પદાર્થની તે રૂપે જ ઉત્પત્તિ સ્વીકારવાની આપત્તિ નથી, અને દુષ્ટ પ્રમાણે સર્વ પદાર્થો અન્ય અન્ય રૂપે થાય છે, તે સંગત થાય છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ll૧લ્પા